ફટાફટ બની જતાં “બીટાલુ સ્ટફ પરાઠા” , બનાવો તમારા બાળકો ખુશ થઇ જશે

બીટાલુ સ્ટફ પરાઠા

 સાંજે જો ગરમા-ગરમ  ટેસ્ટી પરાઠા મળી જાય તો, તો આખો દિવસ સુધરી જાય. બસ એટલે જ અમે તમારું ધ્યાન રાખીને લાવ્યા છીએ બીટાલુ સ્ટફ પરાઠા, તો માણો યમ્મી પરાઠાની રેસિપિ.

સામગ્રી:

લોટ માટે:

૩ કપ ઘઉંનો લોટ,
મીઠું,
તેલ,
હુંફાળું પાણી,

સ્ટફ માટે:

૩ મોટા બાફેલા બટેકા,
૧ બાફેલ બીટ,
૧ મોટી ઝીણી સમારેલી ડુંગળી,
લીલા મરચાની પેસ્ટ,
ઝીણી સમારેલી કોથમીર,
૧ tsp આમચૂર પાઉડર,
મીઠું જરૂર મુજબ,
તેલ,

રીત:

સૌ પ્રથમ બટાકા,બીટ,ડુંગળી,કોથમીર,લીલા મરચાની પેસ્ટ,આમચૂર પાઉડર મીઠું નાખી મિક્ષ કરી લેવું.
સ્ટફના નાના નાના ગોળા વાળી લેવા.
પરાઠાનો લોટ બાંધી,તેના લુવા કરી લેવા.
હવે અટામણ લઈ નાની રોટલી વણી તેમાં સ્ટફ મૂકી પોટલી વાળી પાછું લુવું બનાવી વણી લેવું .
હવે નોન સ્ટીક પેનમાં આ પરોઠું લઇ તેલ વડે ગુલાબી શેકી લેવું.
તો તૈયાર છે બીટાલુ સ્ટફ પરાઠા.
પરાઠાને દહીંની ચટણી જોડે સર્વ કરવું.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી