આ રીતે વેલણ વિના પણ વણી શકાશે રોટલી, વીડિયોમાં છોકરીને જોઈને કરી જશો કમાલ

ભારતીય ઘરોમાં ખાવાનું એક અલગ પરંપરા રહી છે. આ સિવાય પણ એમ કહેવાની જરૂર નથી કે બે ટંકના ભોજનમાં બંને ટંકમાં રોટલી કે ભાખરી તો ભાણામાં હોય જ છે. આ સમયે આ એક મોટું કામ બની જાય છે. રોટલીને ભારતીય વ્યંજનમાં ખાસ ભાગ માનવામાં આવે છે. આજકાલ તો રોટલીના પણ અનેક પ્રકાર આવી ચૂક્યા છે. રોટલી, ભાખરી, નાન, થેપલા અને ન જાણે અન્ય કેટલાય નામ હોય છે. પરંતુ આજે આપણે વાત કરીશું સિમ્પલ રોટલી જે આપણે દાળ, ભાત અને શાક સાથે ખાઈએ છીએ. જો કે એકદમ પરફેક્ટ ગોળ અને પાતળી રોટલી વણવી એ પણ એક કળા છે.

રોટલી બનાવવાની ખૂબી અનેક મહિલાઓમા પહેલાથી હો છે. તેમની રોટલી એવી સરસ રીતે આડણી પર ફરે છે કે તમે જોતા જ રહી જાઓ. પાતળી અને મુલાયમ રોટલી તમારી દાઢમાં વળગી જાય. એવામાં ગોળ રોટલી બનાવવા માટે રોલિંગ પિન એટલે કે વેલણ અને રોલિંગ બોર્ડ એટલે કે આડણીનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઘરમા આ આડણી વેલણ પણ અલગ અલગ હોય છે. કોઈ જાડા વેલણ વાપરે છે તો કોઈ પાતળા. કોઈ લોખંડ, સ્ટીલ કે લાકડાની સાથે સાથે આરસની આડણીઓનો ઉપયોગ કરતા જોવા મળે છે. પરંતુ કળા ત્યાં છે જ્યારે કોઈ પણ આડણી વેલણ પર તમે ગોળ રોટલી વણી શકો.

આ સમયે સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી રોટલી બનાવી રહી છે. આ વીડિયોની ખાસિયત એ છે કે વીડિયોમાં છોકરી વેલણ વિના રોટલી વણી રહી છે. સૌ પહેલા તો તે તૈયાર લોટનો લૂઓ કરીને તેને આડણી પર રાખે છે. આ સાથે તેને પ્લાસ્ટિકની શીટથી ઢાંકી દે છે. આ પછી ઉપર એક સ્ટીલની પ્લેટ રાખે છે અને તેને ચારે તરફથી સારી રીતે દબાવી દે છે. જ્યારે તે પ્લેટને ઉપર કરે છે ત્યારે તેને એકદમ ગોળ રોટલી મળે છે.

વેલણ વિના રોટલી વણી લેવાનો આ યુવતીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ દેશી જુગાડને પસંદ કરી રહ્યા છે. આ પહેલા એક કિચન હેક વાયરલ થયો હતો જે લસણના છોતરાને લઈને હતો. તેની મદદથી જલ્દી જ એટલે કે સેકંડોમાં લસણ છોલા જતું હતું. વીડિયોના અનુસાર તમારે ફૂલ સાઈઝ લસણ લેવાનું હતું અને તેને ધારદાર ચપ્પાની મદદથી હોરિઝોન્ટલ કાપી લેવાનું હતું. આ પછી તેને છોતરા સાથે ચોપિંગ બોર્ડ પર રાખી લેવાનું હતું. હવે તેની ઉપરની તરફ ચોપિંગ બોર્ડ અને નીચેની તરફ લસમ અડે તે રીતે રાખી લો. આ પછી ચપ્પાની ફ્લેટ સાઈડને લસણની ઉપર સામાન્ય રીતે પ્રેસ કરો. તેનાથી તે જાતે જ છોલાઈ જશે અને તમારી મહેનત પણ ઓછી થશે.

તો હવે તમે વેલણ વિના પરફેક્ટ ગોળ રોટલી કેમ બનાવવી તે અને ફટાફટ સેકંડોમાં લસણ કઈ રીતે છોલવું તે સોશ્યલ મીડિયા પર જાણી લીધું હશે. તો તમે પણ હવેથી આ રીતે રોટલી બનાવી લેશો તો તમારું કામ પણ જલ્દી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong