શું તમે જાણો છો કયું ફ્રુટ ખાવાથી શું ફાયદો થાય છે… આજે વાત આ ચાર રસદાર ફ્રુટની…

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં ચીકુ , દ્રાક્ષ, તરબૂચ ,રાયણ, જેવા ફળો દેખાઈ રહ્યા છે. પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ઉનાળામાં લોકો જમવામાં થોડો હળવો ખોરાક પસંદ કરે છે. જો તેમાં પણ જ્યુસ કે ફળોનો રસ મળી જાય તો મજા પડી જાય. બાળકોને સામાન્ય રીતે ફળ ખાવા ગમતા નથી પણ ફળ માં શરીર ને જરૂરી એના ઘણા ફાયદાઓ રહેલા છે. ચાલો આજે જાણીએ ફળો ની રસપ્રદ વાતો.

1.ચીકુચીકુ ની અંદર વધારે પ્રમાણ માં કેલેરી હોય છે. તે સ્વાદે ગળ્યા હોવાથી શરીર ને ગ્લુકોજ મળી રહે છે. તે વિટામિન એ , વિટામિન સી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે બારેમાસ બજાર માં મળે છે. તે ફેફસા અને મોઢા ના કેન્સર માં ઉપયોગી છે. જો ચીકુ ને પાણી માં ઉકાળીને તે પાણી પીવામાં આવે તો હરસ જેવી બીમારીમાં રાહત મળે છે. આંખો ના નંબર ઉતારવામાં મદદ કરે છે. કબજિયાત માં રાહત મળે છે. ગર્ભવતી મહિલા ને સમાન્ય રીતે ડોક્ટર બીજ ફળ ખાવાની મનાઈ કરતાં હોય છે પણ ચીકુ ખાવાની સલાહ આપે છે. કારણકે તેમાથી તાકાત મળી રહે છે અને થાક લાગતો નથી. કફ ની બીમારી માં રાહત મળે છે. ચીકુ ના બીજ ને પીસીને ખાવાથી લોહી અને કિડની ની પથરી દૂર થાય છે. ચીકુ નું બીજું નામ સેપોટા છે.

ચીકુ ખાવાથી થતાં ફાયદાઓ–
• દાંત માં થતી કેવિટી સામે રક્ષણ આપે
• એનેમિયા થી બચાવે
• બ્લડ પ્રેસર નિયંત્રિત રાખે
• અનિન્દ્રા થી બચાવે
• મોઢામાં થતાં ચાંદા માં રાહત આપે
• મૂત્ર માં થતી બળતરા અટકાવે

2. દ્રાક્ષદ્રાક્ષ ને ફળોની રાણી કહેવામા આવે છે. તે 3 રંગ ની જોવા મળે છે. લાલ, કાળી અને લીલી. તેની અંદર ભરપૂર માત્ર માં પાણી હોય છે જેથી શરીર ની જે લોકો ને આંતર ની ગરમી હોય તેને રાહત મળે છે. તેની અંદર એંટિઓક્સિડેંટ ગુણધર્મ હોય છે જેથી વિષૅલા પદાર્થોને શરીર માં થી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. પોષક તત્વો અને મિનરલ થી ભરેલું ફળ છે. તે સ્કીન માટે ખૂબ ઉપયોગી છે. તે ચહેરા પરની કરચલીઓ દૂર કરે છે. વાળ ને ખરતા અટકાવે છે. તે માઈગ્રેન જેવી ભયાનક બીમારી દૂર કરે છે. તે બ્રેસ્ટ કેન્સર માટે ખૂબ જ ઉપયોગી છે. ચહેરાની ચમક જાળવી રાખે છે. દ્રાક્ષ નું જ્યુસ અથવા રસ પીવાથી લૂ જેવી ઉનાળાથી થતી સમસ્યા દૂર કરી શકાય છે. 1 ચમચી ફટકડી, 1 ચમચી મિઠું અને દ્રાક્ષ ને 5 મિનિટ ગરમ કરી પછી ઠંડુ થાય ત્યારે 10 મિનિટ ચહેરા પર રાખીને ધોઈ નાખવાથી ચહેરા પર ચમક આવે છે અને ઠંડક મળે છે.

દ્રાક્ષ ખાવાથી થતાં ફાયદાઓ –
• યાદશક્તિ વધારે
• વજન કંટ્રોલ કરે
• હદય ને મજબૂત બનાવે
• વાળની ચમક વધારે અને રેશ્મી બનાવે
• આંખોની રોશની વધારે
• કબજિયાત દૂર કરે
• પથરી ને શરીર માં ઓગળી તેને દૂર કરે છે.

૩.સ્ટ્રોબેરીસ્ટ્રોબેરી એ બાળકોનું મનગમતું ફળ છે. તે દેખાવ જેટલું સરસ જ તેટલા જ તેના ઉપયોગો આપના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તેનો વધારે પડતો ઉપયોગ ફૂડ એસંસ, આઇસ્ક્રીમ, જામ વગેરે બનાવવાંમાં થાય છે. તેમાં વિટામિન, ફોલિક ઍસિડ, ફોસ્ફોરસ, અને ઘણા મિનરલ હોય છે. કેન્સર થવા માટે જે કોશિકા જવાબદાર છે તેને ખાતમ કરી નાખે છે તેથી કેન્સર અટકાવી શકાય છે. વજન ઘટાડવા માટે ઉતમ ફળ છે. હાડકાં ને મજબૂત બનાવે છે. કોસ્મેટિક પદાર્થો બનાવવામાં મદદરૂપ થાય છે. શરીર ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.

સ્ટ્રોબેરી ખાવાથી થતાં ફાયદાઓ-
• આખોમાં આવતા મોતિયા થી બચાવે છે.
• ચહેરા પર આવતી કરચલીયાઓ સામે રક્ષણ આપે છે.
• હદયરોગ માં આવતા એટેક થી બચાવે છે.
• વાળ માં થતાં ખોદથી રક્ષણ આપે છે.
• આંતર ની ગરમી માં રાહત આપે છે.
• ચયાપચય ની ક્રિયાનો દર વધારે છે જેથી જડપથી પાચન થાય છે.

૪. ટેટીટેટી એ ઉનાળા માં જોવા મળતું ફળ છે. તે આપની રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. તે અન્ય રોગો સામે રક્ષણ આપે છે. ટેટી માં વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રા માં જોવા મળે છે. તે હદયરોગ ની બીમારી ને દૂર રાખે છે. તે તણાવ અને ચિંતા જેવી બીમારીમાં રાહત આપે છે. જો નિયમિત ટેટી ખાવામાં આવે તો મોતિયાને ઓપરેસન વિના દૂર કરી શકાય છે. ટેટી માં ઓક્સિકિન નામનું તત્વ જોવા મળે છે જે કિડની સંબંધી બીમારી સામે રક્ષણ આપે છે.

ટેટી ખાવાથી થતાં ફાયદાઓ-
• કબજિયાત જેવી બીમારીમાં રક્ષણ આપે
• એસિડિટી માં રાહત આપે
• ડાયેરિયામાં રાહત આપે
• સ્કીન ની ચમક જાળવી રાખે
• ગર્ભવતી મહિલાઓમાં દૂધ નો સ્ત્રોત વધારે
• ચહેરા પર ના ડાઘા મટાડે

લેખન : પૂજા કથીરિયા

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી