આજે જ બનાવો “આલુ બાસ્કેટ ચાટ”

“આલુ બાસ્કેટ ચાટ”

સામગ્રી :

નાના બટેટા ૫૦૦ ગ્રામ,
ઉગાડેલા મગ-મઠ ૨૦૦ ગ્રામ,
કાકડી ૧ નંગ,
ટમેટા ૨ નંગ,
દાડમ ૧ નંગ,
ઝીણી સેવ ૧૦૦ ગ્રામ,
ગળી ચટણી ૧ વાટકી,
તીખી ચટણી ૨ચમચા,
કોથમીર ૧ચમચો,
ચાટમસાલો ૧ ચમચો,
જીરૃ પાવડર ૧ચમચો,
ફૂડ કલર પ્રમાણસર,
મીઠુ પ્રમાણસર.

રીત :

૧) બટેટા ધોઈને મીઠુ નાખીને બાફીલો. તેના બે ભાગ કરો. છાલ ઉતારી લો. અર્ધા અર્ધા બટેટાને વચ્ચેથી સ્કૃપ કરીને વચ્ચેનો ગર કાઢીલો. તેથી ગોળ વાટકી જેવા બાસ્કેટ તૈયાર થશે. તેના ત્રણ ભાગ પાડો.

(૨) રેડ-ગ્રીન-યલો ફુટ કલર જરા જરા લો તેમાં પાણી મીક્સ કરો અને તેમાંથી બાસ્કેટને કલર કરો. તેથી રંગ બેરંગી આલુ બાસ્કેટ તૈયાર થશે.

(૩) મગ-મઠ બાફીલો. કાકડી ટમેટાના નાના નાના પીસ કરો. દાડમ છોલીલો.

(૪) આલુ બાસ્કેટમાં નીચે લીલી ચટણી લગાડો તેના ઉપર મગ-મઠ નાખો. તેના ઉપર કાકડી ટમેટાના ઝીણા પીસ નાખો. તેમાં મીઠુ-જીરૃનો પાવડર નાખો. તેના ઉપર દાડમ ઝીણી સેવ- ચાટ મસાલો- ગળી ચટણી- તીખી ચટણી કોશમીર નાખીને બધા બાસ્કેટ તૈયાર કરો.

(૫) બીજી રીતે બાસ્કેટ ગોઠવવા હોયતો ત્રણ કલરના બાસ્કેટ મૂકો તેની અંદર તીખી ચટણી લગાડો તેમાં મગ-મઠ-ગળી ચટણી અને સેવ નાખો. પ્લેટમાં બાસ્કેટ મૂકીને આજુબાજુ કાકડી ટમેટાના પીસ-દાડમના દાણા-ગળી ચટણી- સેવ- કોશમીર- સ્કૃપ બટેટાના પીસ ગોઠવો. સર્વ કરો.

ફુડ કલરની બદલે બીટનો રસ- કેસર અને ગ્રીન ચટણી વાપરીને કલરફુલ બાસ્ટેક બનાવી શકાય.

164659_526168207420282_277834863_n

સૌજન્ય : સુરતી જમણ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી