સંદેશએ બંગાળી મીઠાઈ છે જેને પનીરમાંથી બનાવામાં આવે છે. તે બનાવવા માં એકદમ સરળ મીઠાઈ છે…

જાણો અને માણો એક બંગાળી સ્વીટ, “સંદેશ” 
==========================

સામગ્રી :
=====

• 1 કપ પનીર,
• 1/3 કપ પાવડર ખાંડ અથવા જરૂર મુજબ,
• ½ tsp. રોઝ વોટર,
• ½ tsp. એલાયચી પાવડર,
• બાદમ અને પીસ્તા ની કતરણ ગાર્નીશ કરવા માટે,

રીત :
====

પનીર અને ખાંડ મિક્સ કરી લોટ બાંધવો, એ લોટ બને તેટલો નરમ હોવો જોઈએ.

નોંધ:

જો તમને કાચું પનીર નો સ્વાદ પસંદ ના હોઈ તો જ તેને કુક કરવો નહિ તો એ સ્ટેપ ને અવગણી શકો છો.

હવે બાંધેલા પનીર અને ખાંડ ના લોટ ને એક નોન સ્ટીક પેન માં મૂકી ધીમી આંચ પર 7 થી 8 મિનીટ પકાવા દેવું. તેને સતત હલાવતા રેહવું ક જ્યાં સુધી પનીર નો કાચો સ્વાદ નીકળી જાય તેમજ લોટ એકદમ સોફ્ટ બની જાય પનીર ને વધુ પડતું પાકવા ના દેવું નહિ તો એ ડ્રાય થઇ જશે. તેમાં રોઝ વોટર ઉમેરો. આંચ ને બંધ કરી દઈ ફરી થી લોટ ને એકદમ સોફ્ટ બનાવો. તેમાં એલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરો. પ્લેટ માં કાઢી તેને ઠંડુ પાડવા દેઓ અને ફરી એક વખત લોટ ને કુણો. હવે તેને હથેળી માં લઇ નાના નાના લોવા બનાવો. આ લોવા ને એટલા સોફ્ટ બનવો તેમાં એક પણ તિરાડ ના પડવી જોઈએ.

લગભગ આ મિશ્રણ માંથી 12 એવા લોવા બનશે. હવે દરેક લોવા ને હથેળી માં લઇ રોલ કરી હથેળી વડે દબાવી થોડા ફ્લેટ કરો. દરેક બનાવેલા સંદેશ ને બાદમ અને પીસ્તા ની કતરણ વડે ગાર્નીશ કરો. આ સંદેશ એક વિક સુધી ફ્રીઝ માં સ્ટોર કરી સકાય છે. સંદેશ નો સ્વાદ ઠંડા કરી ને સર્વ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સારો આવે છે.

નોંધ :
=====

તમે સંદેશ ને મનપસંદ આકાર આપવા માટે કોઈ પણ મોલ્ડ નો ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો કોઈ પણ કલર પણ ઉપયોગ કરી સકાય છે. તમે કલર ની સાથે સાથે કેસર નો પણ ઉપયોગ કરી શકો છો.

રસોઈની રાણી : ભાનુબેન પટેલ (અમેરિકા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી