બાર્બી ૧૭ નવી ઢીંગલીઓનું અનાવરણ કરી રહી છે જે ફ્રોડા કાહલો અને ક્લો કિમ નામની મહિલાઓ પર આધારીત છે, અને આપણને તે બધી જ જોઈએ છે..

કરી રહી છે. જે ફ્રોડા કાહલો અને ક્લો કિમ નામની મહિલાઓ પર આધારીત છે, અને આપણને તે બધી જ જોઈએ છે..બાર્બી ડોલ્સ ૫૮ વર્ષોથી છોકરીઓમાં સુંદરતા અને ફેશન ટ્રેન્ડની ઓળખ કરાવતી આવી છે, પણ હમણાં કંપનીએ વસ્તુઓને બદલવાનું નક્કી કર્યું. હમણાંના સમાજને શું જોઈએ છે, બાર્બીએ ૮૦૦૦ માતા ઓનો સર્વે કર્યો. તેમાં જાણવા મળ્યું કે તેમાંની ૮૬% એ બાબતથી પરેશાન છે કે તેમની દીકરીઓ કયા પ્રકારના આદર્શ લોકોથી પ્રભાવીત છે,તેથી કંપનીએ ૧૭ ઢીંગલીઓ બનાવી જે સાચી અને પ્રેરણાદાયી હોય.“છોકરીઓ હંમેશા અલગ અલગ પ્રકારના રોલ અને કેરિઅર્સ સાથે રમવા માટે સક્ષમ રહી છે.અને અમે લોકો હકીકતમાં અસ્તિત્વ ધરાવતા આદર્શ પર પ્રકાશ પાડીને તેઓને એ યાદ અપાવવા માંગીએ છીએ કે તેઓ કાંઈ પણ બની શકે છે.” સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર, બાર્બી, લિસા મેકનાઈટ, એક ન્યૂઝ રિલીઝમાં કહ્યું.દરેક “પ્રેરણાદાયી મહીલા” ડોલ શૈક્ષણિક માહિતી સાથે આવે છે કે જે રીતે દરેક મહીલા સમાજને આકાર આપતી હોય છે. લાઈનઅપ બંને ઐતિહાસિક અને આધુનિક આંકડા ધરાવે છે. અમેલિયા એરહાર્ટ, પ્રથમ મહીલા કે જેમણે એટલાન્ટિક મહાસાગરને ઉડીને પાર કર્યો, અને ફ્રીડા કલહો કે જેઓ એક મેક્સિકન કલાકાર અને ક્રાંતિકારી છે. આખી હરોળમાં અત્યારે ત્રણ જ ડોલ છે, પણ લાઈનઅપ બીજી નવી ડોલ બહાર પાડવા માટે તૈયાર છે, આવું મેટ્ટેલના સ્પોકપરસન એ કહ્યું.બાર્બીએ તેના શેરો પ્રોગ્રામમાં પણ નવા ઉમેરા કર્યા છે જે ૨૦૧૫માં શરુ થયો હતો. આ પહેલના અંતર્ગત ઇતિહાસ બનાવનારી મહીલા જેમકે ઇબતીહાજ મુહમ્મદ, મિસ્ટી કોપેલેન્ડ, આવા ડ્યૂવેરનય, ઈવા ચેન અને અશ્લે ગ્રેહામનું સન્માન કરવામાં આવ્યું હતું. હવે તેઓ આથી પણ વધુ આધુનિકતાને સેલિબ્રેટ કરી રહ્યા છે: ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર સ્નોબોર્ડર કોલેકિમ, દુનિયામાં ખુબ પ્રસિદ્ધિ પામેલી શેફહેલેનડેરોઝે અને બીજા ઘણા

ફ્રીડાકાલહો, આર્ટિસ્ટ

અમેલિયા એરહાર્ટ, એવિએશનપાયોનિઅર

માર્ટિનાવૉજયચોવસ્કા, જર્નાલિસ્ટ

હેલેનાડારોઝ, વિશ્વ વિખ્યાત શેફ

અશ્લેગ્રેહામ, મોડેલ અને બોડી એકટીવિસ્ટ

પેટી જેનકિન્સ, ફિલ્મમેકર

કેથેરીનજોનસન, નાસા મેથેમેટિશિયન અને ફિઝિસિસ્ટ

યુઆનયુઆનટાન, પ્રિમાબેલેરિના

સારા ગામા, સોકરપ્લેયર

લયલા પીએડાયેશ, ડિઝાઈનર અને એન્ટ્રેપ્રેન્યોર

ઇબતીહજમુહમ્મદ, ફૅન્સીન્ગચેમ્પિયન

બિંદી ઇરવીન, કોંઝર્વેશનીસ્ટ

ક્ઝિઓટોન્ગગુઆન, એકટ્રેસ અને ફિલાન્થ્રોપિસ્ટ

કોલેકિમ, સ્નોબોર્ડિંગચેમ્પિયન

ગેબી ડગ્લાસ, જિમ્નેસ્ટિકચેમ્પિયન

આવા ડ્યૂવેરનાંય, ફિલ્મ ડિરેક્ટર

હુઈઋચોકી, વોલીબોલચેમ્પિયન

નિકોલાએડમ્સઓબે, બોક્સિંગચેમ્પિયન

લેખન સંકલન : ભૂમિ મહેતા

ફોટો અને માહિતી કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો, દરરોજ આવી અનેક માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી