ઉનાળામાં નારિયેળ પાણી પીવાથી થતા ફાયદા

ઉનાળામાં નારિયેળ પાણી પીવાથી થતા ફાયદા

નારિયેળ પાણી એ એક ખુબ જ સ્વાદિષ્ટ અને ઓછી કેલેરીવાળું કુદરતી પીણું છે. જેને આખી દુનિયામાં લગભગ બધી વયના વ્યક્તિઓ પીતા હોય છે. નારિયેળ પાણી એ ખુબ જ પ્રખ્યાત તેમજ પાણીનો વિકલ્પ છે. ગરમી ના દિવસોમાં નારિયેળ પાણીનો ઉપયોગ ખુબ સારો રહે છે. તેથી ડિહાઈડ્રેશન સામે રક્ષણ મળે છે.

પાકા નારિયેળ કરતા કાચા નારિયેળનું પાણી વધુ લાભદાયી હોય છે. જે એન્ટીઓક્સીડન્ટ, એંજાઈમો, એમિનો એસિડ, વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન સી, આયર્ન, કેલ્શિયમ, પોટેશીયમ, મેગ્નેશીયમ, મેંગેનીઝ, ઝીંક આદિ વિટામીન્સ અને મિનરલ્સ થી પરિપુર્ણ છે.

1. બ્લડ પ્રેશર ઓછું કરે –

વિટામીન સી, પોટેશીયમ, મેગ્નેશીયમ થી ભરપુર હોવાને કારણે નારિયેળ પાણી હાઈ બ્લડ પ્રેશરને ઘટાડે છે. માટે હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવું હોય તો રોજ એક કપ તાજું નારિયેળ પાણી દિવસમાં બે વાર પીવું.

2. શરીરમાં પાણીની કમીને પુરું કરે –

ઝાડા, ઉલ્ટી કે વધુ પડતા પરસેવાથી શરીરમાં પાણીની કમી સર્જાય છે. જેને પુરું કરી શરીરને તાકાત આપવા નારિયેળ પાણી પીવડાવવામાં આવે છે. નારિયેળ પાણી કાર્બોહાઈડ્રેટ નો ખુબ સારો સ્ત્રોત છે. જે આપણી ઉર્જાનો સ્તર વધારે છે.

3. હૃદય રોગનું જોખમ ઘટાડે –

નારિયેળ પાણી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી સારા કોલેસ્ટ્રોલ નો શરીરમાં વધારો કરે છે. જે હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તેમજ તેમાં રહેલ એન્ટીઓક્સીડન્ટ, સોજા ઓછા કરનારો અને એન્ટીપ્લેટલેટ ગુણધર્મો રક્તાભિષરણ વધારે છે.

4. હેંગઓવર ઉતારે –

હેંગઓવર ઉતારવા માટે નારિયેળ પાણી ખુબ સારો કુદરતી ઉપાય છે. દારૂથી શરીરમાં પાણી ઓછું થાય છે અને તેથી શરીરમાં થાક વર્તાય છે. ઉદાસીનતા આવે છે. નારિયેળ પાણીમાં ખુબ મોટા પ્રમાણમાં પોટેશીયમ મળી રહે છે જે દારૂથી શરીરમાં ઉભી થયેલ અછત પુરી કરી શરીરને ઉર્જા આપે છે.

5. વજન ઓછું કરવામાં મદદરૂપ –
નારિયેળ પાણી વજન ઓછું કરવા માટે ખુબ સારું પીણું છે. તેમાં કેલેરી ઓછી હોવાથી પચવામાં પણ હલકું હોય છે. તેના સેવનથી ખોરાક ખાવાની ઈચ્છા ઓછી થાય છે. તે માટે દિવસમાં ત્રણ-ચાર વાર નારિયેળ પાણી પીવું.

6. માથાના દુઃખાવામાં રાહત આપે –

મોટા ભાગના માથાના દુઃખાવાઓ તેમજ માઈગ્રેન પણ શરીરમાં પાણીની કમી સર્જાવાથી થતી હોય છે. એવામાં નારિયેળ પાણીનું સેવન શરીરમાં જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ પુરું પાડે છે. તેમજ તેમાં રહેલ મેગ્નેશીયમ માઈગ્રેન કે અન્ય માથાના દુઃખાવામાં રાહત પહોંચાડવાનું કાર્ય કરે છે.

7.ગર્ભાવસ્થા માટે લાભદાયી –

ગર્ભાવસ્થામાં ગર્ભવતી મહિલાઓને અનેક પ્રકારનામિનરલ્સ – પોષક તત્વોની આવશ્યકતા હોય છે જે ફક્ત મહિલા જ નહી પરંતુ તેના પર નિભેલા ગર્ભસ્થ શિશુના આરોગ્ય માટે પણ જરૂરી છે. આવામાં નારિયેળ પાણી એક કુદરતી અને પોષક તત્વોથી ભરપુર લવણયુકત પીણું છે. ગર્ભાવસ્થા માં થતા વિવિધ સિકનેસ દુર કરે છે.

8. ડાયાબિટીશ નો ઉપચાર કરે –

નારિયેળ પાણીમાં એમિનો એસિડ, ફાયબર હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરી ઈનસ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા વધારે છે. જે ડાયાબિટીક લોકો માટે લાભદાયી છે.

9. વિષેલા તત્વો બહાર ફેંકે તેમજ ગુદા માર્ગે થતી પથરીનું જોખમ ઘટાડે –
નારિયેળ પાણી કુદરતી મુત્રવર્ધક ના રૂપે કાર્ય કરે છે. જે મુત્ર ઉત્પાદન વધારી શરીરમાંના વિષેલા પદાર્થોને બહાર ફેંકે છે. જે મુત્રમાર્ગ માં થતી સંક્રમણ જેવી સમસ્યાઓને પણ રોકવામાં મદદ કરે છે. નારિયેળ પાણી માં રહેલ ઉચ્ચ મિનરલ્સ, પોટેશીયમ, મેગ્નેશીયમ ગુદા માર્ગે થતી પથરીનું જોખમ ઘટાડે છે.

10. ત્વચાને તાજગી આપે, કાંતિવાન બનાવે –

નારિયેળ પાણી ત્વચાને પોષણ અને ભેજ પુરુ પાડી ત્વચાને કાંતિવાન બનાવે છે.

ટીપ્પણી