જાણો – બેંગ્લોરના વાળંદે મુકેશ અંબાણી જેવી ૩.૨ કરોડ રૂપિયાની મર્સિડીઝ મેબેક કાર કેવી રીતે ખરીદી!

તમારી પાસે કઈ કાર છે? વેગન-આર, આઈ ૧૦ કે વર્ના! પણ, બેંગ્લોરનો એક વાળંદ, રમેશ બાબુ, આવી અસંખ્ય કારનો માલિક છે. એવી કાર કે જે ભારતમાં મળવી અત્યંત મુશ્કેલ હોય.

ઊદાહરણ તરીકે જર્મનીથી સ્પેશ્યલી ઈમ્પોર્ટ કરાયેલી મર્સિડીઝ મૈબેક કાર! આ કાર ફક્ત ૩ જ વ્યક્તિ પાસે છે – વિજય માલ્યા, મુકેશ અંબાણી અને રમેશ બાબુ! – આ કારની કિંમત રૂપિયા ૩.૨ કરોડ છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય જ કે, “કેવી રીતે?”

રમેશ બાબુ ૧૯૯૪ થી કાર ભાડે આપવાના વ્યવસાયમાં જોડાયેલા છે. મારુતિ વાન, ઈંડિકા, વેગન-આર જેવી સામાન્ય જનતા ઊપયોગમાં લે તેવી કારની સાથે સાથે લક્ઝરી ગાડીઓ (૧ રોલ્સ રોયસ, ૧૨ મર્સિડીઝ, ૩ ઑડી, ૨ જેગુઆર) પણ તેમના બિઝનેસમાં શામેલ છે. અનેક દેશ ના અતિથિ વિશેષ તથા મોટા બિઝનેસમેન તેમની આ લક્ઝરી ગાડીઓ ને ભાડે લે છે. આ દરેક કાર માટે એમણે બેંક પાસેથી લૉન લીધી છે અને મોટા મોટા ઘરાક હોતી લીધા છે કે જેથી માસિક હપ્તો ભરવામાં વાંધો ના આવે. આટલો ધીકતો ધંધો હોવા છતા તેઓ પોતાના હજામતના વ્યવસાયથી જરાક પણ દૂર ગયા નથી. તેઓ આજે પણ ૫ કલાક હજામતનું કામ કરે છે અને વાળ કાપવાના ૭૫ રૂપિયા લે છે.

છે ને કમાલ? બેંગ્લોર જાઓ ત્યારે “રમેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ”ના માલિક એવા રમેશ બાબુની પાસે હજામત કરાવવાનું અને તેમની ગાડીમાં ફરવાનું ચૂક્શો નહીં!

ટીપ્પણી