શું તમે વજન ઉતારવા માટે આ સર્જરી કરાવવાનુ વિચારી રહ્યા છો? તો થઇ જાવો સાવધાન કારણકે..

વજન ઘટાડવા માટે ‘બેરિયાટ્રિક સર્જરી’ સાબિત થઈ શકે છે જીવલેણ, જાણો કેમ છે તે ખતરનાક…

image source

જો તમે મેદસ્વીપણાથી પરેશાન છો, તો આ તમારી જ નહીં પરંતુ વિશ્વના ઘણા લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, આમાંથી છુટકારો મેળવવાનો ઉપાય પણ તમારા હાથમાં છે.

જેમ કે નિયમિત કરસત કરવી, ખોરાકમાં પરહેજી રાખવી અને નિયમિત ચાલવા જવું તેમજ તણાવ મુક્ત રહેવું. આ બધી બાબતોને અનુસરશો તો તમે વજન નિયંત્રિત રાખી શકશો અને મેદસ્વીપણાથી અને તેનાથી થતી વિવિધ તકલીફોથી છૂટકારો મેળવી શકશો.

image source

જો કે, એવા ઘણા લોકો હોય છે જેમને કસરત કરવાનું પસંદ નથી હોતું અથવા તેમને નિયમિત દૈનિક જીવન અનુસરવું શક્ય નથી પણ હોતું.

આવી સ્થિતિમાં, તેઓ તેમની અનુકૂળતા હોય તો એક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે જેનાથી ઓપરેશન કરાવીને ચરબીને દૂર કરી શકાય છે. તેને બેરિયેટ્રિક સર્જરી કહે છે, જે વજન ઘટાડવા માટે સર્જરી કરવામાં આવે છે.

image source

આ શસ્ત્રક્રિયા એકંદરે આકર્ષક લાગી શકે છે પરંતુ પછીથી આ સર્જરીને કારણે તમને ઘણા અન્ય મોટા શારીરિક જોખમોનો સામનો કરવો પડી શકે છે. તમારી જીવનશૈલીમાં નાનામાં નાના પરિવર્તન તમારા શરીરમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે.

પરંતુ જો તમે વજન ઘટાડવા માટે સર્જરીનો એક સરળ રસ્તો પસંદ કર્યો છે, તો પછી જાણો કે તમારે કઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આવો, જાણીએ શું છે બેરિયાટ્રિક સર્જરી?

image source

વજન ઘટાડવા માટે, લોકો બેરિયાટ્રિક સર્જરી કરાવે છે. હમણાં થોડા સમયથી આ સર્જરી એક નવો ટ્રેન્ડ લાવી રહી છે.

જે લોકો લાંબા સમયથી પોતે ખૂબ જાડાં છે અને શરીરમાં વધતા જતા મેદસ્વીપણાનો અનુભવ કરી રહ્યા છે, જેઓ સામાન્ય રીતે ઘરેલુ કે ડાયટિંગ જેવા ઉપાયોથી સળતાથી વજન ઓછું કરી શકતા નથી અથવા તો જેમને કોઈ શારીરિક તકલીફ છે, જેમ કે ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટરોલનું સ્તર અને સ્લીપ એપનિયા જેવી સ્થૂળતાને લગતી આરોગ્ય સમસ્યાઓ ધરાવે છે, તેઓને આ પ્રકારની શસ્ત્રક્રિયા કરાવવાની સલાહ આપવામાં આવે છે.

image source

તેને માટે ખરેખર આ સર્જરી ખૂબ લાભદાયી પણ નિવડે છે અને મહત્તમ કેસમાં તે સફળ પણ જાય છે.

બેરિયાટ્રિક સર્જરી ત્રણ પ્રકારની છે – રોક્સ-એન-વાય ગેસ્ટ્રિક બાયપાસ, વર્ટીકલ સ્લીવ ગેસ્ટરેકટમી અને લેપ્રોસ્કોપિક એડજસ્ટેબલ ગેસ્ટ્રિક બેન્ડિંગ.

‘બેરિયાટ્રિક સર્જરી’ની થઈ શકે આડઅસર…

image source

આ ખાસ પ્રકારની શસ્ત્રક્રિયાની આડઅસર પણ થઈ શકે છે, આવો જાણીએ તે શું હોઈ શકે.

શસ્ત્રક્રિયા પેટ અને પાચક સિસ્ટમ સહિત શરીરના કેટલાક અવયવોના બંધારણમાં પરિવર્તન લાવી શકે છે. આ શસ્ત્રક્રિયા પછી ભૂખ ઓછી લાગતી થાય છે, જેનાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે તેની ચેપ, હેમરેજ, ઝાડા, પોષણની ઉણપ, પત્થરી, હર્નીયા, મહિલાઓ માટે ગર્ભાવસ્થા સમયે થતી મુશ્કેલી અને બાળકનું સમય કરતાં વહેલું જન્મી જવું સહિત અન્ય પણ ઘણી આડઅસરો અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

image source

‘બેરિયાટ્રિક સર્જરી’થી કેટલીક જીવલેણ સમસ્યાઓ થઈ શકે છે…

જો કે, કેટલાક મેડિકલ રીસર્ચના રીપોર્ટ અનુસાર બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા બાદ થઈ સમસ્યાઓમાં કેટલીક એવી પણ હોઈ શકે છે જે જીવલેણ હોય. ૨૦૧૪ માં આવેલા એક અહેવાલ મુજબ, બેરીઆટ્રિક સર્જરી પછી ફેફસાની સમસ્યાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

સર્જરી બાદ રાખવી પડે છે કાળજી…

image source

એક રીતે, કહી શકાય કે બેરિયાટ્રિક સર્જરી પછીનું જીવન સરળ નથી હોતું. ઘણા લોકો ઓપરેશન પછી જીવવા માટે જરૂરી થોડા પ્રમાણમાં લેવાતો આહાર પણ પચાવી નથી શકતા હોતા. તે જ રીતે, મોટાભાગના લોકો માટે તેમની રસોઈ બનાવવાની રીતભાતની બાબતમાં પણ બહુ કડક પરહેજી રાખવી જરૂરી બનતી હોય છે.

નિષ્ણાંતોના મતે, જો ઓપરેશન પછી દર્દીઓ આલ્કોહોલ પીવે અથવા તળેલું કે બેક કે રોસ્ટ કરેલું વધારે પ્રમાણમાં ખાઈ લે છે તો તે વ્યક્તિ ફરીથી ચરબીવાળી બની શકે છે. એટલે કે તેમનું શરીર ફરી મેદસ્વી થઈ શકે છે.

image source

સર્જરી બાદ પાળો કેટલાક નિયમો…

બેરિયેટ્રિક સર્જરી પછી, જીવનશૈલીમાં પરિવર્તન લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ માટે તમારે તમારા રૂટિન લાઈમાં અનેક બદલાવ કરીને આખું દૈનિક પ્રક્રિયાઓ ગોઠવવી પડે છે. કેટલાક નિયમો ગોઠવવા પડે છે, જેનું ચૂસ્તપણે પાલન કરવાનું પણ રહે છે.

image source

તેમાં સ્વસ્થ ખોરાક લેવો જોઈએ અને સંતુલિત જીવનશૈલી અપનાવી જોઈએ. એ બાબત ખૂબ જ મહત્વની રહે છે, કે તમે દરરોજ હળવો અને હેલ્ધી ખોરાક જ ખાવ.

એક વાત હંમેશા ધ્યાનમાં રાખવાની જરૂર છે કે નિયમિત હળવી કસરત કરવાથી અને સ્વસ્થ આહાર લેવો એ તમારા ડેઈલી રૂટીનનો અગત્યનો ભાગ હોવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ