જલ્સા કરોને જેંતીલાલ

બંગાળની સુપર હીટ ફિલ્મ અભિનેત્રી મીમી ચક્રબર્તી બની ભારતની સુંદર સાંસદ…

બંગાળની સુપર હીટ ફિલ્મ અભિનેત્રી મીમી ચક્રબર્તી બની ભારતની સુંદર સાંસદ,


ફીલ્મોમાં તો તેણે ઘણી પોપ્યુલારીટી મેળવી લીધી હવે જોઈએ રાજકારણમાં કેવું કાઠુ કાઢે છે આ સાંસદની સુંદરતા જોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ

2019ની લોકસભાની ચુટણીમાં કોંગ્રેસ, બીજેપી, તૃણમૂલ કોંગ્રેસ ઉપરાંતની બીજી ઘણી બધી પાર્ટીઓમાંથી હીંદી તેમજ રીજનલ સેલીબ્રીટીઓને ટીકીટ આપવામાં આવી હતી. જેમાંથી કેટલાકની હાર થઈ તો કેટલાકે પોતાની જીતનો ઝઁડો ગાડી દીધો છે.


પંજાબમાંથી સનીદેઓલ જીતી આવ્યા છે તો દીલ્લીમાંથી ગોતમ ગંભીર તો બોજી બાજુ મુંબઈમાં કોંગ્રેસ તરફથી ઉભી રહેલી ઉર્મિલા માતોંડકરની હાર થઈ છે.


પણ બંગાળમાંથી લોકસભાની સીટ માટે તૃણમુલ કોંગ્રેસ દ્વારા જે સેલીબ્રીટીને ઉભી રાખવામાં આવી હતી તેણી જીતી ગઈ છે. અને આજે તે ચુંટણીમાં પોતાની સફળતાના કારણે નહીં પણ પોતાની સુંદરતાના કારણે ચર્ચાનો વિષય બની છે.


તૃણમુલ કોંગ્રેસની આ સાંસદનું નામ છે મીમી ચક્રબર્તી તેણી બંગાળી ફિલ્મોની સુપર હીટ અભિનેત્રી છે. જે પોતાની અભિનય ક્ષમતા કરતાં પણ વધારે પોતાની સુંદરતાના કારણે વધારે ચર્ચામાં રહી છે.


પણ આ સુંદર બંગાળી અભિનેત્રી મીમીએ રાજકારણમાં પોતાની નવી ઇનીંગ્સની શરૂઆત કરી છે. અને તેણી પ્રથમ પ્રયત્ને જ ટીએમસીની સાંસદ તરીકે ચુંટાઈ આવી છે.


તો લોકોમાં ઘણી બધી ઉત્સુકતા છે આ સુંદર સાંસદ વિષે વિવિધ જાણકારીઓ મેળવવાની. કે તેણી સાંસદ પહેલાં શું કરતી હતી. તેની ફિલ્મી કેરિયરની શરૂઆત કેવી રીતે થઈ, તેમ જ તેણી પોતાના અંગત જીવનમાં કેવી છે વિગેરે વિગેરે.


મીમી ચક્રબોર્તીનો જન્મ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો જો કે તેણીએ પોતાના બાળપણના વર્ષો અરુણાચલ પ્રદેશમાં પસાર કર્યા હતા ત્યાર બાદ તેઓ સહ પરિવાર પાછા જલપાઈગુડી આવી ગયા હતા.


મીમી ચક્રબોર્તીએ બોલીવૂડની કેટલીક હીરોઈનની જેમ પોતાની કેરિયરની શરૂઆત મોડલીંગથી કરી હતી.

મીમી ચક્રબોર્તીએ અત્યાર સુધીમાં 20 બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. અને તેણીને તેમાં ઘણી સફળતા મળી છે.

મીમીએ બાપી બારી જા નામની બંગાળી ફિલ્મથી પોતાની ફિલ્મી કેરીયરની શરૂઆત કરી હતી.


આમ મીમી માટે સફળતાનો સ્વાદ કંઈ નવો નથી. તેણી ફિલ્મોમાં પણ હીટ પુરવાર થઈ ચૂકી છે અને લોક સભા એમપી બનીને તેણીએ એ પણ સાબીત કરી દીધું છે કે તેણી રાજકારણમાં પણ સફળતા મેળવી શકે તેમ છે.

તેણીએ 2,95,239 વોટના માર્જીનથી તેણીએ પોતાની આ જીત મેળવી છે.આમ તેણે બન્ને ક્ષેત્રોમાં પોતાનો એક્કો જમાવી દીધો છે.


જો કે મમતા બેનર્જીએ જ્યારે આ બંગાળી એક્ટ્રેસને ટીકીટ આપવાની જાહેરાત કરી ત્યારે તે બન્નેની ખુબ જ ટીકા કરવામાં આવી હતી. કે છેવટે મમતા બેનર્જીએ જીત મેળવવા માટે ગ્લેમરનો સહારો લેવો પડ્યો.

આમ ટ્વીટર દ્વારા પણ ઘણા બધા ટ્વીટર હેન્ડલર્સે અભિનેત્રીઓને ટીકીટો આપવા બદલ જે તે પાર્ટીઓની અવારનવાર ટીકાઓ કરી છે. જો કે આ જ વિરોધ કે આ જ ટીકાઓ ક્યારેય પુરુષ અભિનેતા કે સેલીબ્રીટી માટે કરવામાં આવી નથી.


પણ જ્યારે તમારી સફળતા જ જવાબ આપી દે ત્યારે તમારે એક શબ્દ પણ ઉચ્ચારવાની જરૂર પડતી નથી . તેવું મીમી ચક્રબોર્તીએ સાબીત કરી દીધું છે.


આ ઉપરાંત વર્ષ 2014ની લોકસભાની ચૂટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાઇચુંગ ભુટીયા તેમજ હાવર્ડના ઇતિહાસકાર સુગાતા બોઝને પણ ટીકીટ આપી ચૂક્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ બંગાળી સીંગર બાબુલ સુપ્રિયોને ટીકીટ આપી હતી. અને તે વખતે પણ નવશીખીયા પોલિટિશિયનો કહીને તેમની ખૂબ ખીલ્લી ઉડાડવામાં આવી હતી.


વર્ષોથી ગ્લેમર ઇન્ડસ્ટ્રીનું સીધું કે આડકતરુ કનેક્શન રાજકારણ સાથે રહેલું છે. પછી તેઓ સીધી જ ચૂંટણી લડી રહ્યા હોય કે પછી ખુલ્લમ ખુલ્લા કોઈ પાર્ટીને પોતાનું સમર્થન આપી રહ્યા હોય કે પછી એક પ્રોફેશનલ તરીકે તે પાર્ટીનો ચુંટણી દરમિયાન પ્રચાર કરી રહ્યા હોય.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version