જલ્સા કરોને જેંતીલાલ

બે દિલ એક હૃદય.. – શું કોલેજમાં થયેલા પ્રેમને આખરે મંઝીલ મળશે ખરી???

બે દિલ એક હૃદય !!

ક્યાં જવું છે ? હિરવાએ પ્રેમ સામું જોઇને આયુષને પૂછ્યું. “તારું મન કહે ત્યાં જ જઈશું. બોલ જાનુ ક્યા જવું છે.?” , આયુષ થોડો રોમેન્ટિક મૂડમાં આવીને બોલ્યો. “પ્રેમ તું જ કહે ને ક્યાં જઈશું આપણે એ…આજે પ્રેમ કહે ત્યાં જ જઈશું. “જાનુ ! પ્લીઝ યુ ડીસાઈડ, તું તો અમારા બધાની બોસ છે બોસ. સૌથી કલેવર, સૌથી સ્માર્ટ ને આખી કોલેજમાં તું જ હેન્ડસમ છે…એટલે તું ..તું અને તું જ નક્કી કર!!”,


આયુષ ! આ શું યાર, હર વખતે હું જ નક્કી કરું ત્યાં જ આપણે બધાએ જવાનું એવું થોડી ચાલે ? હિરવા થોડી ગુસ્સામાં આવીને બોલી. ગુસ્સામાં પણ ભલે નાક થોડું ચડાવીને અને મોઢું ફૂલાવીને બોલી તો પણ મારી જાન કેટલી સુંદર લાગે છે. આયુષ એકી નજરે અવિરતપણે હિરવા સામું જોયા જ કરે છે..

“આમ મારી સામું શું કામ જોવે છે આયુષ ? હું સાચું જ કહું છું. તું તારી જાતે નિર્ણય લઇ જ નથી શકતો તું લાઈફમાં ખુબ જ પસ્તાવાનો છે. એના કરતા અત્યારથી તારા નિર્ણય જાતે લેતા શીખ ! આ તો અત્યારે હું છું કદાચ કાલે હું ન પણ હોઉં તો ?” અચાનક જોરથી ગાડીને બ્રેક લાગી. ને કારનું એકસીડન્ટ થતા થતા પણ બચી ગયું.. “આમ કેમ જટકા લે છે કાર આજે ? લાવ હું જ ચલાવી લવ અથવા પ્રેમને આપી દે કાર ચલાવવા ..”,

“ના, કાર તો હું જ ચલાવીશ. હવે આવું નહિ થાય. પણ પ્લીઝ તું મારી લાઈફમાંથી દૂર જવાની વાત ન કર ! તું નહિ હોય મારી જોડે તો મારી લાઈફ પણ આવી જ થઇ જશે. હું નહિ જીવી શકું તારા વગર…પ્લીઝ…” “હીર-રાંજા ને લૈલા-મજનુંની લવ સ્ટોરી પણ ઝાંખી પડે હો તમારા પ્રેમ પાસે તો ..”, પ્રેમે મસ્તી કરતા કરતા હિરવા અને આયુષ સામે આંખ મિચકારતા બોલ્યો..


થોડો મસ્તીભર્યો ને રોમેન્ટિક મૂડ જોઇને હીરવાએ જાતે જ પોતાનો ગુસ્સો શાંત કરીને આયુષને સી.સી.ડીમાં જવા કહ્યું… આયુષ તરત જ ગાડીનો ગેર પાંચમાં ગેરમા લીધો ને ફટાફટ માનસી સર્કલ પાસે આવેલ સી.સી.ડી. તરફ જવા કારણો યુ tern લીધો. ને મસ્તી મજાક કરતા કરતા ત્રણેય પહોચ્યા જ્યાં હિરવાએ સજેસ કર્યું હતું ત્યાં.

શાંતિથી સોફા પર બેઠા બેઠા ટી.વી જોવા લાગ્યા…વેઈટર આવીને મેનૂ આપી ગયો.. “હવે, મેનૂ જોઇને મેડમ જ ડીસાઈડ કરશે. આપણે તો આ ટી.વી જોવામાં મસ્ત…! મને આ જ તારી આદતથી ચીડ છે..ફરવા જવું છે તો હિરવા ડીસાઈડ કરશે, વાંચવા બેસવું છે તો હિરવા, કોલેજમાં કયો લેકચર ભરવો એ પણ હિરવા જ , સારૂ છે કે હજી ઘરના અમુક નિર્ણયો મારા પર નથી થોપતો.

સહી પકડે , આવશે મેડમ આવશે…વેઇટ કરો હજી થોડો સમય, જેવી આપણી સગાઈ નક્કી થશે એટલે હું તને તારા ઘરે રહેવા જ નથી દેવાનો… એટલે અત્યારે તારે જેટલું રહેવું હોય એટલું રહીને જલ્સા કરી લે…પછી તો હું શ્વાસ લઉં કે ન લઉં એ પણ અમારા અર્ધાગીની કહે એમ જ મારું જીવન મારી હિરવાને અર્પણ…જાનુ સાચું કહું મારા દિલમાં તું અને માત્ર તું જ છો. મારી હરેક ધડકન તારો શ્વાસ છે..વિશ્વાસ ન આવે તો તારો શ્વાસ રોકી રાખ થોડીવાર મારી ધડકન આપોઆપ ધડકવાનું બંધ કરી દેશે !!


બસ, આયુષ શું તું પણ આમ બોલે છે… “હિરવા સાચે આયુષ જેટલો પ્રેમ આ દુનિયામાં કોઈ જ ન કરી શકે, કે ન કોઈ ભવિષ્યમાં કરશે…એનો હું એકનો એક સાક્ષી છું…ગીતાજી નથી પણ ગીતાજીને યાદ કરી કસમ ખાઉં છું કે હું જે બોલ્યો એ સત્ય બોલ્યો…”કહી પ્રેમ હસવા લાગ્યો…

“હા, તારી વાત સાચી છે. મેં ખુબ જ સારા પુણ્ય કર્યા હશે કે આ જન્મે મને આવો પ્રેમ કરનાર સાચો દોસ્ત અને ભવિષ્યનો હસબંડ મળ્યો… બસ, હિરવા આ કોલેજનું લાસ્ટ યર જેવું પતે કે આપણી સગાઈ નક્કી…મારા ઘરે તો બધા હા જ કહે છે. વાત રહી તારી મમ્મી ને મનાવવાની એ પણ હું મનાવી લઈશ..પણ હા, તારી મમ્મી હિટલરથી કઈ કમ નથી હો….તો પણ હું મારા ભવિષ્યના સાસુને મનાવી જરૂર લઈશ.


ઓહો, શું કોન્ફીડંસ છે તને …પ્રેમ તારા આ આશિક મિત્રને જણાવી દે કે એની ભવિષ્યની સાસુ ડી.વાય.એસ.પી છે. અને સિંગલ મધર છે એ જલ્દી પુરુષો પર વિશ્વાસ નથી કરતા…એને મનાવવા એટલે લોઢાના ચણા ચાવવા બરબર છે. હું મારી મમ્મીની એક ને એક ને મારા પપ્પાની આખરી નિશાની છું તો મને કાચની પૂતળીને જેમ સોકેસમાં મૂકી સાચવે એમ મારી મમ્મી સાચવે છે….એ નહી માને સાચે ..

મારી વ્હાલી જાન તને તારા આ પાગલ આશિક પર ભરોષો નથી ?? પ્રેમની સાક્ષીમાં કહું છું કે તારી મમ્મી જ આપણા મેરેજ માટે સામેથી કહેશે ને એ પણ આ એક મહિનામાં જ ભલે મારે જે કરવું હોય તે કરીશ..પણ એક પ્રોમિસ આપું તને “હું તને ભગાડીને તો નહિ જ લઈ જાવ..હું તો મારા સપનોની મહારાણીને વાજતે ગાજતે પચાસ ગાડીઓની લઈને ઠાઠમાઠથી લેવા આવીશ…તું તારી મમ્મીની રાજકુમારી છે પણ મારી રાણી છે એ યાદ રાખજે…હું લવ મેરેજ કરીશ પણ તને પૂરા પારિવારિક માન- સન્માન સાથે લેવા આવીશ. તારું સન્માન એ મારું અભિમાન હશે..

આજની તારીખ નોટ કરી લે આવતા મહિનાની આ જ તારીખે આપણી સગાઈ હશે. “આયુષ આ તું બોલે છે..આ નિર્ણય તે તારી જાતે લીધો….વાહ ..આજે હું ખુબ જ ખુશ છું. આયુષ નિર્ણય લેતા શીખી ગયો..” “હિરવા તને મજાક સૂઝે છે ? હું આપણા મેરેજની વાત કરી રહ્યો છું.”

બસ, પછી તો મસ્તી કરતા કરતા બધા છૂટા પડ્યા પણ આયુષ ખુબ જ ટેન્શનમાં હતો. હીરવાના મોમ ને મનાવવા એટલે સાચે જ અઘરું કામ છે. કેમ મનાવવા એ જ વિચારમાં આખી રાત પડખા ફેરવ્યા કર્યા. અચાનક એને શું વિચાર આવ્યો કે એ ઉભો થયો.અને સીધો કિચનમાં ગયો…એક કપ કોફી બનાવી ને બેઠો ટી.વી જોવા. પણ અત્યારે એનો મૂડ તો પ્રેક્ષાની મમ્મીને કેમ મનાવવી એના જ વિચારોમાં હતા.


એ સવાર પડે એની જ રાહ જોયા કરતો હતો…લગભગ રાતના બે વાગ્યા હોવા છતાં આજે આયુષને નીંદર નહોતી આવતી…બારીની તિરાડમાંથી પૂર્ણ પ્રકાશે પ્રકાશિત ચંદ્રનો આછો પ્રકાશ પડદા પર ફેલાઈ રહ્યો હતો…પડદો હટાવીને આયુશે બારી ખોલી નાખી….આખા હોલમાં ચંદ્રની ચાંદનીનો પ્રકાશ ફેલાઈ ગયો. આછા આછા અજવાસમાં એ પ્રેક્ષાને યાદ કરવા લાગ્યો…આવો જ ચંદ્રનો પ્રકાશ હોય ને ખુલ્લા આકાશ નીચે હું ને પ્રેક્ષા બે જ હોય ને બંને એકબીજાના પ્રેમમાં, હૂફ્માં એટલા બધા ખોવાઈ જઈએ…..!

આયુષને સાચે જ એવો અહેસાસ થયો કે એ પ્રેક્ષાના ખોળામાં માથું રાખીને સુઈ ગયો છે ને પ્રેક્ષા એના કોમળ, મુલાયમ હાથ વડે આયુષના માથામાં હાથ ફેરવી રહી છે ને એના મીઠા મીઠા શબ્દો સાચે જ વાંસળીના મીઠા સૂરની જેમ આખા હોલમાં ફેલાઈ રહ્યા છે…આયુષને હોલમાં ને હોલમાં જ સોફા પર પપ્રેક્ષાના વિચારોમાં ક્યારે નીંદર આવી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો.. કોયલનો ટહુકો ને આછો સૂર્ય પ્રકાશ ફેલાયો. એટલે સવાર પડી એવો અહેસાસ તો થયો..કારણ કે શાંત કોલાહલમાં આ વાતાવરણ ખલેલ પહોચાડી રહ્યું હતું…


આયુષ સોફા પરનું કુશન કાન પાસે રાખીને સુઈ ગયો…..પાછો…!!આયુષના મમ્મી અને દાદી જેવા ઉઠ્યા કે આયુષને સોફા પર સૂતેલો જોઇને બોલ્યા : ટી.વી ચાલૂ, બારીઓ ખુલ્લી હે ભગવાન આ છોકરાનું શું થશે ??? ખ્યાલ નહિ રાત્રે કેટલા વાગ્યા સુધી જાગ્યો હશે ??? દાદીએ પ્રેમથી માથે હાથ ફેરવતા ઉઠાડ્યો : આયુષ, દીકરા સવાર પડી ! તારે ઉઠવું છે ? નીંદર પૂરી ન થઇ હોય તો તારા રૂમમાં જઈને સૂઈજા “ દાદીનો હાથ પકડી આયુષ નિંદરમાં જ બોલ્યો : પ્રેક્ષા તારા હાથ આટલા કઠણ કેમ છે ??? જાનુ આવા હાથ કેમ થયા ??? “એલા એય હું તારી જાનુ નહિ, તારી દાદી છું….ચલ ઉઠ અને તારી જાનુ છે કોણ એ મને કહે તો ..!”

“સોરી….સોરી…સોરી…દાદી .,…..ધીરે બોલો પપ્પા સાંભળી જશે, હું સમય આવશે એટલે બધું જ કહીશ ..ઓ.કે દાદી…થેક્સ દાદી તમે મને વહેલો ઉઠાડ્યો……આજે આઠ વાગે સવારે મારે એક હિટલરને મળવા જવાનું છે…બાય દાદી હું રેડી થઈને એ હિટલર ને મળીને આવું હો!
ફટાફટ તૈયાર થઈને આયુષ પહોચ્યો પ્રેક્ષાના ઘરે. પ્રેક્ષા તો હજી સુતી જ હતી…પ્રેક્ષાની મમ્મી પ્રેરણાબેનને મળ્યો…


“આંટી , તમે તો મને ઓળખો જ છો..એટલે મારે કશું કહેવું નથી મારા વિષે…પરંતુ હું તમારી દીકરીનો હાથ માંગવા વાગ્યો છું…જે શરત હશે એ મને મંજૂર છે, પણ, મારે બસ મારી જિંદગી તમારી પાસેથી માંગવી છે..”

“શું બોલ્યો ? તારી હિમ્મત કેમ થઇ આવી વાત કરવાની ? મારી દીકરીને હું મવાલી જોડે તો ન જ પરણાવું…સાલા હરામી આ આવી ગયા શોપિંગ મોલ સમજી વસ્તુ લેવા માટે..” આટલું બોલી આયુષને ઘરની બહાર કાઢી મૂક્યો.. આ બાજૂ પ્રેક્ષાને કોલેજ જવાનું બંધ કરી દેવામાં આવ્યું..મોબાઈલ લઇ લેવામાં આવ્યો. પ્રેક્ષા અને આયુષ બંને પોતાના પ્રેમને પામવા લડાઈ પોતાના જ વ્યક્તિ સાથે પ્રેમથી કરવા લાગ્યા.

બીજે દિવસે એ જ સમયે પાછો આયુષ પ્રેક્ષાના ઘરે પહોચ્યો…કાલની જેમ જ વટથી પોતાનો પ્રેમ માંગ્યો,….પણ આ વખતેય નિરાશા જ મળી….
આવું ને આવું સતત પંદર દિવસ સુધી ચાલ્યું…આ પંદર દિવસમાં આયુષ અને પ્રેક્ષાએ બિલકુલ વાત ન કરી….પ્રેમ કર્યો છે વટથી તો જ્યારે તારી મમ્મી કહે ત્યારે જ મળવું ને ત્યારે જ વાત કરીશું…એવું નક્કી કરી બંને એકબીજાની યાદમાં ને એકબીજાની યાદમાં દિવસો કાઢવા લાગ્યા… એક દિવસ સામેથી જ આયુષના મોબાઈલ પર પ્રેક્ષાના મમ્મીનો કોલ આવ્યો…મળવા બોલાવ્યો… આયુષ મળવા જાય છે…


“આયુષ, તારા જેટલો પ્રેમ મારી દીકરીને આ દુનિયામાં કોઈ નહિ કરી શકે, હું નથી ઇચ્છતી કે હું તમને અલગ પાડું…મેં મારા પ્રેમને એટલે કે પ્રેક્ષાના પપ્પાને બહુ જલ્દી ખોઈ દીધા છે…તમારા જેવો જ અમારો પ્રેમ હતો…મારી દીકરી નસીબદાર છે કે એને તારા જેવો હસબંડ મળશે….તારા મમ્મી પપ્પાને બોલાવ મારે તમારી સગાઈની વાત નક્કી કરવી છે…

“આ સાંભળી આયુશે ત્યાં ને ત્યાં જ પ્રેક્ષાને ઉચકીને એક બે પપ્પી ને જપ્પી આપી દીધી….પ્રેક્ષાને પણ આયુષની નિર્ણય શક્તિ પર ગર્વ થયો..ને બોલી વાહ, આયુષ તું તો ગઝબ નીકળ્યો…” “હોય જ ને આશિક કોનો ??”

જે તારીખે આયુશે પ્રેક્ષાને સગાઈ માટે એડવાન્સ આપી હતી એ જ તારીખે સગાઈ ને મહિના પછી જેવી રીતે આયુશે વિચાર્યું હતું એ જ રીતે વાજતે ગાજતે મેરેજ કર્યા… મેરેજના દિવસે જ આયુશે દાદીને બોલાવી કહ્યું, “દાદી, જુઓ મારી જાનુ ….કેવી છે ?” “દાદીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા….બંનેનો પ્રેમ જ એવો હતો કે બેમાંથી એકપણ પરિવાર આ પ્રેમ વિવાહનો વિરોધ ન કરી શક્યા..ઉલટું એમનો નિસ્વાર્થ ને નિર્દોષ પ્રેમ જોઇને આંખ ભરાઈ આવી…”


બંને ખુબ જ સરસ રીતે પોતાનું જીવન જીવતા હતા…બંનેની એક જ ઈચ્છા કે બંને પરિવાર એક બનીને રહે….પ્રેક્ષાના મમ્મી પ્રેક્ષાના સાસુ, સસરા અને દાદી સાસુ સૌ એક જ ઘરમાં રહે…અજાણ્યા વ્યક્તિને તો ખ્યાલ જ ન આવે આ બે અલગ જ્ઞાતિની ફેમીલી હશે.. એકદિવસ પ્રેક્ષા અચાનક બીમાર પડી, આખા પરિવારને એક દોરીમાં બાંધી રાખનાર પ્રેક્ષા સૌની વ્હાલી હતી…એ બીમાર પડી તો આખા ઘરમાંથી કોઈ જમ્યું જ નહિ,..આયુષ ઓફીસ કામે બહાર ગયો હતો..ને પ્રેક્ષાની જિદ્દ કે આયુષ આવે પછી જ ડોક્ટર પાસે જઈશ… “આયુષ પ્રેક્ષા દીકરી બીમાર છે. તું ફટાફટ પ્લેનમાં બેસીને પણ ઘરે આવીજા..ભલે કરોડોનું નૂકશાન થાય પણ એ ચાલશે પણ પ્રેક્ષાને જલ્દી સાજી કર !” , આયુષના પપ્પાએ આયુષને કોલ કરી બોલાવી લીધો..

આયુષ બે જ કલાકમાં ઘરે પહોચી સીધો પ્રેક્ષાને હોસ્પિટલ લઇ ગયો..રીપોર્ટ થયા..ને અશક્તિ હોવાથી એક બોટલ ગ્લુકોઝ ચડાવી પ્રેક્ષાને… આયુષ : “ડોક્ટર , શું થયું છે પ્રેક્ષાને ???રીપોર્ટ નોર્મલ તો છે ને ?? ડોક્ટર : “રીપોર્ટ બિલકુલ નોર્મલ નથી. પ્રેક્ષાને લાંબી બીમારી લાગી છે…એ બીમારીથી એ નહિ બચી શકે..એની કોઈ દવા જ નથી..” “શું ??”

Happy Couple

“હા,… શી ઈઝ પ્રેગનેન્ટ…! તમે ડેડી બનવાના છો..એટલે અમુક પ્રોબ્લમ તો નવ મહિના સુધી રહેશે જ !” આયુષ તો એટલો ખુશ હતો કે એની વાત નહિ…એ તો પહેલા ડરી જ ગયો હતો..હવે આયુશનો શ્વાસ નીચો બેઠો.

આટલા સરસ સમાચાર સાંભળી ઘરના પણ સૌ ખુશ ખુશ થઇ ગયા…હવે તો સૌ પ્રેક્ષાનુ ખુબ જ વધારે ધ્યાન રાખતા…આયુષના પપ્પા પોતે બનાવી રોજ મિલ્કશેક પ્રેક્ષાને એમના હાથે પીવડાવતા…આયુષના મમ્મી , દાદી, પ્રેક્ષાના મમ્મી ને આયુષ ઘરની દરેક વ્યક્તિ પ્રેક્ષાની સેવામાં નવ મહિના ખડે પગે રહ્યા…

નવ મહિના પછી પ્રેક્ષાને નર્સિંગ હોમમાં એડમિટ કરી…એક કલાક, બે કલાક, સતત પાંચ કલાક સુધી દર્દ સહન કર્યું પણ બેબીનો જન્મ થતો જ ન હતો..ડોક્ટર લોકો પણ હિમત હારી ગયા…સીજર ઓપરેશન કરીને પ્રેક્ષાએ એક સુંદર પરીને જન્મ આપ્યો…પરંતુ જેવો જન્મ થયો કે પ્રેક્ષાનુ બ્લડપ્રેસર એકદમ હાઈ થઇ ગયું..જે ડોક્ટરનાં પણ કંટ્રોલ બહારની વાત હતી…સંજોગ પણ કેવા હતા..કે તાત્કાલિક બીજી કોઈ સારવાર પણ ન મળી શકી…..ને પ્રેક્ષાએ પોતાના શ્વાસ ત્યાં જ છોડી દીધા…આ બાજુ જેવા પ્રેક્ષાના શ્વાસ બંધ થયા કે તરત જ આયુશનું હ્રદય પણ ધડકતું બંધ થઇ ગયું…ને બંનેએ એકસાથે જ આ દુનિયાને અલવિદા કહીને નવી દુનિયા વસાવવા જઈ ચડ્યા…. આટલું બોલતા બોલતા જ પ્રેમ ધ્રુજી ઉઠ્યો ને જમીન પર ધસડાઇ પડ્યો…આખા હોલમાં બધાની આંખો ભરાઈ આવી આ કહાણી સાંભળીને….


આજે આયુષ અને પ્રેક્ષાનાં પ્રેમની નિશાની પરીના લગ્ન હતા…પરંતુ પ્રેમ આયુષ અને પ્રેક્ષાનો ખાસ મિત્ર હતો…એણે આયુષ અને પ્રેક્ષાના પ્રેમની નિશાનીને સાચવવાની જવાબદારી પોતાના માથે લઇ લીધી ને પરીને ઉછેરવામાં કોઈ ક કચાશ ન રાખી…આજે પરીનું કન્યાદાન દેવાનું હતું.ત્યારે પરીને પોતાના સગા-માતા પિતાની આ કહાણી સાંભળી પરી પણ રડી પડે છે..આટલા વર્ષે ખ્યાલ આવ્યો કે આ મારા પાલક પિતા છે.. આજે પરી ભલે માતા-પિતા વગર સાસરે જતી….પણ એની સાથે પ્રેક્ષાના મમ્મીનું ફેમીલી. આયુષના પપ્પાનું ફેમીલી અને પ્રેમનું ફેમીલી સાથે હતું..એક માં-બાપ ખોયા સામે ત્રણ ત્રણ મા-બાપનો પ્રેમ મળ્યો..

પરીની વિદાય થવાની તૈયારી જ હતી…ત્યાં જ અચાનક એક અવાજ આવે છે…એ અવાજ પ્રેક્ષા અને આયુશનો હતો…જે પરીને સંભળાય છે…
“મારી વ્હાલી લાડુ, તું સાસરે જાય છે…પણ એટલું યાદ રાખજે તું સાસરે નહિ પણ તારા સાચા ઘરે જાય છે..અમારું અધૂરું સ્વપ્ન તારે પૂરું કરવાનું છે…તું પણ તારા પતિનો શ્વાસ બનજે ને પરિવારનો વિશ્વાસ…તું પરિવાર રૂપી જે મણકા છૂટા પડ્યા છે..એનો દોરો બનીને એક સરસ ને પ્રેમાળ પરિવાર બનાવજે…તું એકવાર પ્રેમ આપીને જોજે એ પરિવાર તને ચાર ગણો પ્રેમ આપશે…જે ઘરમાં જાય છે એ ઘરને ઘરમાંથી પ્રેમનું મંદિર બનાવજે ! કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર એમના રીત રીવાજ અપનાવી લે જે!

આટલું સાંભળતા જ પરીની આંખો આજૂબાજૂ નજર કરી જોવા લાગી કે આ અવાજ ક્યાંથી આવે છે…. પરંતુ ..!!!!! કોઈ જ ન દેખાયું …!!!!! ખાલી સુગંધ આવી તાજા ખીલેલા પુષ્પોની….બસ!!!!!!

||અસ્તુ ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

વાર્તા વિશેના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version