સાંસદ નૂસરત જહાંના હનિમૂનની તસ્વીરો થઈ વાયરલ – હાલ પતિ સાથે મોરેશિયસમાં મનાવી રહી છે હનીમૂન

ખુબ જ નાની ઉંમરે સફળતાના શીખરો સર કરી ચૂકેલી બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સુંદર સાંસદ હાલ પોતાના પતિ સાથે હનિમૂન પર છે જેની તસ્વિરો તેણે સોશિયલ મિડિયા પર શેયર કરી છે. જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Jain (@nikhiljain09) on


બંગાળી ફીલ્મોની અભિનેત્રી તરીકે તેણીને ખુબ જ સફળતા મળી અને તેની લોકપ્રિયતાના આધારે તેણીને તૃણમુલ કોંગ્રેસ તરફથી ચુંટણી લડવા માટે ટીકીટ આપવામાં આવી જેમાં તેણીએ અઢળક બહુમત સાથે જીત મેળવી હતી. જેના કારણે નૂસરત માત્ર બંગાળમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં ખુબ જ જાણિતી બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on


ચૂંટણી જીત્યાના થોડા ક દીવસ બાદ તેણીએ બંગાળી બિઝનેસમેન નિખિલ જૈન સાથે તૂર્કીમાં લગ્ન કર્યા હતા જેની તસ્વીરો પણ તેણીએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરી હતી જેને પણ ખુબ જ પ્રતિસાદ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on


જોકે એક હીન્દુ સાથે લગ્ન કરવા બદલ તેણીને સોશિયેલ મિડિયા પર ખુબ જ ટ્રોલ કરવામા આવી હતી. જેનો તેણે ખુબ જ ઠંડકથી સામનો કર્યો હતો અને લોકોની બોલતી બંધ કરી દીધી હતી. હાલ તેણી પોતના પતિ સાથે પોતાના લગ્નજીવનને માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on


હજુ હમણા જ ગયેલી હરિયાળી ત્રીજની ઉજવણી તેણીએ પોતાના પતિ સાથે કરી હતી. જેમાં તેણીએ લાલ સીલ્કની સાડી અને ગોલ્ડન બ્લાઉસ પહેર્યો હતો અને પોતાના સિંપલ પણ સુંદર લૂકને અંબોડો વાળીને તેના પર ગજરો લગાવી પૂરો કર્યો હતો. તેણી સારી રીતે બન્ને ધર્મોનું સમ્માન કરતાં જાણે છે જે તેની ઇન્સ્ટા પોસ્ટ પર અવારનવાર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on


હાલ આ પતિ-પત્નીની જોડી હનિમૂન મોરેશિયસમાં ગાળી રહ્યા છે. જો કે નૂસરતે હનીમૂનનું સ્થળ પોતાની ઇનસ્ટાગ્રામ પોસ્ટ પર ક્યાંય શેયર નથી કર્યું પણ પતિ નિખિલે શેયર કરી લીધું. નિખીલ જૈને પણ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on


એક તસ્વિરમાં તેણી જાણે રિલેક્સ થઈ રહી હોય તેમ વ્હાઇટ પેન્ટ અને બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્ડ શર્ટમાં જોવા મળે છે. જેમાં તેણીએ હાથમાં લગ્નનો ચૂડો પણ પહેરેલો છે. જે દર્શાવે છે કે તે હજુ પણ વેડીંગ મૂડમાં જ છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on


એક ક્લોઝપ તસ્વીર તેણીએ શેયર કરી છે જેમાં તેણીએ કેપ્શન લખ્યું છે. નો મેકઅપ.. નો ફિલ્ટર સનડે…! સુંદર દિવસ જાય તેવી બધાને શુભકામનાઓ ! મેકઅપ વગર પણ તેણી સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Jain (@nikhiljain09) on


જોકે લગ્ન બાદ પણ તેણીને કંઈ ઓછી ટ્રોલ કરવામાં નથી આવી રહી. લગ્ન બાદ તેણી હંમેશા લગ્નના ચૂડા તેમજ સિંદુર લગાવેલી જોવા મળે છે અને તેના કારણે તેના કેટલાક ફેન્સ તેનાથી નારાજ છે. પણ તેમાં તેણી કંઈ જ કરી શકે તેમ નથી. તે પોતાની રીતે જ જીવતી આવી છે અને જીવી રહી છે અને ખુશ છે જે તેની તસ્વીરોમાં જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Jain (@nikhiljain09) on


થોડા સમય પહેલાં પતિ નિખિલે નૂસરત સાથે ખ્વાજા હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહની મુલાકાત લીધી હતી તેની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરી હતી. જે પરથી સ્પષ્ટ કહી શકાય છે કે આ બન્ને પતિ પત્ની એકબીજાની લાગણીને સારી રીતે સમજે છે અને એકબીજાના ધર્મનું પણ સમ્માન કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ