શુંં તમને ખબર છે આ 4 બેટ્સમેનમાં એક ભારતીય પણ સતત 3 મેચમાં 3 વખત શૂન્યમાં થયો છે આઉટ?

દુનિયામાં આજની તારીખ સુધીમાં ફક્ત આ 4 બેટ્સમેન સતત 3 વખત શૂન્યમાં આઉટ થયા છે, 1 ભારતીય પણ આ યાદીમાં સામેલ છે.

image source

ખેલાડી ક્યારે અને કેટલો સમય ક્રિકેટની પીચમાં રહેશે તેનો સંપૂર્ણ આધાર તેની બેટિંગ પર છે. ઘણી વખત સતત બેટિંગ કરનાર બેટ્સમેન પછીની કેટલીક મેચોમાં તે ટીમ માટે સૌથી ખરાબ પ્રદર્શન પણ કરે છે. તેથી જ ક્રિકેટને અનિશ્ચિતતાનો રમત કહેવામાં આવે છે. ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થનાર ખેલાડીને ડક પણ કહે છે.

અનિશ્ચિતતાની આ રમતમાં, એવા ઘણા પ્રસંગો છે જ્યારે બેટસમેન એક કે બે વાર શૂન્યમાં આઉટ થયા હોય, પરંતુ સતત 3 વાર શૂન્ય પર આઉટ થવાના પ્રસંગ ખૂબ ઓછા છે. આજે અમે તમને આવા 4 બેટ્સમેન વિશે જણાવીશું જે ટી 20 ક્રિકેટમાં સતત 3 મેચમાં 3 વખત શૂન્યમાં આઉટ થયા છે. આ યાદીમાં આ ભારતીય ખેલાડીનું નામ પણ શામેલ છે. જાણો ક્યાં ભારતીય ખેલાડી સતત ત્રણ વાર શૂન્ય પર આઉટ થયેલ છે.

image source

આ પાકિસ્તાની ખેલાડીનું નામ છે આ લિસ્ટ માં.

પાકિસ્તાનનો ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝ ખેલાડીમાં ઓલરાઉન્ડર છે. ટી 20 માં 91 મેચ રમ્યા પછી 1992 રન બનાવનાર હાફીઝ 2012 માં સતત 3 વાર શૂન્ય પર આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ સામે સતત 2 મેચોમાં અને શ્રીલંકા સામેની શ્રેણીની પહેલી મેચમાં હાફીઝ શૂન્ય પર ગયો હતો. હાફિઝ ખૂબ સારો ખેલાડી છે. અને તે ઓલરાઉન્ડરમાં ટોપ ટેન લિસ્ટમાં પણ નામ આવેલું છે.

આ ઇંગ્લેન્ડના ખેલાડીનું નામ છે આ લિસ્ટમાં.

image source

મોઇન અલી ઇંગ્લેન્ડની ટીમનો ઓલરાઉન્ડર છે. તેણે અત્યાર સુધીમાં 28 મેચોમાં 284 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, મોઇન અલી 2015 માં પાકિસ્તાન સામે અને પછીની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે સતત 2 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. મોઇન અલી ઓલરાઉન્ડરના ટોપ ટેન ખેલાડીના લિસ્ટમાં નામ આવેલ છે.

આ ન્યૂઝીલેન્ડના ખેલાડીનું નામ છે આ લિસ્ટમાં.

image source

લ્યુક રોંચી ન્યુઝીલેન્ડની ટીમનો વિકેટકીપર રહ્યો છે. રોંચીએ 2008 થી 2018 વચ્ચેની 33 ટી 20 મેચોમાં 359 રન બનાવ્યા છે. લ્યુક રોંચી તેની છેલ્લી ત્રણ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ મેચ તેને બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.

આ ભારતીય ઓલરાઉન્ડર પણ સામેલ છે.

image source

ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનું પણ સતત 3 વખત શૂન્યના સ્કોર પર આઉટ થયેલા ખેલાડીઓમાં નામ છે. 23 મેચ રમનાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને 7 ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી, જેમાંથી તે છેલ્લી 3 ઇનિંગ્સમાં 3 વખત શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો છે. સુંદર પણ ભારતનો ખૂબ સારો ઓલરાઉન્ડર છે. હાલમાં તો ખૂબ નવો ખેલાડી છે. આગળ ભરતની ટીમમાં સ્થાન મળશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ