આ બાર્બી હેરસ્ટાઇલથી તમે આજે જ કરી દો તમારો લુક ચેન્જ, ફેસ લાગશે એકદમ મસ્ત

આ બાર્બી હેરસ્ટાઈલ તમે ક્યારેય તમારા પર ટ્રાઈ કરે છે ખરી ?

image source

લગભગ દરેક છોકરીઓ નાનપણમાં એકાદી બાર્બી ડોલ સાથે તો રમી જ હોય છે. અને કેટલીક બાળકીઓ તો રાત્રે સુતી વખતે પણ પોતાની બાર્બીડોલને પોતાનાથી દૂર નથી કરી શકતી. બાર્બીની વાત કરીએ ત્યારે આપણને સૌથી પહેલાં તેની સુંદર ત્વચા, તેની સુંદર કાયા અને પર્ફેક્ટલી સ્ટાઇલ કરેલા વાળ જ યાદ આવે અને તમને પોતાને પણ ક્યારેક તેવા જ દેખાવાનું મન થઈ જાય છે.

image source

દુનિયામાં એવી કેટલીક મહિલાઓ પણ છે કે જેઓ પર્ફેક્ટ બાર્બીડોલ જેવો લૂક મેળવવા માટે સર્જરી કરાવતી હોય છે. આપણે તેટલું બધું એક્સ્ટ્રીમ જવાની જરૂર નથી પણ આપણે કમસેકમ બાર્બી જેવી હેરસ્ટાઇલ તો કરી જ શકીએ છે, કેમ ? તો આજે અમે તમને કેટલીક બાર્બી હેરસ્ટાઇલ વિષે જણાવીશું.

લૂઝ સેમી કર્લ્સ હેરસ્ટાઇલ

image source

આ એક અત્યંત સુંદર હેરસ્ટાઇલ છે. આ હેરસ્ટાઈલમાં વાળને ખુલ્લા રાખવામાં આવે છે તેને હળવા કર્લ કરવામાં આવે છે. આ હેરસ્ટાઈલ કરવામાં પણ ઘણી સરળ છે. આ હેરસ્ટાઈલ તમે ઇવનિંગ પાર્ટી કે પછી તમારા કોઈ ખાસ પ્રસંગ માટે તમારે બચાવી રાખવી જોઈએ.

હાફ પીન વેવી હેરસ્ટાઈલ

જો તમે બાર્બી પ્રિન્સેસ જેવા દેખાવા માગતા હોવ તો આ હેરસ્ટાઈલ તમારે કરવી જોઈએ. તેના માટે તમારે તમારા આગળની બાજુના અરધા ભાગને હાફ પીન્ડ કરવા જોઈશે ને જો તેની સાથે તમે તમારા વાળને હળવા વેવ્ઝ આપશો તો તમારી હેરસ્ટાઈલ પર્ફેક્ટ બની જશે. આ હેરસ્ટાઈલ દરેક ચહેરા પર સુંદર લાગે છે.

બે પોનીટેઈલ્સ

image source

આ હેરસ્ટાઈલમાં બે સીંપલ પોનીટેઇલ્સ બનાવવામાં આવે છે. અને આગળની તરફ થોડી લટો કાઢવામાં આવે છે, આ હેર સ્ટાઈલમાં તમે કપડાની હેરબેન્ડ પણ લગાવી શકો છો. જે મહિલાઓના મીડીયમ ટુ લોંગ હેર હોય છે તેમના પર આ હેરસ્ટાઈલ ખૂબ સુંદર લાગે છે.

ચોટલાવાળો અંબોડો

image source

જો તમારા વાળ લાંબા હોય તો આ હેરસ્ટાઈલ તમારા માટે પર્ફેક્ટ છે. તેના માટે તમારે સૌપ્રથમ એક ચોટલાવાળી પોનીટેઈલ બનાવી લેવી. ત્યાર બાદ તેનો એક ઉંચો અંબોડો વાળી લેવો. જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો. આ હેરસ્ટાઈલ તમે સાડી તેમજ ગાઉન પર પણ કરી શકો છો.

બોબ કટ

image source

આ એક એવરગ્રીન હેરસ્ટાઈલ છે. જો તમે તમારા વાળથી બોર થઈ ગયા હોવ અને એક નવો સ્માર્ટ લૂક તમારી જાતને આપવા માગતા હોવ તો આ હેરસ્ટાઈલ પર્ફેક્ટ છે. આજકાલ કરીના અને દીપીકા પણ આ શોર્ટ હેર લૂક અપનાવી રહ્યા છે. આ હેરની લેન્થ શોલ્ડર સુધીની હોય છે. તેને પર્ફેક્ટ બનાવવા માટે તમારે માત્ર એક સ્ટ્રેઇટનરની જ જરૂર પડશે. આ હેર કટમાં તમે ક્લાસી, મોડર્ન અને એલીગન્ટ લાગશો.

બાર્બી પ્રિન્સેસ હેરસ્ટાઇલઃ

image source

આ હેરસ્ટાઈલમાં વેવ્ઝ, કર્લ્સ, તેમજ ગૂંથણકામ અને બનનો સમન્વય છે. આ સુંદર હેરસ્ટાઈલ જો તમારા લાંબા વાળ હશે તો તમારા માટે પર્ફેક્ટ રહેશે. જો તમારા વાળ ટુંકા અથવા મિડિમય હોય તો તમારા માટે આ હેરસ્ટાઈલ થોડી અઘરી રહેશે.

ગુંથેલી પોની ટેઇલ

image source

આમ જોવા જઈએ તો આ હેરસ્ટાઈલ સીમ્પલ છે પણ તેનાથી તમે સ્માર્ટ દેખાવો છો. જ્યારે તમે આત્મવિશ્વાસુ અને સ્માર્ટ દેખાવા માગતા હોવ ત્યારે આ હેરસ્ટાઈલ અપનાવી જોઈએ. આ હેરસ્ટાઈલ મેનેજ કરવી પણ સરળ છે અને તે લાંબો સમય ટકી પણ રહે છે.

ખીસકોલીની પૂંછડી જેવી હેરસ્ટાઈલ

image source

જો તમે ક્લાસી અને એલિગન્ટ દેખાવા માગતા હોવ તો આ હેરસ્ટાઈલ તમારા માટે જ છે. આ હેરસ્ટાઈલને સ્ક્વેરલ ટેઇલ હેરસ્ટાઈલ એટલે કે ખીસકોલીની પૂછડી જેવી હેરસ્ટાઈલ પણ કહે છે. જો તમે ક્લબમાં કે પછી પાર્ટીઓમાં અવારનવાર જતા હોવ તો આ હેરસ્ટાઈલ આવા પ્રસંગો માટે બીલકુલ પર્ફેક્ટ છે. જો કે આ હેરસ્ટાઈલમાં તમારે બ્લેક બો ચોક્કસ એડ કરવી જોઈએ.

શોર્ટ રોલ હેરસ્ટાઈલ

image source

આ હોલીવૂડની જાણીતી અભિનેત્રી મેરીલીન મનરોની હેરસ્ટાઈલથી ઇન્સ્પાયેર્ડ છે. જો તમારા વાળ ટુંકા હોય તો તમે અહીં તસ્વીરમાં દર્શાવ્યું છે તેમ તેને નીચેથી રોલ કરી શકો છો. આ હેરસ્ટાઈલમા તમે અત્યંત ગ્લેમરસ લાગશો, આ હેરસ્ટાઈલ દરેક મહીલા પર સુંદર લાગે છે.

બાર્બીની સિમ્પલ સાઇડ પાર્ટેડ હેરસ્ટાઈલઃ

image source

આ એક સાવ જ બેઝીક હેરસ્ટાઇલ છે અને આ હેરસ્ટાઈલમાં ગેરેન્ટીથી દરેક કન્યા સુંદર લાગતી હોય છે. આ એક એવરગ્રીન હેર સ્ટાઇલ છે જે દરેક મહિલા પર સુંદર લાગે છે. અને તેમાં તમે એલીગન્ટ પણ લાગો છો.

તો હવે ક્યારેય કોઈ સ્પેશિયલ ઇવેન્ટમાં હાજરી આપો ત્યારે ઉપરની કોઈ પણ એક હેરસ્ટાઈલ જે તમારા પર સૂટ થતી હોય તે કરો. તમે ચોક્કસ તમારી બધી જ બહેનપણીઓમાં અલગ તરી આવશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ