વડોદરાની આ મહિલાએ યુટ્યૂબ પરથી આઈડિયા લઈ શરૂ કર્યો ઘાણીના તેલનો વ્યવસાય, આજે અનેક રાજ્યમાંથી મળી રહ્યા છે અનેક ઓર્ડર

વર્તમાન સમયમાં બજારમાં ભેળ સેળ યુક્ત વસ્તુઓ વધુ મળી રહી છે. ખાસ કરીને ખાદ્ય સામગ્રીમાં ભેળસેળથી લોકો અનેક પ્રકારની બિમારીનો ભોગ બને છે. તો તરફ લોકોમાં હ્યદય રોગની પણ તકલીફ વધી રહી છે. જેને કારણે લોકો રિફાઈન્ડ ઓઈલની જગ્યાએ ઘાણીથી નિકળતા તેલ વળ્યા છે. કારણે કે ઘાણીથી નિકળતા તેલને શુદ્ધ માનવામાં આવે છે. તેમા પ્રોસેસ કરી ન હોવાથી તેમા પોશષ તત્વો જળવાઈ રહે છે. આમ તો ઘણા પૈસાદાર લોકો ઘરે નાની ઘાણી વિકસાવી જરૂર મુજબ તેલ કાઢી રહ્યા છે. આજે અમે તમને એક એવા મહિલાની કહાની કહેવા જઈ રહ્યા છે જેમણે આ ઘણામાથી તેલ કાઢવાનો ધંધો શરૂ કર્યો છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે. આમ તો આ વ્યવસાયમાં મોટો ભાગે પૂરૂષો જ હોય છે પરંતુ આ મહિલા પોતાના દ્રઢ મનોબળ દ્વારા અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

ડોક્ટરો ઘાણીનું તેલ ખાવાની સલાહ આપે છે

image soucre

આ વાત છે વડોદરામાં રહેતા શૈલજાબહેન કાળેની કે જેમણે લોકોને શુદ્ધ તેલ મળી રહે તે માટે 3 લાખના રોકાણથી ઘાણી શરૂ કરી હતી. તેમાં સફળતા મળતાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને આજે 3 ઘાણીમાં 10 પ્રકારના તેલ કાઢીને વર્ષે 3 લાખની કમાણી કરે છે. તેમનું આ સાહસ અનેક લોકો માટે પ્રેરણાત્મક છે. આ અંગે શૈલજાબહેન કહે છે કે, બજારમાં મળતા તેલમાં કેમિકલ હોય છે અને એ તેલમાં ફેટ વધારે છે, આ ઉપરાંત તેમાં પ્રિઝર્વેટર પણ ભેળવવામાં આવે છે. જેને લીધે ડોક્ટરો ઘાણીનું તેલ ખાવાની સલાહ આપે છે. તમને જણાવી દઈએ કે આ તેલમાં કેમિકલ કે પ્રિઝર્વેટર હોતું નથી. જેને લીધે ઘાણીનું તેલ નુકસાન કરતું નથી.

ઘાણીના તેલમાં જરૂરી પોષક તત્વો અકબંધ રહે છે

image source

સૌથી મહત્વની વાત એ છે કે ઘાણીના તેલમાં જરૂરી પોષક તત્વો અકબંધ રહે છે. જેને કારણે હવે જાગૃત લોકો બજારમાં મળતા રિફાઈન તેલ કરતા ઘાણીના તેલનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.પોતાના જીવન અંગે વાત કરતા શૈલજાબહેને કહ્યું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. જોકે માત્ર 10 વર્ષની ઉંમરે તેઓ પરિવાર સાથે વડોદરામાં આવીને વસ્યા હતા. નોંધનિય છે કે તેમણે વડોદરામાં ધોરણ -12 સુધીનો અભ્યાસ કર્યો હતો અને વડોદરામાં જ તેમણે રાજેશભાઈ કાળે સાથે લગ્ન કર્યાં હતા. હાલમાં તેમના પરિવારમાં એક દીકરો અને દીકરી છે. હાલમાં તેમનો દીકરો વિદેશમાં રહે છે અને દીકરી બેંગલુરુમાં અભ્યાસ કરે છે. તેમના પતિ રાજેશભાઈ એક પેટ્રોલિયમ કંપનીમાં નોકરી કરે છે.

યુ ટ્યુબ પરથી માહિતી મળી

image soucre

જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમને આ બિઝનેસનો આઈડિયા કેવી રીતે આવ્યો ત્યારે શૈલજાબહેને જણાવ્યું કે, આખો પરિવાર પોતાના કામમાં વ્યસ્ત હોવાથી મારો સમય પસાર થતો નહોતો, મારી કઈક કામ કરવું હતું જેથી મારૂ માઈન્ડ ફ્રેસ રહે. જેથી મે શરૂઆતમાં પાપડ સહિતની વસ્તુઓની વેચાણ કરવાની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ ગાર્ડનિંગનું કામ શરૂ કર્યું હતું. આ અંગે મને યુ ટ્યુબ પરથી માહિતી મળી હતી. ઘમા વીડિયો જોયા બાદ મને ખબર પડી કે હાલમાં વધતા જતા રોગના કારણે ઘાણીના તેલની માંગ વધી રહી છે અને આવનારા સમયમાં પણ લોકો ઘાણીના તેલની માંગ કરશે. એ વાત મારા મગજમાં બેસી ગઈ અને મે તેલનો બિસનેસ કરવાનું નક્કી કર્યું હતું.

10 પ્રકારના તેલ તૈયાર કરવામાં આવે છે

image source

ત્યાર બાદ મે મારો આ વિચાર મારા પરિવારના સભ્યો સામે મુક્યો અને બધાએ આ અંગે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ સૌની સંમતિ બાદ ઘાણીના તેલનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆથમાં અમે ત્રણ ઘાણી વસાવી લીધી હતી. તેમણે કહ્યું કે શરૂઆતમાં રોજનું 10થી 12 લિટર તેલ કાઢતી હતી. ત્યાર બાદ દિવસેને દિવસે માંગ વધવા લાગી હતી અને આજે મહિને એક હજાર લિટર તેલ કાઢીએ છીએ. લોકોની માંગ રોજે રોજ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હું શરૂઆતમાં માત્ર મગફળી અને તલનું તેલ કાઢતી હતી. પરંતુ આજે કોપરું, દિવેલા, અળસી, સનફ્લાવર, બદામ રાઈ, કપાસિયા સહિત 10 પ્રકારના તેલ તૈયાર કરૂં છું. જેના માટે સૌરાષ્ટ્રમાંથી મગફળી, કોઇમ્બતુરથી કોપરું, ઇન્દોરથી સનફ્લાવર, રાજકોટથી તલ અને મધ્યપ્રદેશથી રાઈ મંગાવું છું. લોકોને આ તેલુ ખુબ પસંદ આવી રહ્યું છે.

મારે કોઇ જાહેરાત કરવાની જરૂર પડતી નથી

image source

તેમણે પોતાના અનુભવ અંગે વાત કરતા કહ્યું કે લોકો એકવાર ઘાણીનું તેલ રસોઈમાં વાપરે એટલે બીજીવાર ઘાણીના તેલની જ માંગ કરે છે. જેના માટે કોઇ જાહેરાત કરવાની જરૂર પડતી નથી. લોકો સામેથી ઘાણીનું તેલ લેવા આવી રહ્યા છે. શૈલજાબહેને કહ્યું કે ગુજરાત સિવાય અને બહારના રાજ્યમાંથી પણ લોકો ઘાણીના તેલની માંગ કરી રહ્યા છે. જેમા મુંબઇ, દિલ્હી, કોલકત્તા, બેંગ્લોર સહિત સમગ્ર દેશમાંથી લોકો અમારા સંપર્ક કરી રહ્યા છે, લોકોની માંગને જોતા અમે તેલ પહોંચાડવા માટે કુરીયર સેવા શરૂ કરવાનો અમારો વિચાર છે અને આ અંગે સોશિયલ મીડિયાથી પ્રચાર કરીશ. જો કે તેમણે એક વાત સ્પષ્ટ કરી કે મારૂ લક્ષ્ય માત્ર કમાણી નહીં પરંતુ લોકોને શુદ્ધ તેલ મળી રહે તેવું છે. લોકો ઘાણીનું તેલ ખાઈને સ્વસ્થ રહે તે મહત્વનું છે.

એક કિલો મગફળીમાંથી માત્ર 400 ગ્રામ તેલ નીકળે છે

image source

આ ઘાણીના તેલના ભાવ અંગે વાત કરતા શૈલજાબહેને કહ્યું કે, ઘાણીનું તેલ બજારમાં મળતા રિફાઈન તેલ કરતા થોડું મોંઘુ છે. બજારમાં મળતા એક લિટર તેલની કિંમત રૂપિયા 150ની આસપાસ હોય છે. જેની સરખામણીમાં ઘાણીનું તેલ રૂપિયા 250ની આસપાસ એક લિટરના ભાવે વેચાય છે. તેનું કારણ આપતા તેમણે કહ્યું કે, ઘાણીમાં એક કિલો મગફળીમાંથી માત્ર 400 ગ્રામ તેલ નીકળે છે. એમાં કેમિકલ કે પ્રિઝર્વેટર હોતું નથી અને ઘાણીનું તેલ શુદ્ધ અને સાત્વિક હોય છે. જેથી તમારા શરીરમાં કોઈ નુકશાન થતું નથી. આ ઉપાંરાત સૌથી મહત્વની વાત એછે કે રસોઈમાં ઘાણીના તેલની જરૂર બજારમાં મળતા તેલ કરતા ઓછી જરૂર પડે છે. જેથી ઘાણીનું તેલ મોંઘુ છે. જોકે તેની સામે તેના અનેક ફાયદાઓ પણ છે. ખાસ કરીને ઘાણીનું તેલ હૃદય રોગના દર્દી માટે સર્વોત્તમ ગણાય છે. આ અંગે નિષ્ણાતો પણ ઘાણીના તેલની સલાહ આપે છે. તો બીજી તરફ ઘાણીમાંથી તેલ કાઢ્યા બાદ બચેલા ખોળને પશુપાલકો લઇ જાય છે. તમને જણાવી દઈએ કે મગફળી અને તલનો ખોળ ખાતા પશુનું દૂધ પૌષ્ટિક અને શુદ્ધ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ