બેંગલોરની શાળામાં ભણાવે છે રોબોટ શીક્ષીકા ! બાળકો તેમની પાસેથી પ્રશ્નોના જવાબ પણ મેળવી શકે છે.

આજે દરેક ક્ષેત્રે વિજ્ઞાન પહોંચી ગયું છે. ઘરના વોશિંગમશીનથી માંડીને ભ્રહ્માંડમાં ફરતા માનવસર્જીત ઉપગ્રહો સુધી. એવું કોઈ ક્ષેત્ર નહીં હોય જ્યાં વિજ્ઞાને પોતાનો ભાગ ન ભજવ્યો હોય. હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સસમાં વિજ્ઞાન લાંબી ફલાંગો ભરી રહ્યું છે. રોબોટ માત્ર રેસ્ટોરન્ટમાં ખાવાનું જ નથી પિરસી રહ્યા પણ હવે તો શાળાઓમાં પણ ભણાવવા લાગ્યા છે.

તાજેતરમાં બેંગલુરુની એક શાળામાં એક રોબોટ શિક્ષિકાને નિયુક્ત કરવામાં આવી છે. જેનું નામ છે ઇગલ 2.0 આ રોબોટને બનાવવામાં 17 સભ્યોની એક ટીમે કામ કર્યું છે. જો કે એક સામાન્ય શાળાને પોસાય નહે તેવી તેની કીંમત છે. તેને રૂપિયા 8 લાખમાં તૈયાર કરવામાં આવી છે. આ રોબોટ શિક્ષિકા બાળકોને વિવિધ વિષયો પર ભણાવે છે અને સાથે સાથે જો બાળકો દ્વારા તેને પ્રશ્નો પુછવામાં આવે તો તેનો તેમને જવાબ પણ આપવામાં આવે છે.

સામાન્ય મશીન જેને આપણે ઓર્ડર જ આપતા હોઈએ છીએ બદલામાં તે આપણને કામ કરી આપતું હોય છે. તે પછી કંપ્યુટર હોય, માઇક્રોવેવ અવન હોય કે પછી કોઈપણ મશીન હોય પણ આ રોબોટ ટુવે કમ્યુનિકેશનમાં માહેર છે.

મળેલી માહિતિ પ્રમાણે આ રોબોટ બેંગલુરુની ઇંડ્સ ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ 7, 8 અને 9ના વિદ્યાર્થીઓને, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૂગોળ તેમજ ઇતિહાસ માટે સહાયક શિક્ષિકાનું કામ કરે છે. તેનું સ્ટ્રક્ચર કોઈ રોબોટ જેવું નહીં પણ સ્ત્રી માનવ જેવું બનાવવામા આવ્યું છે જેથી કરીને બાળકો માટે તે સહજ રહે.

આ પ્રકારના કુલ ત્રણ રોબોટ તૈયાર કરવામાં આવ્યા છે. ગર્વની વાત એ છે કે આ રોબોટને ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. જો કે તેમાં વપરાયેલી કેટલીક વસ્તુઓને વિદેશમાંથી આયાત કરવામાં આવી છે. શાળાએ જણાવ્યું હતું કે આ પ્રકારના ત્રણ હ્યુમનોઇડ રોબોટ બનાવવામાં આવ્યા છે જેમાં એકને બનાવવા પાછળ રૂપિયા 8 લાખનો ખર્ચ થયો છે.

સામાન્ય શિક્ષકોની સાથે સાથે હ્યુમનોઈડ રોબોટ શિક્ષકોના ઉપયોગ પાછળનું કારણ બતાવતા જણાવવામાં આવ્યું કે શિક્ષકોને અભ્યાસનું મટીરીયલ તૈયાર કરતાં ઘણીવાર લાગે છે. અને તેમાંથી મોટા ભાગની માહિતીતો આજે ગુગલ પર સરળતાથી ઉપલબ્ધ છે. માટે સહાયક રોબોટ શિક્ષક બાળકોને ઇન્ટરનેટ પર મળતી માહિતીઓ વિષે જાણકારી આપશે. જ્યારે અભ્યાસને લગતી જે માહિતીઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ન હોય તેની જાણકારી શિક્ષકો પોતે આપશે.

શિક્ષકોને રોબોટ શિક્ષકો દ્વારા આ રીતે સહાય કરવાથી તેમના પરનો કામનો બોજો હળવો થશે. અને શિક્ષકો બાળકોને લગતી અન્ય જરૂરી બાબતો પર વધારે ધ્યાન આપી શકશે.

તમને જણાવી દઈએ કે ચાઈના, જાપાન તેમજ ફ્રાન્સ ઉપરાંત અમેરિકામાં પણ આ પ્રકારના પ્રયોગ ચાલી રહ્યા છે જેમાં ફ્રાન્સમાં તો રોબોટ ટીચર્સ ઓટીઝમ ગ્રસ્ત બાળકોને ભણાવે છે. યુનાઈટેડ નેશન એજ્યુકેશનલ, સાઇન્ટીફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO) એ પણ અભ્યાસમાં રોબોટના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે.

જો કે કેટલાક વિદ્વાનોનું એવું પણ કહેવું છે કે રોબોટને શીક્ષકોના સહાયક તરીકે લઈ શકાય છે પણ તેમને શીક્ષકોની જગ્યાએ નથી મુકી શકાતા. કારણ કે તેઓ વિદ્યાર્થીઓને પ્રેરણા નથી આપતાં પણ જીવતા જાગતા માનવ શીક્ષકો જ તે કામ કરી શકે છે. આ બાબતે ઘણાબધી ચર્ચાઓ હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહી છે. પણ બાળકો માટે આ અનુભવ અનેરો સાબિત થાય તેમ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ