કામની ચીજ છે વેસેલીન, ઘરમાં તેના જાદુઈ ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે તમને…

વેસેલીનનો ઉપયોગ મોટાભાગ ઠંડીમાં કરવામાં આવે છે, જેથી ફાટેલી ત્વચા પર નરમાશ લાવી શકાય. આ ઉપરાંત વેસેલનીનો ઉપયોગ બ્યૂટી ટ્રીટમેન્ટ પણ કરી શકાય છે. જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને વેસેલીનના ઉપયોગથી થતી નાની નાની ટ્રીક્સ બતાવવા જઈ રહ્યાં છે. જે તમારી રોજિંદી જિંદગીમાં કામ આવી શકે છે. જે તમારો સમય પણ બચાવી શકે છે. તમે વેસેલીનથી ઘરના એવા કામ કરી શકો છો, જે તમને પણ જાદુ જેવા લાગશે. જેનાથી તમારો સમય અને રૂપિયા બંને બચશે.

સીડીનું સ્ક્રેચ ઉતારશે
સીડી કે ડીવીડી પર સ્ક્રેચ આવવાથી તે સારી રીચે ચાલી નથી શક્તા, તેથી તેના પર વેસેલીન અપ્લાય કરો. આવું એક-બે-ત્રણ વાર કરો. આવી રીતે દરેકવાર ક્લિન કરો. તેનાથી સીડી અને ડીવીડી સારી રીતે ચાલશે.

ખરાબ ઝીપ પર લગાવોજો તમારી ચેઈન ખરાબ થઈ ગઈ છે, તો તેના પર થોડુંક વેસેલીન અપ્લાય કરો. વેસેલીનની ગ્રીસી નેચરને કારણે ચેઈન સારી રીતે કામ કરશે.

લેધર શૂઝની ચમક વધારેલેધર શૂઝ કે કોઈ અન્ય ફૂટવેર પર કોઈ પણ પ્રકારના સ્ક્રેચિસ આવ્યા છે, તો તેના પર વેસેલીન લગાવો. બધા નિશાન ગાયબ થઈ જશે અને શૂઝ ચમકશે.

આર્ટિફિશ્યલ ઈયરિંગ્સની એલર્જિ

અનેક લોકોના કાન બહુ જ સેન્સેટિવ હોય છે. જ્યારે તે આર્ટિફિશ્યલ ઈયરિંગ્સ પહેરે છે, તો કાનમાં ઈરિટેશન થવા લાગે છે. જો તમને પણ એવું થાય છે તો ઈયરિંગ્સ પહેરતા પહેલા કાનો પર વેસેલીન લગાવો.

રિંગ નીકળાવાના કામમાંજો આંગળીમાં રિંગ ફસાઈ ગઈ છે અને તે નીકળી નથી રહી તો આવામાં પહેલી આંગળી પર વેસેલીન લગાવો અને પછી ધીરે ધીરે મૂવ કરવાનો પ્રયાસ કરો. રિંગ્સ આસાનીથી નીકળી જશે.

પેઈન્ટના રંગથી બચાવશે

દવાજા પર પેઈન્ટ કરી રહ્યા છો, તો પહેલા નોબ પર વેસેલીન લગાવો. ગ્રીસી હોવાને કારણે નોબ પર પેઈન્ટ પડ્યું હશે તો પણ તે ખરાબ નહિ થાય, અને આસાનીથી જ સાફ થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર… તો તમે લાઇક કર્યું કે નહિ…

ટીપ્પણી