યુવક-યુવતીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓ, ડોક્ટરો તેમજ NRI મિત્રો પોતાનો કિંમતી સમય આપી આ સંસ્થામાં નિશ્વર્થભાવે સેવા કરી રહ્યા છે…

નમસ્કાર મિત્રો તમને ખબર છે આજનાં આ ફેશન અને ઈન્ટરનેટ ની દુનિયામાં જમાનો ડિજિટલ થઈ ગયો છે. આજનું યુવાધન મોબાઇલ અને વ્યસનના રવાડે ચડી ગયું છે. પરંતુ સરદારની કર્મભૂમિ એવી બારડોલી નગરીમાં યુવાન-યુવતીઓ દ્વારા ચાલતું સેવાભાવી સંસ્થા એટલે I M HUMAN FOUNDATION જે હાલ 70 જેટલા મેમ્બર્સ દ્વારા ચાલી રહ્યું છે એ પણ ફક્ત જરૂરિયાતમંદોની સેવા માટે. તો ચાલો જાણીએ આજે I M HUMAN FOUNDATION સંસ્થા વિશે.

I M HUMAN FOUNDATION ફક્ત 4-5 વ્યક્તિઓથી શરૂ થયું હતું, ગરીબો તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓની નિશ્વાર્થભાવે સેવા માટે ચાલુ થયેલી આ સેવાભાવી સંસ્થા આજે જુદી જુદી પ્રવૃતિઓથી ઘણી જ સેવાઓ વિનામૂલ્યે પુરી પાડે છે. આજના આ જનરેશનના યુવાન-યુવતીઓ,નોકરિયાતો, ધંધાર્થીઓ, ડોક્ટરો તેમજ NRI ઓ પોતાનો કિંમતી સમય આપી આ સંસ્થામાં નિશ્વર્થભાવે સેવા કરી રહ્યા છે.

આ સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃતિઓ…

રોટીબેંક

આ પ્રવૃતિઓ થકી આ સંસ્થા ઘરે ઘરે જઈ ને રોટી ઉઘરાવી ભાત-શાક સાથે એક આખી ડીશ ગરીબોને બોલાવી ને નહીં પણ ગરીબોને અને જરૂરિયાતમંદ લોકોને જગ્યા ઉપર જઈને પૂરું પાડે છે, તેમજ બરડોલીનગરમાં એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે મુજબ આખા નગરમાં પોતાની ગાડી લઈને ભુખ્યાને ભોજન વેહચવા નીકળે છે.

નોટબુક વિતરણ

બારડોલી તેમજ એની આજુબાજુની પ્રાથમિકશાળાઓ જ્યાં બાળકોને ગરીબીના લીધે શિક્ષણને લગતી પ્રાથમિક જરૂરિયાતો જેવી કે નોટબુક, પેન, પેન્સિલ તેમજ યુનિફોર્મ જેવી વસ્તુઓ આપી આવા ગરીબી વિસ્તારોની શાળાનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક પગલું ભરે છે.

પબ્લિકફ્રીઝ

બારડોલી નગરનાં જલારામ મંદિર પાસે એક પબ્લિકફ્રીઝ રાખવામાં આવ્યું છે, જેમાં નગરના લોકો ખાવાપીવાની ચીજવસ્તુઓ મૂકી દે છે, જ્યાંથી જરૂરિયાતમંદ તેમાંથી જરુરી વસ્તુ લઈ પોતાનાં પેટ ભરી શકે.

કપડાં વિતરણ

આ પ્રવૃત્તિ હેઠળ આ સંસ્થા કાપડાં નું દાન સ્વીકારી, તેમજ કપડાં એકઠાં કરી જરૂરિયાત મુજબનાં લોકોને કપડાં વિતરણ કરે છે, તેમજ શિયાળામાં ધાબળા, ચોમાસામાં રેઇનકોટ તેમજ છત્રી વિતરણ કરે છે.

અક્ષરજ્ઞાન

આ અંતરતગત I M HUMAN FONDATION સંસ્થા બારડોલીમાં રહેતાં ગરીબ બાળકો, તેમજ અનાથ બાળકો જે ભીખ માંગીને જીવન ગુજારે છે એવા બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે, તેમજ કોઈક ગરીબ બાળક ભણવામાં હોશિયાર હોય પરંતું સ્કૂલની ફી ભરવામાં અસમર્થ હોય એવા વિદ્યાર્થીની શાળાની ફી પણ ભરે છે.

બ્લડડોનેશન કેમ્પ

‘રક્તદાન એ મહાદન’ આ હેતુથી આ સંસ્થા અવારનવાર બારડોલી તેમજ આજુબાજુના વિસ્તારો માં બ્લડડોનેશન કેમ્પ નું આયોજન કરે છે, તેમજ જ્યારે પણ કોઈ વ્યક્તિને લોહીની જરૂર પડે ત્યારે નિઃસંકોચ લોહી આપવા હોસ્પિટલ પોહચી જાય છે, તેમજ ઘણાં એવાં વ્યક્તિ જેમને હોસ્પિટલનું બિલ ભરવામાં મુશ્કેલી પડે છે એવા વ્યક્તિઓના બિલ ભરી એક ખૂબ જ સુંદર કાર્ય કરે છે.

વૃક્ષારોપણ

“વૃક્ષો આપણાં મિત્રો” આ હેતુ અંતર્ગત આ સંસ્થા બારડોલી તેમજ આજુબાજુના વિસ્તારોમાં જઈ વૃક્ષો વાવી તેનું જતાં પણ કરે છે, એટલું જ નહીં આ સંસ્થા કોઈપણ વ્યક્તિ ફોન કરી ને કહે કે એમનાં ઘરે અથવા કોઈક જગ્યા એ વૃક્ષારોપણ કરવાનું કહે તો આ સંસ્થા ત્યાં જઈ ને વૃક્ષારોપણ કરી આવે છે.

સફાઈઅભિયાન

આ અભિયાન અંતર્ગત આ સંસ્થા આજુબાજુનાં વિસ્તારો તેમજ પર્યટક સ્થળોએ સફાઈ જુંબેશબચલાવે છે અને સફાઈ અંતર્ગત લોકોને શીખ આપે એવાં શેરી નાટકો કરે છે. શહેરને સ્વચ્છ અને નિરોગી બનાવવામાં પોતાનો શ્રેષ્ઠ ફાળો અર્પે છે.

કપડાંઘર

‘વધારે હોય તો મૂકતાં જાવ, જરૂરિયાત હોય તો લેતા જાવ’ આ ઉદ્દેશથી બારડોલીમાં એક કપડાંઘરનું આયોજન કરી રહ્યા છે, જ્યાં નગરનાં લોકો પોતાનાં ઘરે રહેલાં નવા અથવા જુનાં કાપડાઓ અને ચંપલ-બૂટ ત્યાં મૂકી દેશે તેથી જરૂરિયાત મુજબ વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી શકે.

એનિમલ કેર

આ અંતર્ગત I M HUMAN સંસ્થા નગરમાં રખડતાં પશુપ્રાણીઓને ખાવાનું, તેની માવજત અને ઘાયલ અથવા બીમાર પ્રાણીઓની સેવાચાકરી તેમજ દવાખાના ને લાગતી કામગીરી કરે છે.

બર્થડે સેલિબ્રેશન

આજનાં ફેશનના જમાનાના બર્થડે સેલિબ્રેશન આપણને ખબર જ છે કે કેવી રીતે થાય છે. પરંતુ I M HUMAN સંસ્થાના તમામ મેમ્બર્સ પોતાની બર્થડે દરમિયાન શહેરનાં અથવા આજુબાજુના વિસ્તારોના ઘરડાઘર, સ્લૉલનર્સ સ્કુલ અને અનાથાશ્રમમાં જઈ ત્યાંના લોકોને કપડાં, જમવાનું, રમતગમ્મત કરી પોતાનાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરે છે.

એબ્યુલન્સ સેવા

કોઈ બીમાર વ્યક્તિ હોસ્પિટલ ન પહોંચવાના કારણે મૃત્યું ન પામે એ હેતુથી I M HUMAN સંસ્થા ICU, વેન્ટિલેટર તેમજ કાર્ડિયાક જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ એબ્યુલન્સ સેવા ફ્રીમાં શરૂ કરી રહી છે.

I M HUMAN FOUNDATION સંસ્થાનો આપણાં બધા માટે એક મેસેજ છે કે…

“ખુશી એવી વસ્તુ છે જે તમારી પાસે નહીં હોવા છતાં, તમે ધારો તો બીજાને આપી શકો છો.”

સંકલન : કુંજ જયાબેન પટેલ, બારડોલી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ