જલ્સા કરોને જેંતીલાલ

ગુજરાતવાસીઓ ખુશ થાઓ ! બરોડાથી માત્ર 4 જ કલાકમાં મુંબઈ પહોંચાડતી વંદેભારત એક્સ્પ્રેસ આવી ગઈ છે.

આ ટ્રેન બરોડા- મુંબઈ, મુંબઈ –પૂના, અને મુંબઈ-નાસીક વચ્ચે શરૂઆતમાં પ્રયોગાત્મ ધોરણે દોડાવવામાં આવશે.

આમ તો આ ટ્રેઇન 18ના નામથી નવી દીલ્હીથી વારાણસી વચ્ચે દોડે જ છે. અને આ ટ્રેનને ખુબ જ સારો પ્રતિસાદ મળવાથી રેલ્વે વિભાગે પુના, મુંબઈ અને બરોડા વચ્ચે પણ વંદેમાતરમ એક્સ્પ્રેસ દોડાવવાની જાહેરાત કરી છે.

દીલ્લી અને વારાણસી વચ્ચે ચાલતી આ એક્સ્પ્રેસ ટ્રેનના કારણે ટ્રેનનો સમય લગભઘ 40 ટકા જેટલો ઘટી ગયો છે. અને માત્ર ગુજરાત જ નહીં પણ ભારતના અન્ય ભાગોમાં પણ વંદેભારત એસ્પ્રેસ દોડાવવાનો વિચાર રેલવે વિભાગ કરી રહ્યું છે.

રેલવેના સત્તાવાર સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ આ એક્સ્પ્રેસ પ્રયોગાત્મક રીતે દોડાવવા માગે છે. અને માટે જ તેઓ મુંબઈથી પૂના, મૂંબઈથી નાસીક અને મુંબઈથી બરોડા વચ્ચે વંદેભારત એક્સપ્રેસ દોડાવવાની શરૂઆત ટુંક જ સમયમાં કરશે.

તેમના જણાવ્યા પ્રમાણે જો તેમનો આ પ્રયોગ સફળ રહ્યો અને નિર્વિઘ્ને પાર પડ્યો તો બરોડાથી મુંબઈ મુસાફી કરતાં મુસાફરોનો લગભગ બે કલાક જેટલો સમય બચી જશે. તેમજ મુંબઈથી પૂનાનું 192 કી.મીનું અંતર માત્ર બે જ કલાક માં પુરુ કરવાનું લક્ષ છે.

તમને જણાવી દઈએ કે રેગ્યુલર ટ્રેનમાં મુસાફરી કરવામાં આવે તો આ સમય ત્રણ કલાક કરતા પણ વધારે છે. બીજી બાજુ મુંબઈ અને બરોડાનું 393 કલાકનું અંતર પણ માત્ર ચાર જ કલાકમાં પુરુ કરી શકાશે.

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જ વડાપ્રધાન મોદીએ દીલ્લી-વારાણસી જતી વન્દે ભારત એક્સપ્રેસને ઝંડો બતાવી ઉદ્ઘાટન કર્યું હતું.

તમને જણાવી દઈએ કે વંદેભારત ટ્રેન એ ભારતની સૌ પ્રથમ એન્જિન વગરની ટ્રેન છે. જે સેન્ટ્રલી એસી છે તેમજ તેમાં બધી જ લગ્ઝરીયસ સર્વિસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમાં યાત્રિઓને વાઈ-ફાઈની સુવિધાઓ પણ મળશે.

જોકે અહીં તમને જણાવીએ છીએ કે આ ટ્રેઇનનું નામ વંદે માતરમ એક્સ્પ્રેસ નહીં પણ વંદે ભારત એક્સ્પ્રેસ રાખવામાં આવ્યું છે. પણ ઘણી બધી જગ્યાએ તેનું નામ વંદેમાતરમ એક્સ્પ્રેસ કરી નાખવામાં આવે છે જે ખોટું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version