ઇગ્નોર કર્યા વગર વાંચી લો આ સ્ટોરી જલદી, જેમાં તમને પર્યાવરણની સાથે-સાથે થશે અઢળક લાભ

પર્યાવરણની સંભાળ રાખતા રાખતા સંતુલિત રીતે તમારા બ્યુટી રુટીનને આ રીતે વળગી રહો.

image source

આજે દેશના કોઈ ઉત્પાદક એકમની અસર સીધી કે આડકતરીરીતે પર્યાવરણ પર થતી જ હોય છે જેના નુકસાનકારક પરિણામો છેલ્લા ઘણા સમયથી દેખાવા લાગ્યા છે અને માનવ સ્વાસ્થ્ય પર તેમજ પૃથ્વી પરના અન્ય જીવો તેમજ હવામાન પર પણ તેની અસરો અવસરે અવસરે જોવા મળે છે. અને તેને લઈને દુનિયાના વિવિધ શહેરોમાં પર્યાવરણ બચાવોના શિર્ષક હેઠળ વિવિધ ચળવળો પણ ચાલુ છે.

image source

તો તમે પણ પર્યાવરણને બચાવવામાં તમારું થોડું કોન્ટ્રીબ્યુશન આ રીતે આપી શકો છો. અમે અહીં તમને કેટલાક એવા ઉપાયો વિષે જણાવીશું જેમાં તમે પર્યાવરણને નુકસાન કર્યા વગર જ તમારા બ્યુટી રુટીનને સાંચવી શકશો તે પણ સંતુલીત રીતે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિષે.

એક જ વસ્તુનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે તેવી પ્રોડક્ટ અપનાવોઃ

image source

આમાં તમારે કોઈ જ મોટો પ્રયાસ કરવાની જરૂર નથી અહીં તમારે માત્ર થોડું ક્રીએટીવ થવાની જરૂર છે. જેમ કે તમારા ગાલને ગુલાબી કરવા માટે તમે જે અલગથી ચીક સ્ટેઇન કે પછી કન્સીલરનો હાઇલાઇટર તરીકે ઉપયોગ કરો છો તેની જગ્યાએ તમે તમારી લીપસ્ટીકનો ઉપયોગ કરી શકો છો.

image source

કારણ કે તે પ્રોડક્ટમાં પણ તમારી લીપસ્ટીક માટે જે સમાગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેનો જ ઉપોયગ કરવામાં આવે છે. આમ કરવાથી તમારે તમારા મેકઅપ માટે ઓછી પ્રોડક્ટની જરૂર પડશે તેમ તમે તે દ્વારા તમારા સૌંદર્યને નીખારવા માટે નવી ટ્રીક્સ પણ જાણવા મળશે અને તે પણ વધું રૂપિયાનો વ્યય કર્યા વગર.

જ્યારે જરૂર હોય ત્યારે જ તમારા વાળ ધોવાનું રાખો

image source

બ્રશ કરતી વખતે કે પછી મોઢું ધોતી વખતે વિગેરે સમયે નળ બંધ રાખીને તમે સેંકડો લીટર પાણી તો બચાવશો જ પણ આ ટેવની સાથે હવે તમે એક ટેવ બીજી પાડો કે તમને જરૂર હોય ત્યારે જ તમારે તમારા વાળ ધોવા જોઈએ. એમ પણ જરૂર વગર વાળને વારંવાર ધોવાથી તમારા વાળને જ નુકસાન થાય છે.

image source

તેમ કરવાથી તમારા વાળ રુક્ષ બને છે. માટે જરૂર જણાય ત્યારે જ વાળ ધોવાનુ રાખો. આ ઉપરાંત તમે શેમ્પુની જગ્યાએ પાઉડર શેમ્પુનો પણ ઉપોયગ કરી શકે છે જે તમારો સમય અને પાણી બન્ને બચાવશે.

હંમેશા સ્વચ્છ બ્યુટી પ્રોડક્ટ્સ અને ટૂલ્સનો ઉપયોગ કરો

image source

હવે લોકોના જાગૃત થવા સાથે સાથે વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સ બ્રાન્ડ પણ પોતે જે વસ્તુઓ બનાવી રહી છે તેમાં વપરાતી સામગ્રીઓ બાબતે સજાગ થઈ છે. હવે સારી બ્રાન્ડ પ્રોડક્ટ્સ પોતાની પ્રોડક્ટ્સમાં બિનઝેરી, પર્યાવરણને નુકસાન ન કરે તેવી વસ્તુઓ તેમજ તેવા ફોર્મ્યુલા વાપરી રહી છે. જે તમારી ત્વચાને પણ નુકસાન નથી કરતી.

image source

હવે જ્યારે ક્યારેય તમે મેકઅપ ટુલ્સ જેમ કે મેકઅપ બ્રશ વિગેરે વાપરવાનું વિચારો ત્યારે તમારે તે જોવું કે તે પ્રાણીઓમાંથી બનાવવામાં ન આવી હોય. તમારે માત્ર ખાવા પીવા બાબતે જ વેગન ન રહેવું જોઈએ પણ વસ્તુઓ વાપરતી વખતે પણ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ.

મોઢું સાફ કરવા કે પછી મેકઅપ દૂર કરવા માટે કોટન સ્વેબ કે પછી ફેસ વાઇપ્સની જગ્યાએ કાપડનો ઉપયોગ કરો.

image source

જો તમે અવારનવાર મેકઅપ કરતા હોવ અથવા તો તમારો ચહેરો સાફ કરવા માટે તમે વેટ વાઇપ્સ કે પછી કોટન સ્વેબ્સનો ઉપયોગ કરતા હોવ તો તેની જગ્યાએ તમે કાપડનો ઉપયોગ કરી શકો છો. કારણ કે મેકઅપ રીમુવ કરવા માટે બનાવવામા આવેલા આ પ્રકારના વાઇપ્સમાં ડીકંપોઝ ન થઈ શકે તેવું મટીરીયલ વાપરવામાં આવે છે. હવે બજારમાં મેકઅપ રીમુવ કરવા માટે માઇક્રોફાઇબરમાંથી બનાવવામાં આવેલા વાઇપ્સ પણ ઉપલબ્ધ છે.

ઓનલાઈન કે પછી સ્ટોરમાંથી વસ્તુઓ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો

image source

જો તમે પહેલેથી જ તમે જે બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા હોવ તેમાં વપરાયેલી સામગ્રીઓને તપાસવા ટેવાયેલા હોવ તો તમારે આ એક ટેવ પણ કેળવી લેવી જોઈએ. જેમ કે વારંવાર સ્ટોર પર જઈને કે પછી એક એક વસ્તુઓ ઓનલાઈન અલગથી મંગાવીને ખોટે ખોટું પેકેજીંગ ન વધારો. પણ એક જ વારમાં તમારે જોઈતી વસ્તુઓ ખરીદી લો. આમ કરવાથી તમે પર્યાવરણને ઘણી રીતે બચાવી શકશો.

image source

અહીં તમે તમારી સાથે જ કપડાની થેલી લઈ જઈ શકો છો. અથવા તો તમારી પાસે પહેલેથી જ કોઈ પેકેજિંગ મટીરીયલ હોય તેનો ઉપયોગ કરી શકો છો. ઘણી બધી કંપનીઓ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે રીસાઇકલીંગ પ્રોગ્રામ ચલાવતી હોય છે. જેમાં તેઓ પોતાનું જ પેકેજિંગ મટીરીયલ પોતાના ગ્રાહકો પાસે પાછું માગતી હોય છે અને આ રીતે તેઓ વેસ્ટેજ પણ અટકાવે છે.

કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં તેની થોડી જાણકારી મેળવી લો

image source

તમે જ્યારે ક્યારેય તમારા મેકઅપ, સ્કીન કેર કે હેરકેર પ્રોડક્ટની ખરીદી કરી રહ્યા હોવ તો તે વિષેની થોડી ઘણી માહિતી તમે ગુગલ પર સર્ચ કરી શકો છો. તે દ્વારા તમે એ જાણી શકો છો કે તે પ્રોડક્ટ એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી છે કે નહીં.

હવે તો મોટા ભાગની દરેક બ્રાન્ડેડ પ્રોડક્ટની અનબોક્સીંગ વિડિયો તમે યુ ટ્યુબ પર જોઈ શકો છો જેમાં તમે તેમાં વપરાયેલી વસ્તુઓ, તેના ઉપયોગો તેમજ તે વાપરવા યોગ્ય છે કે નહીં તેમજ તેની આડઅસરો વિગેરે વિષે માહિતી આપવામાં આવતી હોય છે.

પાણીનો વપરાશ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

જ્યારે તમે બ્રશ કરતા હોવ, શરીરને સાબુ લગાવતા હોવ, ફેસ પર સ્ક્રબ કરી રહ્યા હોવ તે દરમિયાન તમારે શાવર કે પછી પાણીનો નળ બંધ રાખવો જોઈએ. આ બાબતે તમારે એક ટેવ જ પાડવી જોઈએ. તમને ખબર પણ નહીં રહે અને તમે મહિનાનું સેંકડો લીટર પાણી બચાવી લેશો.

image source

એક સંશોધન પ્રમાણે બ્રશ કરતી વખતે તમે જો માત્ર બે મિનિટ નળ બંધ રાખશો તો તમે મહિનાનું 700 લીટર પાણી બચાવી શકો છો. હવે તમે જ વિચારો કે આ ટેવ જો તમે તમારા બધાજ કામમાં અપનાવો તો તમે હજારો લીટર પાણી બચાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ