કુદરતે આપી છે આ બન્ને ભાઇઓને જોરદાર ભેટ, સંપૂર્ણ સ્ટોરી વાંચીને તમને પણ લાગશે નવાઇ…

વિજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી. આ ઇલેક્ટ્રિસિટી છે એટલે જ આપણે આપણા કામ સરળતા અને સુવિધાસભર કરી શકીએ છીએ. ત્યાં સુધી કે આપણા જીવનનો એક ભાગ એવો એન્ડ્રોઇડ ફોન પણ વિજળી વગર માંડ એક દિવસનો મહેમાન છે.

image source

પણ શું તમે ક્યારેય વિજળીને અનુભવી છે ખરી ? એટલે કે તમને ક્યારેય વીજળીનો કરંટ લાગ્યો છે ખરો ? કેમ કરંટનું નામ સાંભળતા જ આંચકો લાગી ગયો ને ?

image source

લગભગ દરેક માણસને વીજળીનો પ્રવાહ અડકે એટલે ઝણઝણાટી છૂટી જાય તેવો અનુભવ થાય આ અનુભવ જીવલેણ કે આંશીક રીતે જીવલેણ પણ બની શકે. કારણ કે માણસનું શરીર વીજળીનું અવાહક છે જેથી વીજળી માણસનાં શરીરમાંથી વહી અન્ય જગ્યાએ જતી નથી. જેમકે વીજળીનો વાયર.

image source

પરંતુ અહીં અમે તમને એવા બે ભાઈઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને વીજળીનો કરંટ લાગતો જ નથી. એટલું જ નહીં પરંતુ તેઓ 11000 વોલ્ટનો જીવંત ઈલેક્ટ્રીક વાયર પણ હાથમાં પકડી લે છે. તમને કદાચ આ ગપગોળા લાગે પરંતુ આ હકીકત છે.

છત્તીસગઢ રાજ્યના ધરમજયગઢથી થોડે દુર આવેલા પખનાકોટ ગામના રહેવાસી એવા બે ભાઈઓ પ્રભુ કીર્તિ અને અનુજ કીર્તિને ગામલોકો “કરંટ મેન” ના નામથી પણ ઓળખે છે. બન્ને ભાઈઓમાં કુદરતી રીતે એવી ખૂબી છુપાયેલી છે જેના કારણે તેને કોઈ પણ પ્રકારનો ઈલેક્ટ્રીક કરંટ લાગતો જ નથી.

image source

બન્ને ભાઈઓ જ્યારે અનુક્રમે 8 અને 10 વર્ષના હતા ત્યારે તેઓને પોતાને આ ખૂબીની પહેલીવાર ખબર પડી. એક વેળાએ અનુજે અકસ્માતે ઇલેક્ટ્રિકનો જીવંત વાયર અડકી લીધો પરંતુ વાયરમાંથી જીવંત વિજપ્રવાહ વહેતો હોવા છતાં તેને કરંટ ન લાગ્યો. એ જ વાયરને તેના ભાઈ પ્રભુએ પણ અડકતા તેને પણ વીજ કરંટ ન લાગ્યો. આથી તેના પિતા રામસાય કીર્તિએ આ વાયર અડકતા જ તેને તરત વિજ કરંટ લાગ્યો.

બન્ને ભાઈઓનું શરીર પણ વીજળીનું વાહક હોય તેમ તેમાંથી વગર નુકશાન કર્યે વીજપ્રવાહ પસાર થઈ જાય છે. એટલે કે તેના એક હાથમાં જીવતો વિજવાયર અને બીજા હાથમાં બલ્બ હોય તો એ બલ્બ પણ ચાલુ થઈ જાય છે.

image source

વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કોઈ ચમત્કાર નથી પણ વિજ્ઞાન છે. આ બન્ને ભાઈઓના શરીરમાં રેજીસ્ટન્સ પાવર વધુ છે. જેના કારણે તેઓને ઈલેક્ટ્રીક કરંટ અસર કરી શકતો નથી.

image source

જો કે ઉનાળાના દિવસોમાં બન્ને ભાઈઓ ગરમી સહન નથી કરી શકતા. સૂર્યના સીધા કિરણો તેમની ત્વચાને સામાન્ય માણસોને થતી ગરમી કરતા વધુ ગરમી અનુભવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ