ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી થાય છે એક નહિં પણ અઢળક ફાયદાઓ, પહેલા જાણી લો તમે પણ

ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે, જાણો છો? ફટાફટ વાંચી લો તેના ચમત્કારિક લાભ…

image source

તમને ખ્યાલ જ હશે કે આપણાંમાં રીવાજ છે કે નવજાત જન્મેલા બાળકને બાળપિયામાં તેમના પરિવારના વડીલો તરફથી આશીર્વાદ રૂપે ચાંદીનો વાટકો, ચમચી અને પ્યાલો અપાય છે. કોઈ ચાંદીનો ઘુઘરો કે ચુસણીયું પણ આપે છે.

જાણો છો? આવું શા માટે આપણાં દાદી – નાની ઘરમાં જન્મેલા નવજાતને ચાંદીની એવી વસ્તુઓ આપે છે જે સીધું મોંમાં મૂકી શકાય અથવા તેમાં ભોજન કરી શકાય છે?

તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે ચાંદીના વાસણમાં પાણી કે દૂધ પીવાથી શિશુ અનેક રોગોથી બચી શકે છે. ચાંદીમાં અનેક પ્રકારના રોગોની સામે રક્ષણ આપવા જેવું તત્વ રહેલું છે.

image source

તે બાળકને અંદરથી રોગપ્રતિકારક શક્તિ આપીને તેને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. આજે પણ વડીલો ચાંદીના વાસણમાં પાણી પીવા અથવા જમવાની ભલામણ કરે છે.

ચાંદીમાં રહેલ ઔષધિય ગુણો માત્ર નાના બાળકોને જ માટે નહીં પરંતુ મોટાં લોકોને માટે પણ ગુણકારી હોય છે પરંતુ આપણાં દૈનિક જીવનમાં દરરોજ ચાંદીના વાસણોમાં જવમું સૌ કોઈ માટે શક્ય નથી પણ હોતું.

તેથી જો બની શકે તો ફક્ત દિવસમાં એકવાર પણ ચાંદીના પ્યાલા કે ગ્લાસમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી નિવડી શકે છે.

image source

ચાલો, આજે અમે તમને જણાવીએ કે ચાંદીના વાસણમાં પાણી પીવાથી કે જમવાથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે…

તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

દરરોજ સવારે ખાલી પેટ પર ચાંદીના વાસણમાં પાણી પીવાથી મેટાબોલિઝમને સિસ્ટમમાં સુધારો જોવા મળે છે. પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. જેને કારણે આ ટેવ નિયમિય રીતે અપનાવવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ચાંદીના વાસણો બેક્ટેરિયાથી મુક્ત છે.

image source

સિલ્વરવર 100% બેક્ટેરિયાથી મુક્ત છે, તેમાં પાણી પીવાથી ઇન્ફ્રેક્શનનું જોખમ રહેતું નથી.

પરંતુ જ્યારે આપણે એન્ટી બેક્ટેરિયલ સિલ્વરવરનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે ચાંદીમાં રહેલ સ્વાસ્થ્યપ્રદ તત્વો પણ આપણાં શરીરમાં જાય છે, જે રોગપ્રતિકારક શક્તિને પણ વાધારો કરવામાં લાભ આપે છે અને અનેક રોગો સામે રક્ષણ આપે છે.

શરદીથી બચાવે છે.

 

image source

ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી શરદી અને કફની સમસ્યા દૂર થાય છે. જી હા, આપને નવાઈ લાગશે કે આવું કઈ રીતે?

પરંતુ તેમાં પાણી પીવાથી શરીરમાં અંદર રહેલ ચેપ અને વાઈરસને દૂર કરીને શરીરને અંદરથી સ્વસ્થ રાખે છે. સાથો સાથ, તેનો ઉપયોગ કરવાથી પિત્ત વધવાની સમસ્યા હલ થાય છે. જેને કારણે કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે.

સિલ્વરવર ફિલ્ટરનું કામ કરે છે.

image source

આ પ્રકારના વાસણો કુદરતી રીતે બિન-ઝેરી હોય છે, તેથી પાણી, દૂધ અથવા અન્ય કોઈ પ્રવાહીને ચાંદીના વાસણમાં રાખવાથી તેમનામાં તાજગી આવે છે.

તે એકદમ ફ્રેસ રહે છે અને એન્ટી બેક્ટેરિયલ થવાથી સાથે ફિલ્ટર્ડ પણ થઈ જાય છે. પહેલાના સમયમાં પાણીને સાફ કરવા માટે પાણીના ફિલ્ટર્સ નહોતા.

આવી સ્થિતિમાં, લોકો પાણીને સાફ અને શુદ્ધ કરવા માટે માત્ર ચાંદીના વાસણોનો ઉપયોગ કરતા, જેથી તેમની શુદ્ધતા જળવાઈ રહે.

શરીરને ઠંડક મળે છે.

image source

ચાંદીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરમાં ઠંડક જાળવી રાખી શકે છે, જે શરીરની અંદરનું તાપમાન નિયંત્રિત રાખે છે. જ્યાં ગરમી વધુ હોય એવા પ્રદેશોમાં આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક રહે છે.

તે એનિમિયા સામે લડવામાં મદદ કરે છે.

ચાંદીમાં રહેલ ઔષધિય ગુણો શરીરમાં નવા કોષો બનાવવામાં સક્રીય રીતે મદદરૂપ થાય છે અને એનિમિયા પણ મટાડે છે. આ સાથે અકારણ થાક લાગવો અને પાચનને લગતી જુદી જુદીસમસ્યાઓ પણ દૂર કરે છે.

તાણથી મુક્તિ આપે છે.

image source

ચાંદીના વાસણમાં દરરોજ પાણી પીવાથી મન શાંત રહે છે, ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ક્રોધ ઓછો થાય છે. જે તાણથી બચી શકાય છે. આ એક પ્રકારે સ્ટ્રેસ બુસ્ટર પણ કહી શકાય છે.

ચાંદીના પ્યાલામાં પાણી પીવાથી યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે અને આંખોની સમસ્યાઓથી પણ રાહત આપે છે.

આનું પાણીથી આંખો ધોવાથી બળતરામાં પણ રાહત આપે છે. કેમ કે તે પાણી કુદરતી રીતે જ ઠંડું પડી ગયું હોય છે.

8. કિડની અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

image source

શરીરની આંતરિક શુદ્ધિ માટે ચાંદીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી પાચનતંત્ર સુધરવાથી કબજિયાતમાં રાહત થાય છે તેમજ લીવર અને કિડનીને પણ સ્વસ્થ રાખે છે. કારણ કે તે શરીરના કોષોની અને રક્તની શુદ્ધિ કરીને દરેક અંગોનું કાર્ય સરળ બનાવવામાં ફાયદાકારક છે.

વૃદ્ધત્વ ઘટાડીને તેની સાથેની અન્ય સમસ્યાઓ દૂર કરે છે…

ચાંદીના વાસણમાં રાખેલ પાણી એન્ટી ઓકિસડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ હોવાને કારણે ચાંદીના વાસણમાં પાણી પીવાવાળા વ્યક્તિનું વૃદ્ધત્વની ગતિને અવરોધે છે.

image source

કહેવાય છે કે જે લોકો ચાંદીના વાસણમાં પાણી પીએ છે તેમના ચહેરા પરની રેખાઓ, ડાર્ક સર્કલ્સ અને કરચલીઓ જેવી સમસ્યાઓ થતી નથી. ઉપરાંત, તે ચહેરા પર ગ્લો પણ જાળવી રાખે છે.

ચાંદીમાં ઘણાં ગુણધર્મો છે, તેથી ચાંદીના વાસણનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. જીવનમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ જાણતાં છતાં આપણે તેનો ઉપયોગ કરતા નથી, પરંતુ જો આપણે તેનો ઉપયોગ કરીએ તો તે ખૂબ જ સારી વસ્તુ હોવાને કારણને આપણે જરૂર ફાયદો કરે છે.

આ ચાંદીના વાસણોનો પ્રયોગ પણ ચોક્કસથી કરી જોજો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ