વાત જ્યારે સિનેમાની હોય ત્યારે લોકોને એ વાતમાં જલ્દી રસ પડે છે કેમેકે ભારતમાં લોકોને બૉલીવુડ અને ક્રિકેટ હંમેશાથી આકર્ષતા રહ્યા છે. ગ્લૅમર પાછળ લોકો એટલા દિવાના હોય છે કે લોકો હિરોના મંદિરો બંધાવે છે અને ભગવાનની જેમ પૂજે પણ છે! પણ આપણાં કચ્છનાં યુવાનો ફેલાવી રહ્યા છે ગુજરાતી ડ્રામા અને ફિલ્મ માટેની સમજ અને જાગૃતિ…
અંજાર-કચ્છનાં ધવલ થરાદરા કચ્છમિત્રમાં આવતી ‘ઢોલીવુડ’ કોલમથી પ્રેરાઈને ગુજરાતી ફિલ્મ ‘રોન્ગ સાઈડ રાજુ’ જોઈ અને તેનાં કલાકારો સાથે ફેસબુકનાં માધ્યમથી જોડાયાં અને સમયાંતરે નવા નવા આઈડિયાની આપ-લે જુદા જુદા કલાકારો સાથે વધતી ગઈ. કચ્છનાં સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ પ્રદર્શિત કરવાનાં સલાહ-સૂચનોને લીધે આજે કચ્છમાં માનભેર ગુજરાતી ફિલ્મ રજૂ થઈ રહી છે જેમાં ધવલનું મહદ્દઅંશે મહત્વનું યોગદાન છે.
‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ની સ્થાપનાનો વિચાર ક્યાંથી આવ્યો?
શું છે ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ ?
‘નેપથ્ય’ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે નાટકનાં પડદા પાછળનો ભાગ (બૅકસ્ટેજ). ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ એ એક એવું ઓનલાઇન પ્લેટફોર્મ છે જે લોકોમાં આવનારાં ગુજરાતી નાટકો અને ફિલ્મ્સ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આ સિવાય, નવા કલાકારો કે જેઓ શોર્ટ ફિલ્મ, મોનોલોગ, ડ્રામા, વિડીયો કે સોન્ગ બનાવે છે તમેને પ્રચાર-પ્રસારમાં શક્ય એટલી મદદ કરે છે જેથી કલાકારોની મહેનત વધુમાં વધુ લોકો સુધી પહોંચે! આજકાલ લોકો ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ને લીધે વિવિધ માહિતી મેળવતાં થયા છે, ફિલ્મ અને નાટકો જોતા થયા છે એ ગૌરવની વાત કહેવાય!
‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ની ટીમ:
પ્રવૃત્તિઓની એક ઝલક અને સિદ્ધિઓ:
અત્યાર સુધી 16 નાટકો જેવા કે ‘મસાજ’, The Fat’e’ Date, ‘ભૂતિયો કાગળ-Shades of Love-આખરી ખ્વાઈશ’, ‘મનખાદેહ’, ‘તારી મારી વાત’, ‘ગિરગિટ સોસાયટી’, ‘અગ્નિશિખા’ , ’રાજમાતા કૈકેયી’, 28 ફિલ્મ જેવી કે લવની ભવાઈ, રતનપુર, ફેરા ફેરી હેરા ફેરી, રેવા, ‘ઓક્સિજન’, ‘વાંઢા વિલાસ’, ‘બેક બેન્ચર’, ‘શું થયું’, ‘શરતો લાગુ’, ‘ઢ’, ‘ચાલ જીવી લઈએ’ તથા અન્ય, 14 શોર્ટ ફિલ્મ્સ તથા ફિલ્મ વર્કશોપ અને ઇવેન્ટમાં સોશિયલ મિડિયા તરીકે જોડાઈને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રોલ નં 56, બેસ્ટ ઓફ લક લાલુ, ભંવર તથા ચલ મન જીતવા જઇએ જેવી ગુજરાતી ફિલ્મ્સ માટે લોકોને જાગૃત કરી પ્રેક્ષકો સુધી પહોંચાડવાનું કામ પૂરી નિષ્ઠાથી કર્યું છે.
ગત વર્ષે ‘ટોટલ ગુજ્જુ’ ઍપ દ્વારા ગુજરાતી ફિલ્મ્સ અને નાટકોને સપોર્ટ કરવા બદલ તથા અક્ષર કોમ્યુનિકેશન્સ દ્વારા ‘લવની ભવાઈ’ ફિલ્મને સપોર્ટ કરવા બદલ ‘નેપથ્ય-ધ બૅકસ્ટેજ’ને મેમેન્ટો એનાયત કરવામાં આવેલાં.
ભવિષ્યની યોજનાઓ: