જલ્સા કરોને જેંતીલાલ

બેબી બમ્પ સાથે અનુષ્કા શર્માની સુંદર તસવીરો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજકાલ પોતાના ગર્ભાવસ્થાના સમયગાળાની મજા લઇ રહી છે. તે જ સમયે, તે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તે અવાર નવાર તેના ચાહકો સાથે રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ અનુષ્કા ફરી કેટલાક એવા જ કારણોસર ચર્ચામાં આવી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અનુષ્કા શર્મા તેની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેના પતિ વિરાટ કોહલીએ આ ફોટોશૂટની ખૂબ જોરદાર પ્રશંસા કરી છે.

image source

અનુષ્કા શર્માએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો તેના લેટેસ્ટ વોગ ફોટોશૂટની છે. આ ફોટોશૂટમાં અનુષ્કા શર્મા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. તેણે જે તસવીર શેર કરી છે. તેમાં અનુષ્કા લાંબી કોટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે વ્હાઇટ બ્લાઉઝ અને ટ્રાઉઝર પહેરેલ છે. આ ફોટોશૂટમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેનો બેબી બમ્પ એકદમ ક્યૂટ લાગી રહ્યો છે. અહીં અનુષ્કા શર્મા દ્વારા શેર કરેલી તસવીર જોઈ શકો છો.

આ તસવીર શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું છે કે, ‘આ મે મારા માટે કેપ્ચર કર્યું છે, જિંદગી માટે… ખૂબ જ મજેદાર હતું.’ તેની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ અંગે ચાહકોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે, સાથે જ અનેક હસ્તીઓએ પણ ટિપ્પણી કરી છે. અનુષ્કાના આ ફોટોશૂટને જોતા વિરાટે પણ ટિપ્પણી કરી હતી અને કોમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘Beautiful ♥️’.

27 ઓગસ્ટે સમાચાર આવ્યા હતા કે બોલિવૂડની પરી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી માતા-પિતા બનવાના છે. હાર્દિક પંડ્યા ત્યારે પિતા બન્યો જ હતો અને વિરાટને લઇને ઘણા લોકો પ્રશ્નો પૂછતા હતા કે તમે ક્યારે પિતા બનવાના છો. અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને કહી દીધુ છે કે 2021માં તે બંને માતા પિતા બનશે. વિરાટ અને અનુષ્કા માતા પિતા ક્યારે બનશે તે સવાલનો જવાબ હવે બધાને મળી ગયો છે. અનુષ્કાએ ઇન્સ્ટા પર પોસ્ટ મૂકીને લખ્યુ છે કે જાન્યુઆરી 2021માં અમે ત્રણ થઇશું. હાલમાં વિરાટ કોહલી આઇપીએલના કારણે દુબઇમાં છે. કોરોનાને કારણે તે 5 મહિના બાદ મેદાન પર ઉતર્યા છે. એક તરફ મૅચ અને બીજી તરફ કોરોના બંને વચ્ચે સાચવવુ દરેક ખેલાડી માટે અઘરુ પડી જતું હોય છે.

image source

લૉકડાઉનમાં અનુષ્કા અને વિરાટે સાથે ખૂબ ક્વૉલીટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. કપલે સોશ્યલ મિડીયા પર તેમની તસવીરોથી નવા કપલ ગોલ ઉભા કર્યા હતા. અનુષ્કા કે વિરાટની પોસ્ટ જોઇને કોઇને પણ મન થાય કે આ પ્રકારની લવ અને મેરિડ લાઇફ એન્જોય કરવી જોઇએ. લૉકડાઉનમાં અનુષ્કા વિરાટ સાથે મસ્તી કરી રહી હતી કે, એ કોહલી ચોકા માર ના કોહલી, એય કોહલી… તે વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. હવે વિરુષ્કા જ્યારે માતા પિતા બનવાના છે ત્યારે ફેન્સ, ફેમિલી અને ફ્રેન્ડ્સ શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.

image source

ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા એક એક્ટ્રેસની સાથે સાથે પ્રોડ્યુસર પણ છે. તેના પ્રોડક્શન હાઉસમાં NH10, પરી, જેવી ફિલ્મો બની છે. બહુચર્ચિત વૅબ સિરીઝ પાતાળ લોક પણ અનુશ્કા શર્માએ જ પ્રોડ્યુસ કરી છે. હાલમાં જ આવેલી ફિલ્મ બુલબુલ પણ અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં જ બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version