“બીટરૂટ કબાબ” – બીટની એક નવીન અને ટેસ્ટી રેસીપી..

“બીટરૂટ કબાબ”

સામગ્રી:

1 મોટું બીટ,
1મોટું બટેકુ,
1/4 tsp હલદર,
1/2 tsp લાલ મરચું,
1 tsp વરીયાલી પાવડર,
1/2 tsp ગરમ મસાલા,
1 tsp ધનીયા પાવડર,
1 tsp ચાટ મસાલા,
1 tsp આમચૂર પાઉડર or 1 tsp લિમ્બુનો રસ,
1 લીલું મરચું,
1 tsp બ્લેક સોલ્ટ,
1 tsp આદુંનુ છીણ,
2 બ્રેડ સ્લાઇસ,
1/2 કપ શેકેલ રવો,

રીત:

સૌ પ્રથમ કુકરમા બટેકા અને બીટ લઈ મીઠું ઉમેરી 4-5 સિટી કરી બાફી લેવા.
જો બીટ અધ્ધકચરા ચડેલા હોય તો છિણિ લેવા.
બટેકાનો છુઁદો કરી લેવો.
તેમા બધા સ્પાઇસ, લીલું મરચું, મીઠું અને બ્રેડને પાણીમા પલાડી નિતારીને ઉમેરવી.
બધુ હાથ વડે મિક્ષ કરી ટિક્કિનો શેપ અથવા સ્કુવરમા લામ્બા લમ્બગોળ શેપમા પણ બનાવી શકાય.
પછી શેકેલ રવામા રગદોલી લેવા.
પછી પેનમા તેલ લઈ ગોલ્ડન બ્રાઉન ક્રીસ્પ થાય ત્યાંસુધી શેલો ફ્રાય કરી લેવા.
બીટરૂટની ચટણી જોડે ગરમ ગરમ સર્વ કરવુ.

રસોઇની રાણી: દિપીકા ચૌહાણ (નડિયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી