બંધ નાક ખોલવાના અને કફ કાઢવાના ઘરગથ્થુ રામબાણ ઉપાયો…

શિયાળામાં શરદીના કારણે હંમેશા નાક બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક તો આ સમસ્યા એક-બે દિવસમાં દૂર થઈ જાય છે પણ કગ્યારેક ક્યારેક લાંબી ખેંચાઈ જાય છે. નાકનું બંધ હોવું સંકેત છે કે આપણા શરીરમાં રેશા જામી ગયા છે. માટે તમારે નાક ખોલવાની સાથે સાથે તે રેશાને કાઢવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ.

તે માટે નીચે કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે, જે દ્વારા તમે તમારું બંધ નાક સરળતાથી ખોલી શકશોઃ

ગરમ ગરમ ચા પીવો – હોટ ટીનાક ખોલવા માટે તમે ગરમ ચાની ચુસ્કીઓ લઈ શકો છો. જો તમે ગ્રીન ટી, પિપરમિંટ અથવા આદુની ચા પીવો છો તો તે તમારા માટે વધારે લાભકારક રહેશે. દૂધ વાળી ચા ન પીવો.

વરાળ લો- સ્ટીમના ફાયદા

બંધ નાક ખોલવા માટેનો આ એક ખુબ જ અસરકારક ઉપાય છે, જે તરત જ તમારું નાક ખોલી દે છે અને રાહત આપે છે. તેના માટે ગરમ પાણીમાં વિક્સ અથવા બીજું કોઈ બામ મિક્સ કરી સ્ટીમ લો, તેનાથી તમને તરત જ રાહત મળશે. યાદ રાખો કે વરાળ લેતી વખતે તમારા ઘરનો પંખો બંધ હોવો જોઈ. આ ઉપરાંત તમે વરાળ લેવા માટે ગરમ પાણીમાં વિનેગર પણ નાખી શકો છો.

હુંફાળા પાણીથી સ્નાનજો તમને હંમેશા નાક બંધ રહેવાની સમસ્યા રહેતી હોય, તો હંમેશા હુંફાળા પાણીથી નાહવાનું રાખો. કારણ કે હુંફાળા પાણીથી સ્નાન કરવાથી તમારા બંધ નાકને રાહત મળશે.

નારિયેળ તેલનારિયેળ તેલ બંધ નાક ખોલવા મટે ખુબ જ લાભપ્રદ માનવામાં આવે છે. જો ક્યારેય તમારું નાક બંધ થઈ જાય, તો તમારે નારિયેળ તેલને આંગળી દ્વારા તમારા નાકની છેક અંદર સુધી લગાવવું. અથવા તો નારિયેળ તેલના કેટલાક ટીપાં નાકમાં નાખવા અને પછી ઉંડો શ્વાસ લેવો. થોડાક જ દિવસમાં તમારું બંધ નાક ખુલી જશે. પણ, ધ્યાન રાખો કે નારિયેળ તેલ પીગળેલું હોય.

ડુંગળીબંધ નાકની તકલીફમાં ડુંગળી પણ રાહત આપે છે. કારણ કે, ડુંગળી ખાધા બાદ નાક ખુલી જાય છે. અને આ ઉપરાંત જો તમે ડુંગળીના રસને કોઈ કપડા પર નાખી તેને સુંઘે રાખશો તો પણ તમારું નાક ખુલી જશે.

ટોમેટો સૂપજો તમને ચટપટો ખોરાક ભાવતો હોય, તો તમારા માટે ટોમેટો સુપ ખુબ જ લાભપ્રદ રહેશે. ચટપટી વસ્તુઓ ખાવાથી બંધ નાક ખુલી જાય છે. ઘરમાં ગરમા-ગરમ ટોમેટો સૂપ બનાવી પીવાથી પણ બંધ નાકમાં રાહત મળશે. ટોમેટો સૂપમાં લસણ, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરી પીવો, રાહત થશે.

જળ નેતી અને સૂત્ર નેતી

જળ નેતિ અથવા સૂત્ર નેતિ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બંધ નાખ ખોલવામાં ખુબ મદદ મળે છે. હંમેશા યોગાચાર્ય તેમ કરતાં શીખવે છે. આ ક્રિયામાં જળ અથવા તો કોઈ દોરા(સૂત્ર)ને નાકના એક નસકોરામાંથી નાખીને મોઢાંથી બહાર કાઢવામાં આવે છે. જેનાથી માર્ગ સાફ થાય છે.

છીંકણી

છીંકણીનો વધારે પડતો ઉપયોગ આમતો ખુબ જ હાનિકારક છે. પણ નાક બંધ થઈ જાય તો ચપટી છીંકણી સુંઘવાથી ખુબ વેગથી છીંક આવશે. અને મગજ પર ચડેલો રેશો નાકના રસ્તે બહાર નીકળી જશે. અને 5 મિનિટ બાદ માથું હળવુ થઈ જાય છે. જુના માજીઓ પહેલાં તેનો ઉપયોગ નિયમિત કરતા હતા. આજકાલના લોકોને તેની જાણકારી નથી હોતી. છીંકણી કોઈપણ કરિયાણાવાળાની દુકાને મળી જશે.

અળસીનો ઉપયોગ

જો કફ જામી ગયો હોય અને તે કારણસર નાક બંધ હોય તો તમારે સવાર સાંજ એક ચમચી અળસીના બીજને તેટલા જ ગોળ સાથે રોજ ચાવવી જોઈએ. કફ પણ નીકળી જશે અને નાક પણ સાફ થઈ જશે. અળસીના સેવનથી શરીરમાં જામેલો કફ બહાર નીકળી જાય છે.

એલો વેરા અને આંબળાકફ જામી ગયો હોય તો તમે એલોવેરાનું સેવન કરવાનું શરુ કરો. એક ગ્લાસ હુંફાળા પાણીમાં 30 મિલી એલોવેરામાં 10 મિલી આંબળાનો રસ ભેળવો અને તેમાં એક ચમચી મધ ભેળવી સવાર સાંજ પીવાથી જુનામાં જુનો કફ નીકળી જાય છે.

તેવામાં આ ઘરગથ્થુ નુસખાને અજમાવી બંધ નાક અને કફથી છૂટકારો મેળવી શકાય છે.જો તમને હંમેશા શરદી-ઉધરસ થઈ જતા હોય તો તમે રોજ ધૃતાભ્યંગ કરો. આ વિધિ કરવાથી તમને આ બધા રોગ તો નહીં જ થાય. પણ તમારું મગજ પણ તેજ બનશે. આંખની જ્યોતિ પણ વધશે. ચહેરા પર કાન્તિ આવશે.