બાથરૂમમાં ગેસ લીક થવાથી બે બહેનોના થયા કરુણ મોત, તમે પણ જો વાપરતા હોવ ગેસ ગીઝર તો ચેતી જજો

બે બહેનોનું – બાથરુમમાં ગેસ લીક થવાથી મૃત્યુ – જાણો શું છે મામલો

મોત ક્યારે તમને ભરખી જાય તેનો કોઈ જ ભરોસો નથી હોતો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મોતને કોઈ જ ટાળી શક્યું નથી. પછી તમે તેનાથી બચીને ગમે ત્યાં છુપાઈ જાઓ તો પણ તે તમને શોધી જ લે છે અને સમય આવ્યે તમે ભગાવાનના ધામમાં પહોંચી જાઓ છો.

image source

ઘણીવાર એવું બનતું હોય છે કે તમારા માટે સૌથી સુરક્ષિત જગ્યા જ તમારા મોત માટે જવાબદાર બની જાય. પાકિસ્તાનમાં પણ તેવી જ એક દુઃખદ ઘટના ઘટી ગઈ છે. પાકિસ્તાનમાં કૌટુંબિક પ્રસંગે આવેલી 17 અને 24 વર્ષિય બે બહેનોનું મૃત્યુ બાથરૂમમાં જીવલેણ ગેસ લીક થવાથી થયું છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબ રાજ્યના દૌલત નગરમાં બની છે.

image source

આ બન્ને બહેનો બ્રીટીશ નાગરીક હતી અને પોતાના દાદાની પૂણ્ય તીથીમાં પાકિસ્તાન આવી હતી. એક અહેવાલ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે બાથરૂમમા રાખવામાં આવેલા ગીઝરમાંથી લીક થયેલા ગેસના કારણે 24 વર્ષિય મારિયા અને 17 વર્ષિય નાદિયા રહેમાનનું મૃત્યુ થયું છે. બન્ને ઘરની ફરશ પર મૃત હાલતમાં મળી આવી હતી.

image source

વાસ્તવમાં તેમનું મૃત્યુ 12 જાન્યુઆરીએ થયું હતું પણ તેની ખબર આંતરરાષ્ટ્રિય મિડિયાને આજે મળી હતી. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ધરપત આપવામા આવી છે કે તેઓ આ ઘટનાની તપાસ કરશે. તેમના પોસ્ટમોર્ટમની માહિતી પણ હજુ સુધી મિડિયા સમક્ષ આવી નથી. જો કે દીકરીઓના માતાપિતાએ આ મૃત્યુને દુર્ઘટા માની લીધી છે અને તેઓ કોઈ જ કાનૂની કામગીરી કરવા નથી માગતા.

image source

જો કે આ યુવતિઓના કુટુંબીજનો પણ આ ઘટના બાબતે કંઈ ખાસ વાત કરવા નથી માગતા અને જાણે તેની ચર્ચાથી દૂર રહેવા માગતા હોય તેવુ લાગ રહ્યું છે. અને માટે જ સોશિયલ મિડિયા પર આ યુવતિઓના મૃત્યુને લઈને વિવિધ જાતની અફવાઓ બહાર આવી રહી છે.

image source

પાકિસ્તાનના સમાચારપત્ર ધ સન પ્રમાણે, કેટલાક લોકોનુ એવું માનવું છે કે મારિયા અને નાદિયાનું ઓનર કિલિંગ થયું છે, પણ આ બહેનોની સાવકી માતાએ તેવું કંઈ જ થયું હોવાની ના પાડી છે. અને કહ્યું છે કે તેમનું મૃત્યુ ગેસ લીક થવાથી થયું છે.

image source

તો વળી બ્રિટેનમાં રહેતી આ યુવતિઓના બ્રીટીશ પાડોશીનું કહેવું છે કે મારિયા અને નાદિયા મૃત્યુ પામી છે પણ કોઈ ચોક્કસ કારણ તેમના મૃત્યુ બાબતે દર્શાવવામાં નથી આવ્યું. આમ મારિયા અને નાદિયાના મૃત્યુ બાબતે તેના કુટુંબીજનો જે રીતે મૌન સેવી રહ્યા છે તેમજ તે વિષે કોઈ તપાસ કરવાનો આગ્રહ નથી રાખી રહ્યા તે જોતાં તેમાં કંઈક શંકાસ્પદ લાગી રહ્યું છે. હવે તેની પાછળ શું કારણ છે તે તો તપાસ બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે. હાલ તો આપણે નાદિયા અને મારિયાના આત્મા માટે શાંતિની જ પ્રાર્થના કરી શકીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ