રોજીંદા ભોજનમાં ફક્ત આટલો ચેન્જ લાવો, વાળ અને તમારી સ્કીન રહેશે લાંબા સમય સુધી ખૂબસુંદર…

સુંદર વાળ અને ત્વચા માટે કેવો આહાર લેવો જોઈએ

અંગ્રેજીમાં એક કહેવત છે, “what you eat today, will walk and talk with you tomorrow” વ્યક્તિના વ્યક્તિત્વની પરખ તેના રોજના ખોરાકથી થાય છે. વધુ પડતાં તીખા, તળેલા અને પોષકતત્ત્વ વગરનો ખોરાક લાંબો સમય ખાવાથી શરીરને જોઈતા પોષકતત્ત્વો ન મળવાથી વ્યક્તિની ચામડી, વાળ વગેરે ખરાબ થઈ જાય છે ઉપરાંત સ્વભાવ પણ ચીડીયો થઈ જાય છે અને વજન પણ વધવા લાગે છે.
ઉપરાંત ઘણા વ્યક્તિ ફક્ત ઘરનું જ ખાવાનું ખાતા હોય પંરતુ તે ખોરાકમાં પણ પોષતત્ત્વો સચવાતા ન હોય જેમ કે વધુ પડતો ખાવાનો સોડા નાખીને અથવા ખોરાકને વધુ પડતો ગરમ કરીને ખાવાનું બનાવવામાં આવતું હોય અથવા જોઈતા પ્રમાણમાં શાકભાજી, દાળ, વગેરે વાપરવામાં ન આવતા હોય તો પણ ત્વચા ખરાબ થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે.

તમારી ત્વચાને અને વાળને સુંદર બનાવવા આટલું કરોઃ
– દરરોજ 10થી 12 ગ્લાસ પાણી પીવાનું રાખો.
– સવારે ઉઠીને નયણા કોઠે પાણીમાં લીંબુ નીચોવી લો.
– દિવસમાં 2થી 3 જુદા જુદા પ્રકારના ફળનો ઉપયોગ કરો.
– શિયાળામાં આમળા, આદુ, હળદર, લીંબુ, પાલક, ફુદીનો, બીટ, ગાજર, દૂધી અને કાકડી કાચા ક્રશ કરીને તેનો રસ દરરોજ સવારે પીવો. આ રસના કુચામાં લોટ નાખી તેનાથી નાહી લો.
– વાળની સુદંરતા માટે રોજના ખોરાકમાં પ્રોટીનનું ધ્યાન રાખો. પ્રોટીન, દાળ, દૂધ અને દૂધની બનાવટો જેમ કે દહીં, પનીર, ચીઝ વિગેરેમાંથી મળે છે. ઉપરાંત કઠોળ, ફણગાવેલા કઠોળ વિગેરેનો રેગ્યુલર વપરાશ કરવો જોઈએ.
– બપોરના ભોજનમાં દાળ અથવા કઠોળનો ઉપયોગ અવશ્ય કરો.
 દિવસ દરમિયાન જુદા જુદા 4થી 5 જાતના શાકભાજીનો ઉપયોગ કરો.
– જમવામાં સલાડ અથવા દહીંમાં શાક નાંખીનેરાયતુ બનાવીને વાપરો.
– સાંજના ભોજનમાં બને ત્યા સુધી જુદા જુદા શાકભાજી મીક્સ કરીને સૂપ બનાવીને વાપરો.
– બપોરના ભોજન પછી લીંબુ પાણી ખાંડ વગર મોટો ગ્લાસ ભરીને પીવો.
– દિવસ દરમિયાન ‘ગ્રીન ટી’ પીવો.
– રાત્રે સુતી વખતે બે ગ્લાસ પાણી પીવાનું રાખો.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

ટીપ્પણી