20 મિનિટમાં મેક અપ કરવાની આ ટિપ્સ છે એકદમ મસ્ત, ફોલો કરો તમે પણ

માત્ર ૨૦ જ મિનિટમાં પાર્ટી માટે કેવી રીતે તૈયાર થશો?

image source

ઓચિંતા કોઈ પ્રસંગમાં હાજરી આપવાની થાય કે કોઈ પાર્ટી માટે ફટાફટ તૈયાર થવાનું થાય ત્યારે સૌથી પહેલી મૂંઝવણ હોય છે કે આટલા ઓછા સમયમાં કેવી રીતે તૈયાર થવું?

પણ અમે તમને એનો ઉપાય બતાવી રહ્યા છીએ કે ફટાફટ માત્ર ૨૦ મિનિટમાં કેવી રીતે મેકઅપ સાથે પાર્ટી માટે રેડી થઈ જવું?

image source

એ પણ જાતે જ બ્યુટી પાર્લરની મદદ વગર .ચહેરા ઉપર ઝડપથી મેકઅપ કરવા અને ચહેરા ઉપર પૂરતો ગ્લો લાવવા માટે કેટલીક ટેકનિક છે જે મેકઅપ કર્યા પહેલા અપનાવવાની હોય છે.

ચમકતો ચહેરો સૌને ગમે છે.તાત્કાલિક ચહેરા ઉપર ચમક લાવી હોય તો મેકઅપ કર્યાની દસ મિનિટ પહેલા ચહેરા ઉપર દહીં લગાવવું.

image source

દહીં કુદરતી બ્લીચ છે દહીં ચામડીને કુદરતી રીતે ચોખ્ખી કરે છે અને ચહેરાને ચમકાવે છે.ચમકતા ચહેરા ઉપર મેકઅપ વધુ સુંદર દેખાય છે.

સામાન્ય સંજોગોમાં પણ અઠવાડિયામાં ત્રણ વાર દહીમાં લીંબુ મેળવીને અથવા તો ટામેટાનો રસ મેળવીને પણ ચહેરા ઉપરાંત સમગ્ર શરીર પણ લગાવી શકાય છે.

image source

આ મિશ્રણ ત્વચાનું ડીપ ક્લોઝિંગ કરે છે. ત્વચાને મોઈશ્ચરાઈઝર પૂરું પાડે છે.દહીં ,લીંબુ અને ટામેટાના રસનું મિશ્રણ ત્વચા ઉપર પ્રાઇમર નું કામ કરે છે.

મેકઅપ કર્યા પહેલા ચહેરા ઉપર દહીં લગાવવાથી સ્કિન પર તો બોલો આવે જ છે પરંતુ સાથે સાથે મેકઅપ માટે એક બેઝ પણ તૈયાર થાય છે.

તાત્કાલિક મેકઅપ માટે ઘરમાં મેકઅપ સામગ્રી વસાવવી પણ જરૂરી છે.

image source

મેકઅપ કીટ ઘરમાં તૈયાર રાખવી જોઈએ જેમાં ક્રિમ , કન્સીલર ,ફાઉન્ડેશન ,બ્રશ ,કોમ્પેક્ટ ,કાજલ,લાઇનર,લિપસ્ટિક, લિપ લાઇનર , હેર એસેસરીઝ ,નેલપોલિશ, બિંદી હોવી જોઈએ.હાથ વગી મેકઅપ સામગ્રીને કારણે પણ મેકઅપ કરવામાં સરળતા રહેશે અને ઝડપથી મેકઅપ કરી શકાય છે.

મેકઅપ કરતાં ધ્યાનમાં રાખો કે જો ત્વચા વધુ પડતી ડ્રાય હોય તો પહેલા ચહેરા ઉપર કોલ્ડ ક્રીમ લગાવવું.ડ્રાય ત્વચા ઉપર મેકઅપ ઊઠતો નથી.

image source

કોલ્ડ ક્રીમ લગાવી ત્વચાની ડ્રાયનેસ દૂર કરવી ત્યારબાદ આંખો નીચે ડાર્ક સર્કલ છુપાવવા કન્સીલર લગાવવું.

કાઉન્સિલરને ડાર્ક સર્કલ પર સરખી રીતે ફેલાવ્યા બાદ ચહેરા પર ફાઉન્ડેશન લગાવવું.ફાઉન્ડેશનને પણ સમાન રીતે ચહેરા ઉપર ફેલાવવું જેથી ફાઉન્ડેશનના ધબ્બા ચહેરા પર ઉપસી આવે નહીં.

image source

ગરદન પર પણ ફાઉન્ડેશન લગાવવું .ગરદન પર ફાઉન્ડેશન નહીં લગાવ્યું હોય તો ચહેરાનો મેકઅપ અને ગરદનની ત્વચા અલગ દેખાશે જે સારું નહીં લાગે.ચહેરા અને ગરદન પર ફાઉન્ડેશન લગાવવાથી ત્વચા નેચરલ ટોનમાં દેખાશે.

ફાઉન્ડેશન બેઝ તૈયાર થયા બાદ બ્રશની મદદથી ચહેરા પર અને ગરદન પર કોમ્પેક પાવડર લગાવો.

કોમ્પેક પાવડર થી મેકઅપમાં પરફેક્ટ આવે છે.કોમ્પેક્ટ હંમેશા એન્ટી ક્લોક વાઈઝ લગાવો જેનાથી મેકઅપ લાંબો ટાઈમ સુધી જળવાઈ રહે છે.

image source

કોમ્પેક્ટ બાદ આઇશેડોની મદદથી આંખોનો મેકઅપ કરવો.આજકાલ smokey eye makeup નો ક્રેઝ વધારે છે.

smokey eye makeup કરવા માટે ડાર્ક કલર નો વપરાશ કરવો.આંખો સાથે આઈબ્રો પણ સેટ કરવી, આઇબરોની નીચે થોડું ગ્લિટર લગાવવું.

image source

આઈશેડો અપ્લાય કર્યા બાદ વસ્ત્ર પરિધાન ને ધ્યાનમાં રાખીને પસંદગી અનુસાર આઈ લાઈનર લગાવવી.પાપણ ઉપર મશ્કરાના ત્રણ થી ચાર કોટ્સ કરવા.

મસ્કરા આઈ લેસિઝને ધેરી અને ભરાવદાર બનાવે છે.ત્યાર બાદ આંખોમાં કાજળ લગાવવી.

આઇ મેકઅપ બાદ બ્લશરનો ઉપયોગ કરે ચહેરો હાઈલાઈટ કરવો.બ્લશર ને નાક પાસેથી શરૂ કરી આઇબ્રો સુધી લગાવો ત્યારબાદ તેને આંગળીઓની મદદથી ચહેરા ઉપર મેકઅપ સાથે એક રસ કરવું.

image source

આખા ચહેરા ઉપર લગાવવાનું હોતું નથી.ફુલસર થી ગાલનો ભાગ હાઈલાઈટ કરવાનો હોય છે.ગલસર કર્યા બાદ હાઈલાઈટર લગાવો.હાઈલાઈટર ચહેરાની ચમક વધારે છે.

હોઠના મેકઅપ માટે લિપ લાઈનરથી હોઠને ચહેરાને અનુરૂપ આકાર આપી ઉપસાવવા.

ત્યારબાદ લિપસ્ટિક લગાવવી..લિપસ્ટિક લગાવ્યા પહેલા લિપલાઈનરથી બોર્ડર બનાવી લેવાથી લિપસ્ટિક બહાર ફેલાતી નથી.

image source

ચહેરા નો મેકઅપ સંપૂર્ણ થઈ ગયા બાદ મનપસંદ હેર સ્ટાઈલ કરવી.હાલ ખુલ્લાં વાળ ની ફેશન વધારે ચાલે છે.

વાળમાં કર્લ પણ કરી શકાય છે.વાળ નાના હોય તો હળવા બેક કોમ્બિંગ થી પફ કરી પાર્ટીને અનુરૂપ બન પણ બનાવી શકાય.હેર એસેસરીઝ લગાવી હેર સ્ટાઇલને વિશેષ ઉઠાવ આપી શકાય છે.

image source

સ્ટ્રેટનીંગ પણ સુંદર દેખાવ આપે છે.વાળ સ્ટ્રેટ કર્યા બાદ આગળથી હળવો પફ કરી પીન લગાવી બાકીના વાળા ખુલ્લા રાખી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ