મધમાખી કરડે કે તરત કરજો આ ઉપાય નહીતો સામનો કરવો પડશે અસહ્ય પીડાનો…

મધમાખી ઉડનારું એક એવું જીવ છે, જે પોતાનો મધપુડો બનાવે છે. તે હંમેશા પોતાનો મધપૂડો ઘરની છત કે વૃક્ષના મોટો થડ પર બનાવે છે. અનેકવાર જો તમે તેના મધપૂડા પાસે જાઓ તો તે ડંખ મારી દે છે. તેનો ડંખ બહુ જ ઝેરીલો હોય છે. તેના ડંખથી તમને તેજ દર્દ અને બળતરા થાય છે, અને ડંખવાળી જગ્યા પર સૂજન પણ થઈ જાય છે. પરંતુ જો સમય રહેતા તેના ડંખને કાઢવામાં ન આવે તો કેટલાક ઘરેલુ ઉપાયો દ્વારા ઉપચાર કરી શકાય છે, જે બળતરા અને ફેલતા ઝેરને ઓછું કરી શકે છે. તો જાણી લો આ ટિપ્સ.

ડંખ કાઢવા માટેમધમાખી ડંખ માર્યા બાદ તેના ડંખને શરીરમાંથી બહાર કાઢવાની જરૂર છે. પંરતુ ધ્યાન રાખો કે, તેને હાથથી બહાર કાઢવાનો પ્રયાસ ન કરો. કેમ કે, તેનાથી હાથમાં ઝેર ફેલાઈ શકે છે. કોઈ કાર્ડ કે ધાતુનો પ્રયોગ કરીને ડંખ કાઢો.

ઠંડુ પાણી કે બરફમધમાખી ડંખ માર્યા બાદ ઠંડુ પાણી બહુ જ ફાયદાકારક હોય છે. ડંખ લાગવા પર ડંખવાળી જગ્યાને તરત ઠંડા પાણીમાં ઓછામાં ઓછું 5 મિનીટ સુધી રાખો. ઠંડક રક્ત વાહિકાઓને સંકોળે છે અને દર્દ અને ખંજવાળીને સુન્ન કરી દેશે. ડંખવાળી જગ્યા પર કપડામાં બરફને બાંધીને 10 મિનીટ સુધી હળવુ રગડો. તેનાથી તમને તરત રાહત મળશે.

મધમધ પણ પોતાના એન્ટી-બેક્ટેરીયલ ગુણોને કારણે મધમાખીના ડંખ મારવા પર તેના ડંખની અસરને ખત્મ કરી દે છે. તેથી ડંખવાળા હિસ્સામાં મધને સારી રીતે લગાવીને છોડી દો. દર્દ ઓછું થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી