જલ્સા કરોને જેંતીલાલ

બેંક અને ATM માંથી પૈસા કાઢતા પહેલા આ નવા નિયમો જાણી લેજો, નહીં તો થઈ જશે મોટું નુકસાન

આ મહિનાથી એટલે કે 1 ઓગસ્ટથી ATM માંથી પૈસા કાઢવા બદલ વધુ પૈસા ચૂકવવા પડશે. RBI એ તાજેતરમાં જ ATM ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વધારી દીધો છે. RBI એ ઇન્ટરચેન્જ ફી ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધો છે. નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ જે પહેલા 5 રૂપિયા હતો તે વધીને 6 રૂપિયા કરવામાં આવ્યો છે અને આ નવા ચાર્જ આ મહિનાથી લાગુ કરવામાં આવ્યા છે.

image soucre

RBI ના જણાવ્યા મુજબ ઇન્ટરચેન્જ ચાર્જ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટના સમય મર્ચન્ટને કરવામાં આવે છે. આ ચાર્જ બેંકો અને ATM કંપનીઓ વચ્ચે હંમેશા વિવાદનું કારણ રહેલ છે.

જૂન 2019 માં લેવામાં આવ્યો હતો નિર્ણય

image soucre

જૂન 2019 માં RBI એ ATM ટ્રાન્ઝેક્શનના ઇન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવાની સાથે ATM ચાર્જની સમીક્ષા કરવા માટે એક વિશેષ સમિતિનું ગઠન કર્યું હતું. RBI ના જણાવ્યા મુજબ ઇન્ટરચેન્જ ફી બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરતા મર્ચન્ટ પાસેથી લેવામાં આવતો ચાર્જ છે.

જાણો શું હોય છે ઇન્ટરચેન્જ ચાર્જ ?

image soucre

જ્યારે કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તો આ પેમેન્ટને પ્રોસેસ કરતા મર્ચન્ટના બેંક અકાઉન્ટમાંથી ટ્રાન્ઝેકસન ફી લેવામાં આવે છે. ત્યારે જો કોઈ ગ્રાહક કોઈ અન્ય બેંકના ATM નો ઉપયોગ કરે તો આવી પરિસ્થિતિમાં તમારી બેંક તે બીજી બેંકને ઇન્ટરચેન્જ શુલ્ક પ્રદાન કરે છે. અને આ શુલ્કને જ ઇન્ટરચેન્જ ચાર્જ (Interchange charge) કહેવામાં આવે છે.

9 વર્ષ બાદ થઈ રહ્યો છે ફેરફાર

image soucre

નોંધનીય છે કે RBI એ જૂન મહિનામાં જ કહ્યું હતું કે 1 ઓગસ્ટથી ATM ના ઇન્ટરચેન્જ ચાર્જને 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવશે. ATM ટ્રાન્ઝેક્શનમાં આ ફેરફાર પુરા 9 વર્ષ પછી થઈ રહ્યો છે.

ICICI બેંકના સર્વિસ ચાર્જમાં થયો ફેરફાર

image soucre

ICICI બેંકના ગ્રાહકો માટે ATM માંથી પૈસા કાઢવા, કેશ લેવું મોંઘું થઈ ગયું છે. સાથે જ ચેકબુકના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ બધા ચાર્જ આ મહિનાથી એટલે કે ઓગસ્ટ મહિનાથી જ લાગુ કરવામાં આવ્યા છે. 1 ઓગસ્ટથી હવે ICICI બેંકના ગ્રાહકો પોતાની હોમ બ્રાન્ચ એક લાખ રૂપિયા પ્રતિ કાઢી શકશે. આનાથી વધુ રકમ પર દર 1000 રૂપિયે 5 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. હોમ બ્રાન્ચ સિવાય બીજી બ્રાન્ચમાંથી પૈસા કાઢવા પર પ્રતિ દિવસ 25,000 રૂપિયા સુધીની રકમ કાઢવા પર કોઈ ચાર્જ નહિ લાગે અને ત્યારબાદ દર 1000 રૂપિયે 5 રૂપિયા ચાર્જ આપવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version