ખરતા વાળને બંધ કરવા છે? તો આ રીતે વાળમાં ફેરવો કાંસકો, મળી જશે રિઝલ્ટ

ખરતા વાળ અટકાવવા માટે શેમ્પૂ કે તેલ નહીં બદલો વાળ ઓળવાની રીત, આ ટીપ્સ કરો ફોલો

image source

સ્ત્રીની સુંદરતા ચાર ચાંદ લગાવવાનું કામ લાંબા, કાળા અને જાડા વાળ કરે છે. સુંદરતાને નીખારવામાં તમારા લાંબા વાળનો મોટો હાથ હોય છે. સોફ્ટ, શાઈની અને ઘટ્ટ વાળ હોય તેવી ઈચ્છા દરેક સ્ત્રીની હોય છે.

પરંતુ આધુનિક જીવનશૈલી, ઓછી ઊંઘ, અનિયમિત દિનચર્યા, પૌષણનો અભાવ અને પ્રદૂષણ જેવા કારણોને લીધે વાળ નિસ્તેજ અને પાંખા એટલે કે આછા થઈ જાય છે. ખરતા વાળની સમસ્યા દરેક સ્ત્રીની સૌથી મોટી ચિંતા હોય છે.

image source

ખરતા વાળના આ કારણો ઉપરાંત કેટલીક વાર અજાણતાં થતી કેટલીક ભૂલોના કારણે પણ વાળ ખરબચડા અને નિસ્તેજ થઈ જાય છે અને ખરવા લાગે છે.

આવી ભૂલમાંથી એક સામાન્ય ભૂલ છે વાળ ઓળવાની ખોટી રીત. વાળમાં ખોટી રીતે કાંસકો ફેરવવાના કારણે પણ વાળ ખરવાની સમસ્યા ઊભી થવા થાય છે.

image source

તો ચાલો જાણીએ વાળમાં કાંસકો ફેરવવાની એટલે કે વાળને ઓળવાની સાચી રીત કઈ છે. જેનાથી તમને ખરતાં વાળની સમસ્યામાંથી મુક્તિ મળશે અને વાળ કાળા લાંબા અને સ્વસ્થ થઈ શકે.

આજની ભાગદોડ અને સ્ટ્રેસ ભરેલા જીવનમાં લોકો વિચારે છે કે સારા શેમ્પૂ, કંડિશ્નર અને તેલનો ઉપયોગ કરી મજબૂત અને શાઈની વાળ મેળવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે વાળના સ્વાસ્થ્યને જાળવવામાં વાળની કસરતનો પણ મોટો હાથ હોય છે.

કાંસકાથી કરો વાળની કસરત

image source

સારી ગુણવત્તાવાળાના શેમ્પૂ, કંડિશ્નર અને તેલનો ઉપયોગ કરવાની સાથે વાળના ગ્રોથમાં સુધારો કરવા માટે યોગ્ય રીતે વાળ ઓળવા પણ જરૂરી છે. યોગ્ય કોમ્બિંગથી માથામાં રક્ત પરિભ્રમણ સુધરે છે.

દિવસમાં કેટલી વાર ઓળવા વાળ

image source

હેર સ્ટાઈલિસ્ટ પણ જણાવે છે કે દિવસ દરમિયાન ઓછામાં ઓછા 3 થી 4 વખત વાળને ઓળવાથી ફાયદો થાય છે. પરંતુ કાંસકો ફેરવતી વખતે ધ્યાનમાં રાખવું કે કાંસકો વાળના મૂળ સુધી પહોંચવો જોઈએ. આમ કરવાથી માથાના રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળનો ગ્રોથ થાય છે.

કેવી રીતે ઓળવા વાળ

image source

વાળને સ્વસ્થ રાખવા અને ખરતાં વાળ અટકાવવા માટે સીધો કાંસકો ફેરવી વાળ ઓળવા જોઈએ. આમ કરવાથી વાળ મજબૂત બને છે અને તેનો ગ્રોથ પણ સારો થાય છે. આ ઉપરાંત રોજ આ રીતે વાળ ઓળવાથી બે મોઢાવાળા વાળની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

જો તમારા વાળ રુક્ષ કે વાંકળિયા હોય તો વાળ ઓળતા પહેલા તેના પર સીરમ લગાવો અને તેને સોફ્ટ બનાવી અને વાળની ગાંઠ ઉકેલી લો. ત્યારબાદ તેમાં કાંસકો ફેરવો. આ રીતે વાળ ઓળવાથી વાળ તુટશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ