કાકડીમાં છુપાયેલા છે અઢળક ગુણો, મેળવો જબરદસ્ત ફાયદા

સસ્તી કાકડીમાં છુપાયેલા છે અઢળક ગુણો, આ રીતે મેળવો જબરદસ્ત ફાયદા

કાકડીનું સેવન સલાડના રૂપમાં કરવામાં આવે છે. કાકડીમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેથી તેનું સેવન કરવાથીગરમી ઓછી લાગે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. તેમજ કાકડીમાં કેલરીની માત્રા ઓછી હોય છે જેથી કાકડી ડાયટિંગ કરતાં લોકો માટે બહુ લાભકારક સાબિત થાય છે. તેમાં રહેલ આયોડીન શરીરને બીમારીઓથી બચાવે છે. જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે તમારા માટે એકદમ ઉત્તમ છે. તેને તમારી ડાયટમાં આજે જ સામેલ કરો.

કાકડી ખાવાથી થતા ફાયદા-

-બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છેકાકડીનું સેવન કરવાથી તરસ ઓછી લાગે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તે રામબાણ ઈલાજ છે. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે. જો તમે કામ કરવામાં બહુ વ્યસ્ત હોવ અને પાણી પીવાનો પણ સમય ન હોય ત્યારે તમે કાકડીનું સેવન કરી શકો છો. તે શરીરમાં પાણીની જરૂરિયાતને પૂરી કરે છે. કાકડી ખાવાથી હૃદયની બળતરામાં પણ રાહત થાય છે.

-પથરીની સમસ્યામાંથી છૂટકારો મેળવવા-પથરીની સમસ્યા હોય તો તેના બીજ ક્રશ કરીને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું. તેનાથી જલ્દી આરામ મળે છે. તેમજ કાકડીનું સેવન કરવાથી શરીરના ઝેરી તત્ત્તવો પરસેવા દ્વારા બહાર નીકળી જાય છે. તેમજ દરરોજ તેનું સેવન કરવાથી કિડની સ્ટોનની પણ સમસ્યા દૂર થાય છે.

-આંખની સમસ્યાને દૂર કરવાતડકાના કારણે આંખોમાં બળતરા થતી હોય તો કાકડીનો રસ આંખોમાં નાંખવો. તેનાથી આંખોને ઠંડક મળશે. જો તમાને ઓછું દેખાતું હોય તો કાકડીને છાલ સાતે ખાવી કેમ કે, કાકડીની છાલનાં બીટા કેરોટીન અને વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે જેથી તેનું સેવન કરવાથી કાયમ માટે આ સમસ્યામાંથી છૂટકારો મળે છે.

પેઢાના દુઃખાવામાંથી રાહત મેળવવા-

દરરોજ કાકડીનું સેવન કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. તેમજ કાકડીનું સેવન કરવાથી પેઢાના દુઃખા જેવી સમસ્યામાંથી છૂટકારો મળે છે. કાકડીના એક નાના ટુકડાને જીભથી મોઢાના ઉપરના ભાગમાં અડધી મિનીટ સુધી રાખો. તેનાથી પેઢાના દુઃખાવામાંથી રાહત મળશે તેમજ તેમાં રહેલા ફાઈટોકેમિક્લ્સ મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે.

ગ્લોઈંગ સ્કિન માટે-ચહેરા પરના દાગ-ઘબ્બાને દૂર કરવા માટે દરરોજ તેનું સેવન કરવું. તેનો રસ ચહેરા પર લગાવાથી ખીલ જેવી સમસ્યાથી છૂટકારો મળે છે. તેમજ તમને જાણીને નવાઈ લાગશે પણ કાકડીની છાલ ત્વચાને નિખારવામાં મદદ કરે છે. કાકડીની છાલ કાઢીને તેને સૂકવવા મુકવી. પછી તેને ક્રશ કરીને તેમાં લીંબુનો રસ મિક્સ કરવો. ત્યાર પછી તેમાં એલોવેરા જેલ મિક્સ કરવી અને એક વાટકીમાં સારી રીતે પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટમાં તમે એલોવેરાની જગ્યાએ ઘઉમનો લોટ પણ વાપરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવાથી ચહેરો ચમકદાર બને છે. તેમજ ખીલની સમસ્યાથી છૂટકારો મળે છે.

વાળનો ગ્રોથ વધરવા માટે-

તેમાં રહેલાં સિલિકોન અને સલ્ફર વાળ વધારવામાં મદદ કરે છે. તેનું દરરોજ સેવન કરવાથી વાળ લાંબા થાય છે અને ગ્રોથ પણ થાય છે. તેમજ જો તમે ઝડપથી વાળનો ગ્રોથ વધારવા માંગતા હોય તો કાકડીના જ્યુસને પાલકના જ્યુસ અને ગાજરના જ્યુસ સાથે મિક્સ કરીને પી શકો છો. તેનાથી તમારા વાળનો ગ્રોથ જલ્દીથી વધશે.

વજન ઓછું કરવા માટે-વજનને ઓછું કરવા માટે કાકડીનું સેવન કરવું. તેમાં રહેલ ફાઈબર અને પાણીથી ભૂખ ઓછી લાગે છે. તેમજ કાકડીથી વજન ઓછુ કરવા માટે તેને અલગ-અલગ રીતે તેનું સેવન કરી શકો છો. જેમ કે, અડધી કાકડીના ટુકડા કરીને તેમાં એક ચમચી લીંબુનો રસ મીક્સ કરીને તેણે પાણીમાં નાંખીને ફ્રીજમાં ઠંડુ થવા મુકી દો. ઠંડુ થયા પછી આ પાણી પીવું તેનાથી જલ્દીથી તમારું વજન ઓછું થઈ જશે. તેમજ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કાકડીનું સેવન કરવું અથવા તો સૂપ કે સલાડ બનાવીને પણ ખઈ શકો છો.

કબજિયાતની બીમારીને દૂર કરવા-

અયોગ્ય ખાવા-પીવાની આદતોને કારણે કેટલાંક લોકોને કબજિયાતની સમસ્યા થાય છે. કાકડીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે. તે સિવાય એસીડીટી અને પેટમાં બળતરા થતી હોય તો દરરોજ કાકડીનું સેવન કરવું તેનાથી અવશ્ય ફાયદો થાય છે. તેમજ પેટની સમસ્યાને દૂર કરવા માટે દહીંમાં કાકડી ક્રશ કરીને તેમાં સંચળ, જીરું, મીઠું અને હીંગ નાંખીને તેનું રાયતું બનાવીને તેનું સેવન કરવું. તેનાથી કબજિયાતની તેમજ પેટની સમસ્યાછી છૂટકારો મળશે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ 

માહિતી દરેક મિત્રો સાથે શેર કરો અને દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી