શરીરની રોગપ્રતિકારક ક્ષમતા અને હીમોગ્લોબીન વધારે છે આ ૬ વસ્તુઓ…

આપણા શરીરને વિવિધ પ્રકારના ચેપી રોગોથી બચાવવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિની જરૂરી માત્રા હોવી અતિશય આવશ્યક છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હોય, તો મોટાભાગના રોગો આપણા શરીરને નુકસાન પહોંચાડતા નથી. સારી પ્રતિરક્ષા માટે, આપણી પાસે સંતુલિત જીવનશૈલી રાખવી જોઈએ અને દૈનિક જીવનમાં નિયમિત રીતે પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

image source

એક હકીકત એવી છે કે શરીરના કોષોને જીવંત રહેવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. ઓક્સિજનયુક્ત રક્તકણો શરીરના વિવિધ ભાગોમાં હિમોગ્લોબિનનું વહન કરીને વિવિધ અંગો સુધી લઈ જાય છે. જ્યારે આયર્નની ઉણપ અને અન્ય કારણોસર શરીરમાં રક્ત કોશિકાઓ અને હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટાડે છે, ત્યારે એ સ્થિતિને એનિમિયા કહેવામાં આવે છે.

image source

રક્ત કોશિકાઓ અને હિમોગ્લોબિનની ઉણપને કારણે શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. ઓક્સિજનનો અભાવ આપણા શરીરના દરેક અવયવો અને મગજની કાર્ય કરવાની ક્ષમતા ઉપર અસર કરે છે.

image source

આજે અમે તમને એવા કેટલાક ડ્રાયફ્રૂટ્સ વિશે જણાવીશું જેમના સેવનથી શરીરની પ્રતિરક્ષા સુધરે છે, આંતરિક શક્તિ વધે છે અને તેને થોડા પ્રમાણમાં પણ નિયમિત રીતે ખાવાથી આપણાં શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર પણ વધે છે. આની મદદથી, આપણું શરીર ઘણા રોગો અને ચેપથી પોતાનું રક્ષણ કરી શકે છે.હિમોગ્લોબિનનું પ્રમાણ નીચું જવાથી એનિમિયાનું જોખમ રહે છે.

image source

એનિમિયાએ લોહીમાં થતી સૌથી સામાન્ય સમસ્યા છે. આપણા દેશમાં આયર્નની ઉણપને કારણે એનિમિયા સૌથી વધુ થતી તકલીફ છે. આપણાં લોકોમાં આ તકલીફ લગભગ ૯૦  ટકા એનિમિયા જોવા મળે છે. મોટે ભાગે આ એનિમિયા સ્ત્રીઓ અને બાળકોને વધારે થાય છે. એનિમિયાનું સૌથી મોટું કારણ આયર્નની ઉણપ છે. માત્ર મહિલાઓ જ નહીં પુરુષો અને નાના બાળકો પણ એનિમિયાથી પીડાય છે.

image source

એનિમિયાના લક્ષણોમાં ત્વચાનું પીળું પડી જવું, ભૂખ ન લાગવી અને ગભરાટ થયા કરવી, ચક્કર આવવા, સુસ્તી લાગવી, નબળાઇ તેમજ થાક અનુભવવો અને અન્ય ઘણી સ્વાસ્થ્યને લગતી તકલીફોનું કારણ બને છે. આટલું જ નહીં, એનિમિયા જાતીય સ્વાસ્થ્યને પણ અસર કરે છે. એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પુરુષોને દરરોજ ૮ મિલિગ્રામ આયર્નની જરૂર હોય છે, ત્યારે સ્ત્રીઓને ૧૮ મિલિગ્રામ આયર્નની જરૂર હોય છે.

image source

જ્યારે શરીરમાં આયર્નની કમી હોય છે ત્યારે માથાનો દુખાવો, ગભરાટ, મેમરી પરની અસરો અને એકાગ્રતામાં ઘટાડો જોવા મળે છે. આની સાથે, વ્યક્તિની કાર્યક્ષમતાને પણ અસર થાય છે. પરંતુ, આ લક્ષણો હોવા છતાં પણ ગભરાવાની કોઈ જરૂર નથી. લોહીમાં આયર્નની ઉણપ જણાવવી અથવા એનિમિયા થવો એ કોઈ એવો રોગ કે સમસ્યા નથી કે જે હલ કરી શકાય એમ નથી. તમે તમારા આહારમાં દિવસમાં માત્ર છ બદામનો સમાવેશ કરીને તેને સુધારી શકો છો. જી હા, આવો જાણીએ એવા કયા કયા સુકા મેવા છે જે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો સાથે ભરપૂર માત્રામાં આયર્ન પૂરું પાડે છે…

કાજુ

image source

કાજુ માત્ર ખોરાકમાં વિવિધ વાનગીઓમાં અને મીઠાઈઓમાં સારો સ્વાદ જ ઉમેરે છે એવું નથી, પરંતુ તેમાં અનેક પોષક ગુણધર્મો પણ છે. દસ ગ્રામ કાજુમાં ૦.૩ ગ્રામ જેટલું આયર્ન હોય છે. દરરોજ દસ ગ્રામ કાજુનું સેવન કરવાથી તમને પૂરતા પ્રમાણમાં આયર્ન મળે છે. કાજુની પ્રકૃતિ ગરમ હોય છે, તેથી ભારત જેવા ગરમ દેશમાં મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. લોહીની ઉણપના દર્દીઓએ શિયાળામાં રોજ કાજુ ખાવા જોઈએ. કાજુનો એક લાભ એ પણ છે કે તે પાચન શક્તિ વધારે છે. તેનાથી વધુ ભૂખ લાગે છે. તેમજ આંતરડામાં ભરેલો ગેસ બહાર આવે છે. નિયમિત રીતે કાજુનો પાઉડર દૂધમાં નાખીને પીવાથી તે ઉત્તમ પ્રોટિન અને આયર્નનો સ્ત્રોત બની રહે છે.

બદામ

image source

શેકેલા બદામના દસ ગ્રામ જથ્થામાં ૦.૫ મિલિગ્રામ આયર્ન હોય છે. બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ હોય છે, અને બદામનો આટલો જથ્થો ખાવાથી તમે માત્ર ૧૬૩ ગ્રામ કેલરીનો પ્રાપ્ત કરો છો. બદામ વિશે અન્ય ખોટી માન્યતાઓ એ પણ છે કે તેને ખાવાથી વજન વધે છે. પરંતુ એવું નથી રોજ થોડી પલાળેલી બદામ ખાવાથી શરીરને જોઈએ તેવા તમામ પોષક તત્વો મળી રહે છે.

ચિલગોઝા

image source

તેને અંગ્રેજીમાં પાઈન નટ્સ પણ કહેવાય છે. તે એક પ્રકારે બદામ જેવા જ લાગતા હોય છે. તે સારા પ્રમાણમાં શક્તિ વર્ધક તરીકે ખાઈ શકાય છે. તે શરીરને ગરમાવો પણ આપવામાં મદદ કરે છે. દસ ગ્રામ ચિલગોઝામાં ૦.૬ મિલિગ્રામ આયર્ન હોય છે. આ ડ્રાયફ્રૂટનું સેવન કાચા અથવા શેકેલા કરી શકાય છે. ચિલગોઝા લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારીને શરીરની પ્રતિરક્ષા કરવાનું કામ કરે છે.

પિંગલ ફળ

image source

પિંગલ ફળને પહાડોની બદામ પણ કહેવામાં આવે છે. પિંગલ ફળમાં આયર્નનો ઉચ્ચ સ્ત્રોત છે. ૧૪ ગ્રામ જેટલા પિંગલ ફળમાં ૦.૭ મિલિગ્રામ આયર્ન હોય છે. એટલું જ નહીં, તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી પણ વધુ પ્રમાણમાં હોય છે. આ બધા એક સાથે પોષક તત્વો મળી રહેતા હોય એવી ખાદ્ય વસ્તુ આપણા શરીરને સ્વસ્થ બનાવે છે.

મગફળી

image source

મગફળી અને તેમાથી બનતા બટરની બે ચમચીમાં ૦.૬ મિલિગ્રામ આયર્ન હોય છે. મગફળીના માખણમાં ચરબીનું પ્રમાણ માત્ર ઓછું નથી, પરંતુ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ આપણા સ્વાસ્થ્ય પર ખૂબ હકારાત્મક અસર કરે છે. મગફળીના બી અને તેનું તેલ પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે સરળતાથી મળી આવે તેવું અને સૌથી સસ્તુ તેલીબિયું કહેવાય છે. તેથી તેનો ઉપયોગ તમારા ભોજનમાં નિયમિત રીતે વિવિધ વાનગીઓમાં ઉમેરીને કરવો જોઈએ.

પિસ્તા

image source

જ્યારે આર્યન પ્રાપ્ત થઈ શકતું હોય એવા સુકા મેવાની વાત આવે છે, ત્યારે પિસ્તા ચોક્કસપણે આ સૂચિમાં શામેલ છે. ૨૮ ગ્રામ પિસ્તામાં ૧.૧ મિલિગ્રામ જેટલું આયર્ન હોય છે. પિસ્તા ભારતમાં સરળતાથી મળી રહે છે. પિસ્તામાં આયર્ન તેમજ મેગ્નેશિયમ અને વિટામિન બી હોય છે. એક વાતનું ધ્યાન રહે કે આ ડ્રાય ફ્રુટનો સંતુલિત માત્રામાં વપરાશ કરવો જોઇએ. તેનું પુષ્કળ માત્રામાં સેવન કરવાથી મેદસ્વીપણાની સાથે સ્વાસ્થ્ય સંબંધી અન્ય કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ