ભારતીય ટ્રેનના સુંદર રુટ ક્યાંક બરફના પહાડોની વચ્ચે તો ક્યાંક રણની વચ્ચેથી પસાર થાય છે, જે બનાવી છે ટ્રીપને યાદગાર

ભારતમાં મુંબઈ, ગોવા, કાલકા, શિમલા જેવા ઘણા બધા શહેરો છે જ્યાં દર વર્ષે હજારો ટૂરિસ્ટ ફરવા જાય છે. અત્યારની વ્યસ્ત જીવનશૈલી, નોકરી ધંધાની ભાગદોડમાં લોકો સમય બચાવવા માટે ફ્લાઈટથી જવાનું વધારે પસંદ કરે છે. કદાચ આ જ કારણે તેઓ ટ્રીપની અસલી મજા નથી માણી શકતા. ભારતમાં કેટલાક રસ્તા એવા છે જેમાં ફરવાના સ્થળ કરતા ત્યાં સુધી જવાના રસ્તા વધારે સુંદર હોય છે.એક વાર તમે આવા રસ્તા ઉપર મુસાફરી કરશો તો ફ્લાઈટને પણ ભૂલી જશો. એટલું જ નહિ, એકવાર આ રસ્તાની સુંદરતા જોશો, તો તમે વિચારમાં પડી જશો કે શું ખરેખર ભારતમાં આવા રસ્તા છે? આજે અમે એવા જ રસ્તાની વાત કરીએ છીએ જે ફક્ત ટ્રેનમાં મુસાફરી કરીને જ જોઈ શકાય.

આવો તો જોઈએ આવા સુંદર ભારતીય રેલના રસ્તાઓ….

બેંગ્લુરુ – કન્યાકુમારી

આ રસ્તામાં જોવા મળતી સુંદરતા તમારી કલ્પનાથી કોષો દુર છે જેને કારણે આ ટ્રીપ તમારા જીવનની યાદગાર ટ્રીપ બની શકે છે.

મેટ્ટુપાલયમ-ઉટી

આ રસ્તા પરથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે એ રસ્તા તમારી ટ્રિપને યાદગાર બનાવી દે છે.

મુંબઈ-ગોવા

આ રસ્તો ગોવાની મજા બમણી કરે છે અને અહીમ જોવા મળતા અદ્ભૂત સુંદર દ્રશ્યોને તમે ક્યારેય ભૂલી નહીં શકો.

મુંબઈ-પુણે

જો તમે ટ્રિપને ભરપૂર એન્જોય કરવા માંગતા હોવ તો ફ્લાઈટની જગ્યાએ ટ્રેનમાં મુસાફરી કરો. પછી જુઓ મુસાફરીની કેવી મજા આવે છે.

દાર્જિલિંગ-હિમાલય

આ રસ્તાની વચ્ચે જોવા મળતા આહલાદક દ્રશ્યોને તમે ક્યારેય ભૂલી નહિ શકો.

જમ્મુ-બારામુલા

આ રસ્તામાંથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે તમારી મુસાફરી વધુ યાદગાર બની જાય છે.

જેસલમેર-જોધપુર

જેસલમેર-જોધપુર સુધીના રસ્તા રણમાંથી પસાર થાય છે જેમાંથી તમે રણની ખૂબસુરતીને નિહાળી શકો છો.

કાલકા-શિમલા

જો તમે શિમલાની અસલી સુંદરતા જોવા ઈચ્છતા હોવ તો કાલકા-શિમલા ટ્રેનથી જ મુસાફરી કરજો.

નીલગિરી-ઉટી

જો તમે તમારી ટ્રિપને વધુ મજેદાર બનાવવા ઈચ્છતા હોવ તો ફ્લાઈટ છોડીને ટ્રેનમાં જ મુસાફરી કરવી જોઈએ.

આ ઉપરાંત રામેશ્વરમ રેલ, ભુવનેશ્વર-બ્રહ્મપુર રેલ અને મેટ્ટુપાલયમ-ઉટી રેલનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે જેને ભારતના સૌથી સુંદર રેલવે રસ્તા માનવામાં આવે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી