કોલેજ સિલેક્શન કરતા પહેલા આ 5 વાતોનું ધ્યાન રાખો, નહિ તો બાદમાં પસ્તાશો

સ્કૂલ પૂરી થતા જ મનમાં કોલેજના ફુગ્ગા ફુટવા લાગે છે. સ્કૂલથી કોલેજ લાઈફ બિલકુલ અલગ અલગ હોય છે અને કદાચ આ જ કારણોથી સ્ટુડન્ટ્સને કોલેજ જવાની જલ્દી રહે છે. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે, કોલેજમાં માત્ર મસ્તી કરવા નહિ જવાનું હોતું, પણ સારી કોલેજથી તમારું આખું કરિયર અને ભવિષ્ય જોડાયેલું હોય છે. તમારું સમગ્ર ભવિષ્ય કોલેજના સિલેક્ટ કરવા પર નિર્ભર કરે છે, તેથી તમારે બહુ જ વિચારીને કોલેજનું સિલેક્શન કરવું જોઈએ. તો તમે હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે, અથવા તો કરવાના છો, તો તમારા માટે કોઈ સારા કોલેજની શોધ કરવાની છે, તો કોલેજ સિલેક્શન કરવું એક મુશ્કેલ કાર્ય છે. તો અમે તમને કેટલીક ટિપ્સ આપીએ છે, જે તમારા કોલેજ સિલેક્શન માટે તમને મદદ કરી શકે છે.

કોલેજની માન્યતા ચેક કરી લોકોઈ પણ કોલેજ કે ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતા પહેલા એ જરૂર જાણી લો, કે તે યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત છે કે નહિ. આવા અનેક કોલેજ છે, જે વિદ્યાર્થીઓને લોભામણી જાહેરાતો આપે છે. પરંતુ તેમની પાસે ન તો પ્લેસમેન્ટ હોય છે કે ન તો ફેસિલિટી. જો કોલેજને માન્યતા પ્રાપ્ત નથી, તો તમારું ત્યાં એડમિશન લેવું બેકાર છે.

કોર્સની રેપ્યુટેશન શું છેકોલેજ સિલેક્શન સમયે ધ્યાન રાખજો કે, તમે કયો કોર્સ પસંદ કરી રહ્યાં છો, તેની માર્કેટમાં રેપ્યુટેશન શું છે અને તેની વેલ્યૂ શું છે. કરિયરમાં તે કોર્સ તમને કામમાં આવવો જોઈએ. કોર્સ સંબંધિત કોઈ એક્સપર્ટસ કે તે કોર્સ અગાઉ કોઈએ કર્યો હોય તો તેની પાસેથી કોર્સની સમગ્ર માહિતી મેળવી લેવી.

ફેકલ્ટીનું એજ્યુકેશનકોલેજમાં તમારે માત્ર ફરવા જ નથી જવાનું, પરંતુ સ્ટડી કરવા પણ જવાનું છે અને તેના માટે કોલેજની ફેકલ્ટીનું સારું હોવું બહુ જ જરૂરી છે. તમારા માટે કોલેજની પસંદગી કરતા સમયે એ વાતનું જરૂર ધ્યાન રાખો કે એ કોલેજમાં ફેકલ્ટીની ઈમેજ કેવી છે. કોલેજના પૂર્વ સ્ટુડન્ટ્સ પાસેથી તમે આસાનીથી આ માહિતી મેળવી શકો છો કે ત્યાંના ટીચર્સ કેવા છે.

પ્લેસમેન્ટ પણ જરૂરી છેઅનેક કોલેજ અને ઈન્સ્ટિટ્યૂટ એડમિશન લેતા સમયે પ્લેસમેન્ટની ગેરેન્ટી પણ આપે છે, જ્યારે કે હકીકતમાં આવું બહુ જ ઓછું હોય છે. જો તમે કોઈ પ્રોફેશનલ કોર્સ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમને એ ખબર હોવી જરૂર છે કે કોલેજ તમને પ્લેસમેન્ટ આપશે કે નહિ. તેનુ પ્લેસમેન્ટ રેકોર્ડ તમે ચેક કરી શકો છો. કેમ્પસ પ્લેસમેન્ટ વિશે તમે માહિતી મેળવી શકો છો. આ વિશે તમને કોલેજના ટીચર્સ બતાવી શકે છે.

લોકેશન પણ ચેક કરોકોલેજ સિલેક્ટ કરતા સમયે હંમેશા લોકેશનનું ધ્યાન રાખવુ બહુ જ જરૂરી છે. કોલેજ જો તમારા ઘરથી દૂર હશે, તો તમને ઘરે આવીને અભ્યાસ કરવા માટે બહુ જ ઓછો સમય મળશે. જો તમે કોઈ બીજા શહેરમાં જઈને અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તે કોલેજની આસપાસનો માહોલ જાણી લેવો બહુ જ જરૂરી છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

બીજા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો આ બધી વિગતો, દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી