ટેસ્ટી એન્ડ સોફ્ટ બટેકા પૌઆ

આજે હું લઇને આવી છું સરસ મજાના ટેસ્ટી એન્ડ સોફ્ટ બટેકા પૌઆ બનાવવાની રેસીપી. જે તમે સવારે નાસ્તામાં, લંચ અથવા સાંજની ચા સાથે પણ ખાઈ શકો છો.

આજે હું આ રેસીપીમાં જણાવીશકે પૌઆને સોફ્ટ કેવી રીતે રાખવા? ઘણીવાર એવું થતું હોય છે કે બનાવેલા પૌઆ થોડીક વાર પડ્યા રહે તો સહેજ કડક થઇ જાય છે. તો આવો જોઈએ પૌઆને સોફ્ટ કેવી રીતે બનાવવા.

સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ

 • ૨૫૦-૩૦૦ ગ્રામ પૌઆ
 • ૧ નંગ – મીડીયમ સાઈઝ  બટાકુ ,
 • ૨ નંગ – ડુંગળી,
 • ૨ ચમચી – મીઠું,
 • ૨ચમચી – ખાંડ.
 • ૩ – લીલા મિર્ચ,
 • ૮-૧૦ મીઠા લીમડાના પાન,
 • ૧ ચમચી – હળદર,
 • ૨ -૩ચમચી તેલ,
 • ૧ વાટકી – પાણી,
 • લીંબુ,
 • ૧ ચમચી – રાય,
 • ૧ચમચી – જીરું,
 • કોથમીર – ગાર્નિશિંગમાટે,

બનાવવાની રીત :

સૌ પ્રથમ પૌઆ ને એક કાણા વળી ચાયણી માં કાઢી અને બરાબર ધોઈ ને ૫-૧૦ મિનિટ એમનેમ રહેવા દો. ત્યાર બાદ ડુંગળી બટેટું અને મિર્ચ ને જીણા સમારી લો.

એક કડાઈ માં ૨ -૩ ચમચી તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાય નાખો. બંને વસ્તુ ફૂટવા લાગે એટલે તેમાં સમારેલીડુંગળી , બટેટું, લીમડાના પાન , લીલું મરચું અને હળદર નાખી દો. હવે કડાઈ ઉપર થાળી ઢાંકી ને થોડી વાર ચડવા દો. ગેસ સ્લૉ રાખવોબળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

ત્યાં સુધી ૧ વાટકી પાણી માં લીંબુ , મીઠું અને ખાંડ નાખી બધું બરાબર મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવો. (આ રીતે કરવા થી સોફ્ટરહેશે. જો તમે લંચ બોક્સ માં ભરવાના હોવ તો પણ પૌઆ લાંબા સમય સુધી સોફ્ટ રહેશે.)

હવે કડાઈ માં ચેક કરી લો ડુંગળી અને બટેકા ચડી ગયા હોય તો સૌ પ્રથમ જે પાણી આપડે તૈયાર કર્યું છે એને નાખો.

ત્યાર બાદ ધોયેલા પૌઆ ને ધીમે ધીમે થોડા થોડા નાખી ને હલાવતા જાઓ. હવે આ બધી વસ્તુ ને બરાબર રીતે હલાવી ને મિક્સ કરો
અને ૨ મિનિટ માટે થાળી ઢાંકી ને ધીમા ગેસ રહેવા દઈ પછી ગેસ બંધ કરી દો.

તો તૈયાર છે તમારા ગરમા ગરમ સોફ્ટ બટેટા પૌઆ . હવે એક ડીશ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

નોંધ:

પલાળેલા પૌઆ ને કડાઈ માં નાખતા પેહલા હાથ થી બરાબર છુટ્ટા કરી લેવા જેથી કોઈ પૌઆ કાચા ના રહી જાય.
પૌઆ ને હજી હેલ્થી બનાવવા માટે તેમાં તમે ડુંગળી અને બટેટા ની સાથે ગાજર , બીટ , કોબી , ફણગાવેલા મગ વગેરે મિક્સ કરી શકો
છો.
ખાંડ અને મીઠા નું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો.
બટેકા પૌઆ બનાવવા માટે નાયલોન પૌઆ નથી લેવાના જાડા પૌઆ નો ઉપયોગ કરીશુ.
તો કેવી લાગી તમને મારી આજ ની આ રેસીપી કોમેન્ટ માં જરૂર થી જણાવજો. ફરી મળીશુ એક નવી જ રેસીપી સાથે .

રસોઈની રાણી : નીરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે ..

ટીપ્પણી