લો બોલો, અહીં જામફળ સાઈઝના કરા પડ્યા, લોકોએ કહ્યું.. ‘આવું પહેલીવાર જોયુ’

હાલમાં મધ્ય પ્રદેશ રાજ્યના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા મ્સ્યે ગુનાના એક ગામડામાં જામફળ જેટલા મોટા કરા પડવા લાગે છે જેને જોતા લોકોને ખુબજ નવાઈ લાગી હતી. જયારે કરા પડી રહ્યા હતા તે સમયે એવું લાગતું હતું જાણે આકાશ માંથી ફાયરીંગ કરવામાં આવી રહ્યું હોય. સતત પાંચ મિનીટ સુધી આવા જ કરા પડી રહ્યા હતા

અહિયાં વિડીયોમાં બતાવવામાં આવેલ દ્રશ્યો ગુનાથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલ રીછેરા ચોરોલ ગામમાં જોવા મળ્યા છે. અહિયાં રવિવારના રોજ સવારના સમયે મોટા મોટા કરા પડવા લાગ્યા હતા. જયારે કરા પડી રહ્યા હતા તે સમયે રસ્તા પર ચાલી રહેલ લોકોએ કરાથી બચવા માટે દોડાદોડી કરી દીધી હતી. ગુનાના આ ગામમાં કરા પડી રહેલ દ્રશ્યોને એક વ્યક્તિ દ્વારા ફોનમાં કેદ કરવામાં આવ્યા હતા. ત્યાં જ મધ્ય પ્રદેશ રાજ્યના ગુનાના જે ગામમાં કરા પડ્યા છે ત્યાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે, આટલા મોટા મોટા કરા પહેલીવાર જ જોવા મળ્યા છે. આની પહેલા ક્યારેય પણ અવ દ્રશ્યો જોવા મળ્યા નથી.

હવામાન વિભાગના રણવીર રઘુવંશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બિહાર રાજ્ય અને ઉત્તરાખંડ રાજ્ય તરફથી વાદળો પાછા ફરી રહ્યા છે તેવા સમયે આ પાછા ફરી રહેલ વાદળો બરફના પર્વતોની સાથે અથડાય છે ત્યાર બાદ આ પર્વતો પરથી કેટલોક બરફ વાદળો પોતાની સાથે લાવે છે જયારે આ વાદળો પર્વતોથી દુર આવી જાય છે ત્યાર બાદ પર્વતો પરથી આવેલ બરફ કરા સ્વરૂપે પડવા લાગે છે. તે પ્રમાણે મધ્ય પ્રદેશ રાજ્યના ગુનાના એક ગામમાં જામફળ જેટલા મોટા મોટા કરા પડ્યા છે. જો કે, હવામાન વિભાગ તરફથી આવનાર બે થી ત્રણ દિવસ સુધી વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે.

જો કે, મધ્ય પ્રદેશ રાજ્યના ગુનામાં ૧૫ દિવસ પહેલા જ ચોમાસાની ઋતુની શરુઆત થઈ ગઈ હોવા છતાં પણ જેવો જોઈએ છે તેવો વરસાદ હજી સુધી પડ્યો છે નહી. તેમજ જે વરસાદ પડ્યો છે તે સામાન્ય વરસાદ કરતા પણ ઓછો છે. જેના પરિણામ સ્વરૂપ ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર હજી સુધી કરવામાં આવ્યું નથી.

તેમજ હવે સમય વીતી ગયો હોવાના લીધે હવે મધ્ય પ્રદેશ રાજ્યમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવે તેવી શક્યતા પણ ઘણી ઓછી થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong