ગુજરાતીઓ મીઠાઈ ખાવાના ખુબ જ શોખીન હોય છે. વાર-તહેવાર હોય કે નાના-મોટા પ્રસંગ અવનવી વાનગીઓ સાથે જાતજાતની મીઠાઈઓ તો હોય જ , તેમાંય લીકવીડ સ્વીટ્સ તો આગવું સ્થાન ધરાવે છે. બાસુંદી, ગરમીની સીઝનમાં ઠંડી-ઠંડી બાસુંદી કોને ન ભાવે?
આજે હું બતાવીશ કે ફક્ત 30 મિનિટ્સ માં જ બાસુંદી કઈ રીતે બનાવવી અને એ પણ સાવ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી જે આપણા કિચનમાં જ અવેઇલેબલ હોય છે.
સામગ્રી :
1 લિટર દૂધ
1/2 કપ ખાંડ
2 ટેબલ સ્પૂન ચોખા
1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર
15-20 કળી કેસર
થોડા ડ્રાયફ્રૂટ્સ
એલચી
તૈયારી :
ચોખાને આખા-ભાંગા ક્રશ કરી લેવા.
ડ્રાયફ્રૂટ્સની કાતરી કરી લેવી.
એલચી ક્રશ કરી પાવડર બનાવી લેવો.
રીત :
સૌ પ્રથમ કડાઈમાં દૂધ લઇ ગરમ કરવા મુકો. બાસુંદી બનાવવા માટે હંમેશા કડાઈ નોન-સ્ટીક અથવા જાડા તળિયાવાળી પસંદ કરવી. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખવી.
15 મિનિટ્સ પછી ખાંડ ઉમેરો, ખાંડનું પ્રમાણ આપણા ટેસ્ટ મુજબ વધારી-ઘટાડી શકાય. ફરી 5 મિનિટ્સ ઉકાળો.
બાસુંદીને ફ્રીઝમાં રાખી દો અને ઠંડી થાય પછી સર્વ કરવી જેથી બાસુંદી વધુ સ્વાદિષ્ટ લાગે.
રસોઈની રાણી : અલ્કા સોરઠીયા (રાજકોટ)
વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો :