બેંગલુરુના વતની અધિનારાયણ રાવે શરૂ કરી છે નવી ઝૂંબેશ, તેના વિસ્તારમાં દરરોજ ૫૦૦ લિટર પાણી બચાવે છે!

પાણી બચાવો ઝૂંબેશે હવે હદ કરી છે! આર.ઓ. પ્લાન્ટના એક્સ્ટ્રેક્ટ થયેલા પાણીને કઈરીતે વાપરી શકાય તેની ચર્ચા થઈ એક વ્હોટસેપ ગૃપમાં અને લેવાઈ ગયો એક નિર્ણય… બેંગલુરુના વતની અધિનારાયણ રાવે શરૂ કરી છે નવી ઝૂંબેશ, તેના વિસ્તારમાં દરરોજ ૫૦૦ લિટર પાણી બચાવે છે! બેંગલુરુના યુવકે દરરોજની ૫૦૦ લિટર પાણી બચાવવાનું આપ્યું છે સૂચન..


ઉનાળો શરૂ થાય એટલે બે ઝૂંબેશ તો વાયુ વેગે ચાલુ થઈ જ જાય એક ચકલીઓને માટે દાણાં – પાણીના માટીના કુંડા મૂકવા અને બીજું પાણી બચાવો…

જેમ જેમ ઉનાળો વધુને વધુ આકરો થતો જાય છે ત્યારે પાણીની તંગીએ માઝા મૂકી છે. લગભગ આખા દેશમાંથી પાણીની અછતની રાડ સંભળાય છે. એવું નથી કે માત્ર કચ્છ, સૌરાષ્ટ્ર કે રાજસ્થાન જેવા સૂકા કે રણ વિસ્તારના પ્રદેશોમાં જ પાણીની તંગી વર્તાય છે. ભલે અહીંની સમસ્યા અન્ય પ્રદેશો કરતાં વધારે હોય છે પરંતુ ઓછા – વત્તા પ્રમાણમાં સમગ્ર દેશમાં ભારે સમસ્યા થઈ છે. એક બાજુ જ્યાં રાજનૈતિક માહોલ ગરમ હોય ત્યાં મોંઘવારી વિશે પણ લોકો બોલવા લાગ્યાં હોય ત્યાં બહારથી પાણીના ટેંકરો મંગાવવા માટે પણ હવે લોકોના મોંએથી મનાઈ સંભળાવવા લાગી છે. ચારેકોર જાણે એક જ સૂર હોય કે પાણીનો ગમેતે ભોગે સંગ્રહ કરો.


જેમ જેમ ટેક્નોલોજી વધતી જાય છે તેમ તેમ સુવિધાઓ વધે છે તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ સાથે આવતી જ હોય છે. એ રીતે છેલ્લા એકાદ દાયકાથી ફિલ્ટર પાણીને બદલે આપણે સૌ આર.ઓ. મીનરલ પાણી પીતાં થયાં છીએ. તેનો મીઠો સ્વાદ આપણને હવે સદી ગયો છે ત્યારે તેની એક આડ અસર એ પણ છે કે તેમાં ત્રીજા ભાગનું પાણી ફેંકી દેવાનું થતું હોય છે. આર.ઓ. પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા આવતા કે સર્વિસ કરવા આવતા ટેક્નિશિયન પણ કહે છે કે જે વેસ્ટ પાણી છે તેને પીવું નહીં. બલ્કે તેન સફાઈમાં વાપરી શકો છો. ત્યારે એ વિશે આપણાં દેશમાં એક નવી ઝૂંબેશ શરૂ થઈ છે તે શું છે એ જોઈએ.


બેંગલુરુના વતની અધિનારાયણ રાવે શરૂ કરી છે નવી ઝૂંબેશ, તેના વિસ્તારમાં દરરોજ ૫૦૦ લિટર પાણી બચાવે છે! તેઓ બેંગલુરુના વ્હાઈટફિલ્ડ નામના વિસ્તારમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહે છે. આ એક પોર્શ રહેણાંક વિસ્તાર છે. જ્યાં મધ્યમથી ઉપરની આવક ધરાવતા લોકો રહે છે. જેમની પાસે પોતાનો ફ્લેટ અને ગાડી પણ છે. એવા સદ્ધર કહેવાતા પરિવારોમાં પણ જ્યારે પાણીની કિલ્લત થાય છે ત્યારે તેમને બહારથી ટેંકર મંગાવવાની ફરજ પડે છે. જે તેમના ખર્ચમાં વધારો કરે. સ્વાભાવિક છે કે આ બાબત દરેક પરિવારને ન પોસાય ત્યારે એમના ફ્લેટની સોસાયટીના એક વ્હોટસેપ ગૃપમાં આ વિષયની ચર્ચા થઈ. ત્યારે આ યુવાને એક સૂચન આપ્યું.

આધિનારાયણ રાવ નામના યુવકે એક સૂઝાવ એવો આપ્યો કે આપણે સૌ આપણી ગાડીઓને વપરાશના પાણીથી ન ધોવી. ત્યારે સૌને તેના સૂચન પર આશ્ચર્ય થયું. તેમના ફ્લેટમાં દરરોજ લગભગ ૫૦૦ લિટર પાણી વપરાઈ જાય છે અને વધુમાં બહારથી ટેંકર મંગાવવાની ફરજ પડે છે ત્યારે લોકોએ તેના સૂઝાવ પર વિચાર કર્યો.


તેણે સૂચવ્યું કે આપણાં ઘરોમાં જે આર.ઓ. પ્લાન્ટ્નું વેસ્ટ પાણી બચે છે તેનાથી ગાડી ધોવા જેવા કામ કરી શકાય છે. આ બાબતને સૌએ વધાવીને એ ફ્લેટના દરેક પરિવારના પાણીની ઘણીખરી બચત કરવાનો એક રસ્તો મળી ગયો.


આર.ઓ. પ્લાન્ટનું વેસ્ટ પાણી ક્યાં વાપરી શકાય અને ક્યાં નહીં, જાણો છો?

આર.ઓ. પ્લાન્ટ ઘરમાં એ રીતે નખાવાય છે કે તેમાંથી નીકળતું બીન પીવા લાયક અને ક્ષારયુક્ત પાણી બેઝિનમાંથી વહીને નીકળી જાય. અથવા તો તેના માટે એક એવી વ્યવસ્થા રાખવી જેમ કે નાની ડોલ કે ટબ કે પછી સિંટેક્ક્ષની ટાંકી પણ બેસાડી શકાય છે.


આ પાણીને પી નથી શકાતું કેમ કે તેમાંથી મીનરલ્સ એક્સ્ટ્રેક્ટ થઈને નીકળી ગયાં હોય છે. ખરેખર તો તેને ડી – મીનરલાઈઝ વોટર પણ કહેવાય છે. આ પાણીનો પીવામાં જે રીતે ઉપયોગ ન કરવનો હોય એજ રીતે તેને જમવાની વસ્તુઓ બનાવવામાં પણ ન વાપરવું. એક ધ્યાન રાખવું કે તેને ઝાડપાન કે વૃક્ષના છોડમાં ક્યારેય ન નાખવું જોઈએ. કારણ કે તેમાંથી દરેક પ્રકારનું પોષણ શોષાઈ ગયું હોય છે અને ક્ષારયુક્ત પાણી થઈ ગયું હોય છે. જેથી, આ પાણીથી તમે વાસણ ધોઈ શકો છો અને પોતાં કરી શકો છો. પરંતુ યાદ રહે તેનાથી કપડાં ક્યારેય ન ધોવાં જોઈએ. જેથી કપડાં ખરાબ થઈ જવાની શક્યતા રહે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ