આ બ્યુટિ ટિપ્સ ફોલો કરીને તમારી સ્કિનને કરી દો ઊર્મિલા માંતોડકર જેવી કોમળ

સ્કિનને જવાન રાખવી હોય તો અપનાવો ઉર્મિલાનો આ બેસ્ટ નુસખો.

image source

90ના દશકની પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માંતોડકર એની ખુબસૂરતી અને એક્ટિંગથી આજે પણ લાખોના દિલ પર રાજ કરે છે. ફિલ્મી કરિયરમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી લગભગ મોટા પડદા પરથી ગાયબ જ થઈ ગઇ હતી પણ હવે રાજનીતીમાં પગ માંડીને એક નવી સફર શરૂ કરી છે.

image source

આજે આપણે એના કરિયરની નહીં પણ એની બ્યુટિ સિક્રેટ વિષે જાણીશું જે લગભગ દરેક છોકરીની ઇચ્છા હોય છે.

ખાસ કરીને સ્કીન કેર રૂટિનને કરે છે ફોલો

image source

પોલિટિક્સમાં સામેલ થયા પછી એને સખત તડકામાં પણ સતત કામ કરવું પડે છે. આવા સખત તડકામાં કામ કરવાથી ત્વચાને નુકશાન પહોંચી શકે છે. જો કે ઉર્મિલા ખાસ સ્કીનની કેર ખૂબ જ કરે છે. આ જ કારણસર આટલા સખત તડકામાં પણ એની ત્વચા ખીલેલી અને તાજગીસભર લાગે છે.

કાકડી(ખીરા)ની પેસ્ટ

image source

એમના મત મુજબ ત્વચાને ક્લીન્ઝર કરવી બહુ જરૂરી છે. વ્યસ્ત શેડ્યુલમાં પણ એ કલીન્ઝર નો ઉપયોગ કરે છે. આમ એ નવરાશના સમયમાં ખીરાની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવે છે. ખીરાની પેસ્ટ ત્વચા માટે ટોનરનું કામ કરે છે. જેનાથી ત્વચા હમેશા ગ્લોઇંગ દેખાય છે.

ખીરાની પેસ્ટના ફાયદા

image source

-એલોવેરા અને ખીરાનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

-ખીરાની પેસ્ટ ગરમીમાં સ્કિન પર થતી ખંજવાળ અને બળતરાને ઓછી કરે છે.

-રોજ આ માસ્કનો ઉપયોગ કરવાથી એન્ટી-એંજિંગની સમસ્યા દૂર કરે છે.

ઉર્મિલાની અન્ય બ્યુટિ સિક્રેટ

image source

એ ક્યારેય પણ આઇ પેન્સિલ કે બ્લ્શરનો ઉપયોગ નથી કરતી.

એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યા પ્રમાણે એ જ્યારે કામ પર નથી હોતી ત્યારે એ બ્લ્શર કે આઇ પેન્સસિલ નથી વાપરતી. એનું માનવું છે કે આનાથી ત્વચાને નુકશાન થાય છે એટલે એ બને એટલો ઓછો ઉપયોગ કરે છે.

કસરત અને યોગા

image source

ઉર્મિલા રોજ કસરત અને યોગા કરે છે એમના મત મુજબ કસરત કરવાથી પરસેવો થાય છે જેનાથી બોડી અને ત્વચામાં રહેલા ખરાબ તત્વો બહાર નીકળી જાય છે. જ્યારે યોગાસન એને ફિટ અને તંદુરસ્ત રાખવાની સાથે સ્કિનને જવાન રાખવામાં મદદરૂપ થાય છે.

પાણી વધુ પીવે છે.

image source

કામ પર ઉર્મિલાને દિવસભર તડકામાં રહેવું પડે છે આવા સમયે એ એક પાણીની બોટલ પાસે જરૂરથી રાખે છે. એ દિવસભર ઓછામાં ઓછું 8-9 ગ્લાસ પાણી પીવે છે. આના સિવાય એ દિવસમાં એક વાર જ્યુસ કે લિક્વિડનું સેવન જરૂર થી કરે છે.

લે છે પૂરતી ઊંઘ

image source

વ્યસ્ત શેડ્યુલ હોવા છતાંપણ ઉર્મિલા પુરતી ઊંઘ લેવાની કોશિશ કરે છે. પૂરતી ઊંઘ માત્ર ફિટનેસ જ નહીં ગ્લોઇંગ ત્વચા માટે પણ ખૂબ જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ