ઊંટણીના દુધના છે અનેક ફાયદા, જાણો એકદિવસમાં કેટલું દૂધ આપે છે ઊંટણી..

ઊંટને રણપ્રદેશનું જહાજ કહેવામાં આવે છે. આ રણ પ્રદેશમાં ઊંટ એટલી લાબી સફર ખેડી લે છે. પરંતુ ઊંટ માત્ર જહાજ તરીકે કામ નથી આવતું. ઊંટ અન્ય રીતે પણ ઉપયોગી સાબિત થાય છે. ઊંટણી દૂધ સફેદ સોનું કહેવામાં આવે છે. માત્ર ભારતમા જ નહિ, પંરતુ યુનાઈટેડ અરબ અમીરાતમાં પણ ઊંટણા દૂધની બહુ જ માંગ છે. તેને પીનારા લોકોની સંખ્યા બહુ જ વધી રહી છે. ઊંટણીનું દૂધ દિવસમાં બે વાર કાઢવામાં આવે છે અને ઊંટણી એક દિવસમાં અંદાજે 7 લિટર સુધી દૂધ આપે છે.

ગાયના દૂધની સરખામણીમાં તેમાં અડધું ફેટ વધારે હોય છે. ઊંટણીના દૂધથી વર્ષ 2008માં ચોકલેટ બનાવવાની શરૂઆત કરાઈ હતી. દૂબઈમાં ઊંટણીના દૂધથી ચોકલેટ બનાવનાર કંપનીનું નામ અલ નાસમા છે.
વિવિધ રિસર્ચમાં સામે આવ્યું છે કે, જો તમે કોઈ નબળા દિમાગવાળા બાળકને ઊંટણીનું દૂધ પીવડાવો છો, તો તેનું દિમાગ તેજ થઈ જશે.

રેકા જનજાતિના લોકો પર કરવામાં આવેલ એક રિસર્ચ મુજબ, એક માહિતી સામે આવી છે કે, આ જનજાતિના કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ નથી અને તેનું કારણ એ છે કે તેઓ રોજ ઊંટણીનું દૂધ પીએ છે.

ઊંટણીના એક લિટર દૂદમાં 52 ટકા ઈન્સ્યુલિન હોય છે.

તમને જાણવું ગમશે કે, ઊંટણીના દૂધના ફાયદા જોતા તેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં કરવામાં આવી રહ્યો છે.


ભારતમાં રાજસ્થાન, અમદાવાદ, સુરત, પૂણે અને મુંબઈમાં આ દૂધની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્રો સાથે..

ટીપ્પણી