એકવાર બનાવશો આ બટાટાનું છીણ તો આખું વર્ષ સ્ટોર કરી ફરાળ તરીકે ઉપયોગમાં લઈ શકશો !!!

બટાટાનું છીણ

આજે આપણે બનાવીશું બટાટા નું છીણ જેને તમે બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને આને તમે ઉપવાસમાં ચેવડો બનાવવામાં કે ફરાળી ભેળ બનાવવામાં ઉપયોગ માં લઈ શકો છો અને આને બનાવવામાં સમય પણ ખૂબ ઓછો લાગે છે.

સામગ્રી : 

  • 1) ૧ કિલો વેફરના બટાટા,
  • 2) મીઠું,
  • 3) ચપટી ફટકડી,
  • 4) પાણી,
  • 5) સીંગ દાણા,
  • 6) લાલ મરચું,
  • 7) બુરું ખાંડ,
  • 8) તેલ તળવા માટે.

રીત : 

1) બટાટા ને છોલીને આ રીતે છીણી લો અને તરત પાણી માં નાખતા જાવ2) ૨-૩ વાર છીણ ને ધોઈ કાણાવાળા વાડકામાં કાઢી લો3) પાણી ઉકાળવા મુકો અને ઉકળે એટલે તેમાં મીઠું ,ફટકડી અને બટાટા નું છીણ નાખો4) એને ૨-૩ મિનીટ બાફીને કાણાવાળા વાડકામાં કાઢી લો5) કોટનના કપડા પર એને વેલણ ની મદદ થી ફેલાવી દો અને એને તાપમાં કે ઘરમાં સૂકવી લો6) ૨ દિવસમાં આ સુકાઈ જશે7) તેલ ગરમ મૂકી આને તળી લો8) એમાં તળેલા સીંગ દાણા ,મરચું અને બુરું ખાંડ ઉમેરો અને બધું સરસ રીતે મિક્ષ કરી લો9) હવે આપણું બટાટાનું છીણ સર્વિંગ માટે તૈયાર છે.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી