જલ્સા કરોને જેંતીલાલ

15 વર્ષ પહેલા આ વસ્તુઓ હતી આપણાં જીવનનો મહત્વપુર્ણ હિસ્સો, આ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો સાચી વાત..

મિત્રો, સમય જેમ-જેમ આગળ વધતુ જાય છે તેમ-તેમ પોતાની સાથે જ તે અનેકવિધ પ્રકારના પરિવર્તન પણ લાવતુ જાય છે. જો આપણે ઇચ્છીએ તો પણ આપણે સમયને પરિવર્તિત થવાથી અટકાવી શકતા નથી અને તે પણ અત્યંત આવશ્યક છે પરંતુ, સમયની સાથે આવી રહેલા પરિવર્તનને આપણે સારુ કહીએ કે ખરાબ તે કહેવુ ખુબ જ મુશ્કેલ છે કારણકે, સમય બદલાય તેની સાથે-સાથે જ આપણી જીવનચર્યા ખુબ જ બદલાતી જઈ રહી છે.

image source

તેમનો શારીરિક શ્રમ ખુબ જ ઓછો થઈ ચુક્યો છે અને સ્માર્ટ વર્ક પણ ખુબ જ વધી ગયુ છે. ફક્ત આપણી આદતો જ નહી પરંતુ, ઘરની અનેકવિધ નાની-મોટી ચીજવસ્તુઓમા પણ પરિવર્તન આવી ચુક્યુ છે. ચાલો એક નજર આપણે આ સમય પ્રમાણે બદલતી વસ્તુઓ પણ કરી લઈએ.

image source

પહેલાના સમયમા જ્યારે લોકો એકસાથે બેસતા હતા ત્યારે પબ્જી નહી પરંતુ, કેરમ રમીને ભરપૂર એન્જોય કરતા હતા. આ મ્યુઝિક એપ હતી નહી પરંતુ, આવી ઓડિયો કેસેટનો ખજાનો આપણી પાસે જરૂર હતો.

image source

દરેક ઘરમા એક હીરો અથવા તો એટલાસ સાઇકલ આપણી શાન વધારતી હતી. આ કી-બોર્ડ વાળી વિડીયો ગેમ આપણુ સૌથી પહેલુ સ્માર્ટ ગેજેટ હતુ.

image source

ફેસબુક શું છે તે કોઈપણ વ્યક્તિને ખ્યાલ નહોતો પરંતુ, આજે અહી સમય પસાર કરવો લોકોને ખુબ જ મજા આવે છે. ઇંક પેનથી હાથ ગંદા કરવાનો અનુભવ પણ કંઈક અલગ જ હતો.

image source

આજની આ ડીટુએચ વાળી જનરેશનને શું ખબર હોય કે એન્ટેના ફેરવી-ફેરવીને ટીવી જોવાનો આનંદ કેવો હતો? એક દિવસમાં અઢળક સેલ્ફી નહી પરંતુ, આ રીલ વાળા કેમેરામાં ગણી-ગણીને ફોટો ક્લિક થતી હતી.

image source

મજાક માટે તો લેન્ડલાઈન ફોન જ શ્રેષ્ઠ વિકલ્પ માનવામા આવતો હતો. આ બુક્સના કવર જોઈને કોઈપણ વિદ્યાર્થીને જજ કરવામા આવતા હતા. પીઝા બર્ગર તો બસ ફક્ત ટીવીમા જ તમને જોવા મળતા હતા. આ સ્વીચ પર કપડા ટીંગાડવા માટેનો જુગાડ પણ થઈ જતો હતો. આ લેટર બોક્સ હજુ પણ આપણે ભૂલી શકતા નથી.

image source

કબાટના દરવાજા પર પણ આપણને મનપસંદ સ્ટીકર લગાવવા ખૂબ જ પસંદ આવતા હતા. ડેકોરેશન કરવા માટે પહેલાના સમયમા સચિન, દ્રવિડ અથવા ગાંગુલીના પોસ્ટરનો સૌથી વધારે ઉપયોગ કરવામા આવતો હતો. ભોજન બળીને ચોટી જાય તો વાસણ ઘસીને ચમકાવવામાં આવતા હતા પરંતુ, એવો કોને ખ્યાલ હતો કે, હવે નોનસ્ટિક વાસણ પણ મળતા થઇ જશે. આ બલ્બ પ્રકાશ ઓછો અને લાઈટ બિલ વધારે આપતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version