કાન્હાની નગરીમાં બે દિવસ ઉજવાશે મહાશિવરાત્રિ પર્વ, આ દિવસે થશે ખપ્પર પૂજા

કાન્હાની નગરીમાં બે દિવસ ઉજવાશે મહાશિવરાત્રિ પર્વ, આ દિવસે થશે ખપ્પર પૂજા

મહાશિવરાત્રિ પર્વ 21 ફેબ્રુઆરી 2020 અને શુક્રવારએ ઉજવાશે. આમ તો દેશભરમાં શિવરાત્રિ 21 ફેબ્રુઆરીના રોજ જ ઉજવાશે, પરંતુ આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણની નગરીમાં બે દિવસ મનાવવામાં આવશે. શૈવ મતના લોકો 21 ફેબ્રુઆરીના રોજ તેમજ વૈષ્ણવ મતના લોકો 22 ફેબ્રુઆરીએ આ પર્વ ઉજવશે.

image source

મહાશિવરાત્રિ પર્વ બે દિવસ ઉજવાશે અને સાથે જ બંને દિવસે શિવાલયોમાં રુદ્રાભિષેક અને રુદ્રી પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નિષ્ણાંતો અનુસાર શૈવ સંપ્રદાય અનુસાર જે તિથિ સંધ્યા કાળ સુધી રહે તે તિથિ પર વ્રત કરવું માન્ય ગણાય છે. તેથી આ વર્ષે શિવરાત્રિ પર્વ નિશીથ કાળમાં ચતુર્દશી તિથિ વ્યાપ્ત હોવાથી 21 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રિ પર્વ ઉજવાશે. આ દરમિયાન શ્રદ્ધાળુ શિવ પૂજા કરવાની સાથે ઉપવાસ પણ કરશે. મંદિરોમાં 21 ફેબ્રુઆરીની રાત્રે જ રુદ્રાભિષેક અને રાત્રિ જાગરણ કરવામાં આવશે.

image source

22 ફેબ્રુઆરીની મહાશિવરાત્રિની વાત કરીએ તો વૈષ્ણવ પંથમાં ઉદિયાત એટલે કે સૂર્યોદય સમયે હોય તે તિથિ ઉજવાય છે. તેથી મહાશિવરાત્રિ પર્વ વૈષ્ણવ પંથી 22 ફેબ્રુઆરીના રોજ ઉજવશે. 22 ફેબ્રુઆરીના સૂર્યોદય સમયે ચૌદશની તિથિ હોવાથી આ દિવસે શિવ પૂજા, વ્રત પરાયણ, પૂજા, અર્ચના કરવા શ્રેયકર હશે. ઉદિયાત તિથિ સંપૂર્ણ દિવસ દરમિયાન માન્ય રહે છે. 22 ફેબ્રુઆરીના રોજ સંધ્યા સમયે ચૌદશની તિથિ માનવામાં આવે છે.

ખપ્પર પૂજા

image source

શિવ ખપ્પર પૂજા 23 ફેબ્રુઆરી અને અમાસના દિવસે થશે. આ દિવસે ખપ્પરની પૂજા કરવાનું વિધાન છે. મહાશિવરાત્રિ પર્વ પર રાત્રિ કાળમાં થતા રુદ્રાભિષેક તેમજ રાત્રિના ચાર પ્રહરમાં થતા ઉત્સવ 21 ફેબ્રુઆરીએ કરવા જ માન્ય ગણાશે. 22 ફેબ્રુઆરીના દિવસે માત્ર પૂજા, અર્ચના કરી શકાશે અને વ્રતના પારણા આ દિવસે થશે.

આ વર્ષે પણ ઉત્સવને લઈને મતમતાંતર છે તેવામાં હિંદૂ પંચાંગના જાણકારો માને છે કે શિવરાત્રિનું વ્રત 21 ફેબ્રુઆરીના રોજ શિવ પંથી અને 22 ફેબ્રુઆરીના રોજ વૈષ્ણવ જન રાખશે. મહાશિવરાત્રિ પર્વ પર શિવ આરાધના કરવાથી શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ