જલ્સા કરોને જેંતીલાલ

બેટને બદલે સ્ટમ્પથી રમતું 8 વર્ષનું બાળક, એવી રીતે બોલને ફટકારે છે કે વિરાટ-વોટસન અને સચિનને ભૂલી જશો

ભારતમાં ક્રિકેટ તમામ ઉંમરના લોકોની મનપસંદ રમત બની છે. આમાં તો ક્રિકેટને લઈને દુનિયાભરમાંથી અનેક પ્રતિભાશાળી લોકો સામે આવ્યાં છે અને બધાનો પોતાનો એક અલગ અંદાજ હોય છે. T-20 હોય કે IPL કોઈ પણ મેચ જોવા માટે ક્રિકેટ રસિયાઓ બધું કામકાજ છોડીને બેસી જાય છે. આ બધી મેચો દરમિયાન ખેલાડીઓ પોતાનાં ટેલેન્ટ મુજબ અનેક રેકોર્ડ બનાવતાં હોય છે. પરંતુ આજે અહીં જે ટેલેન્ટ વિશે વાત થઈ રહી છે તેવો ટેલેન્ટ તમે અત્યાર સુધીમાં નહી જોયો હોય.

એક નાનકડું બાળક જોરદાર રીતે બોલને ફટકારી રહ્યું છે જે જોઈને તમે ચોંકી જશો. એથી પણ અનોખી વાત એ છે કે આ બાળક બોલને ઉછાળવા માટે જે ચીજનો ઉપયોગ કરી રહ્યું છે તેવું તમે આ અગાઉ ક્યારેય નહી જોયું હોય. આ બાળકનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ બાળકની ઉંમર માત્ર 8 વર્ષ જ છે. આ બાળક મિડલ સ્ટમ્પને જ બેટ તરીકે ઉપયોગ કરી રહ્યો છે છતાં નવાઈની વાત એ છે કે તે જેમ ક્રિકેટરો બેટથી બોલને હવામાં ઉછળતા હોય તે રીતે ઉછળી રહ્યો છે. સ્ટમ્પથી બેટિંગ કરતાં જોઈને બધા ખુબ નવાઈ પામ્યા હતાં.

નેટ સેશન દરમિયાન આ બાળક પેડ્સ બાંધીને અને હેલ્મેટ પહેરીને રમી રહ્યો હતો. તેને જોઈને લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ પ્રોફેશનલ ક્રિકેટરની છે. આથી વધારે નવાઈની વાત એ છે કે તેણે કવર ડ્રાઈવ, સ્ટ્રેટ ડ્રાઇવ અને ફ્લિક શોટને પણ સ્ટમ્પ દ્વારા જ ખુબ સારી રીતે રમી લીધાં હતાં.

બાળકનો આ અનોખો અંદાજ જોઈને લોકો તેને ખુબ વધાવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર બાળકનાં ચાહકો વધી રહ્યાં છે. લોકો આ બાળકની સરખામણી મોટાં મોટાં ક્રિકેટરો સાથે કરી રહ્યાં છે.

આ બાળકની તુલના કોઈ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે કરી રહ્યું છે તો વળી કોઈક તેને સુનીલ ગાવસ્કર સાથે સરખાવી રહ્યું છે. કોમેન્ટ સેક્શનમાં લોકો બાળકનાં ટેલેન્ટનાં દીવાના થયાં હોય તેમ કમેન્ટ કરી રહ્યાં છે.

એક યુઝર્સએ તેને ઓસ્ટ્રેલિયાના વોટસન કહ્યું તો એક બીજાએ તેને દક્ષિણ આફ્રિકાના જુનિયર એબી ડીવિલિયર્સ કહ્યું હતું. આ વીડિયો ધ ગ્રેડ ક્રિકેટરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version