આ ઝાડના થડમાં છે જોરદાર કુદરતી શક્તિ, જેમાં સમાય છે હજારો લીટર પાણી

દુનિયાભરમાં એવી અનેક ચીજ વસ્તુઓ છે જે આમ તો સામાન્ય લાગતી હોય છે પણ તેની અસલ વાસ્તવિકતા જાણ્યા પછી એ આપણા માટે સાવ અસામાન્ય બની જાય છે.

image source

આ ચીજ વસ્તુઓ કુદરતી પણ હોઈ શકે અને માનવસર્જિત પણ. તમે કદાચ ઇન્ડોનેશિયા દેશમાં તાજેતરમાં જોવા મળેલ 4 વર્ગફૂટના ફૂલ વિશે વાંચ્યું કે જાણ્યું હશે.

આવી જ જાણવા જેવી માહિતી સમયાંતરે અહીં જેન્તીલાલ ડોટ કોમ પર અમે પ્રકાશિત કરતા જ રહીએ છીએ. એ જ ક્રમ મુજબ આજના આ આર્ટિકલમાં અમે આપને એક એવા વૃક્ષ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે સામાન્ય વૃક્ષથી બિલકુલ અલગ અને અનોખું છે.

image source

આફ્રિકાના મડાગાસ્કરમાં એક અજબ ગજબ પ્રકારના વૃક્ષ થાય છે અને તેનું અજબ ગજબ હોવાનું કારણ વૃક્ષની બનાવટ છે. વૃક્ષને જોતા તમને એવું લાગે કે વૃક્ષ બિલકુલ ઊંધું ઊગ્યું છે એટલે કે તેના મૂળિયાં જમીનની અંદર હોવાને બદલે ઉપર હોય તેવું દ્રશ્યમાન થાય છે.

image source

એ સિવાય વૃક્ષનું થડ વિશાળકાય બોટલ જેવો આકાર ધરાવે છે અને આ કારણે તેને ” બોટલ ટ્રી ” પણ કહેવામાં આવે છે.

વૃક્ષના છે અનેક નામ

image source

આ નવીન પ્રકારના વૃક્ષની ખાસિયત સાથે તેના અનેક નામ પણ નવાઈ પમાડે છે. આ વૃક્ષનું અસલ નામ બોઆબાબ ટ્રી છે પણ એ સિવાય તેને બોટલ ટ્રી, બૉઆબ, બોઆબોઆ તથા ઊંધું વૃક્ષ પણ કહે છે. વળી હિન્દીમાં તેને ગોરક્ષી અને અરબીમાં બુ-હીબાબ નામથી ઓળખવામાં આવે છે.

વૃક્ષનું થડ જાણે પાણીનો ટાંકો

image source

બોઆબાબ ટ્રી નું કદ મોટું હોય છે. લગભગ 30 મીટર ઊંચાઈ અને 11 મીટર પહોળાઈ ધરાવતા આ વૃક્ષ પર વર્ષમાં ફક્ત છ મહિના જેટલો સમય જ પાંદડાઓ રહે છે. જો કે અસલ ખાસિયત આ વૃક્ષનું થડ છે તે અંદરથી એટલું વિશાળ હોય છે કે તે હજારો લીટર પાણીનો સંગ્રહ કરી શકે છે.

આફ્રિકામાં સંરક્ષિત વૃક્ષ તરીકે માન્યતા પ્રાપ્ત

image source

ઉલ્લેખનીય છે કે આ બોઆબાબ વૃક્ષને આફ્રિકા દેશમાં સંરક્ષિત વૃક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેને ” ધ વર્લ્ડ ટ્રી ” ની ઉપાધી પણ આપવામાં આવી છે. અહીં મડાગાસ્કરમાં અનેક બોઆબાબ આવેલા જે ઘણા જુના છે જે પૈકી અમુક તો છેક રોમાનકાળથી ઉગેલા છે.

image source

અહીંના ઇફેતી શહેરમાં આવું જ એક વર્ષો જૂનું બોઆબાબ વૃક્ષ આવેલું છે જે લગભગ 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ વૃષને ” ટી પોટ બૉઆબોબ ” એવું નામ અપાયું છે.

વિશેષજ્ઞોના મંતવ્ય મુજબ આ વૃક્ષનું થડ એટલું મોટું છે કે તે 1,17,348 લીટર પાણીનો સંગ્રહ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ