‘બનાના બરફી’ કેળાનો ઉપયોગ વાનગીમાં જૈન લોકો કરતા હોય છે તો ટ્રાય કરો

બનાના બરફી
કેળાનો ઉપયોગ વાનગીમાં જૈન લોકો કરતા હોય… નહિતર સ્મૂથીમાં યુઝ કરતા હોય…. પણ ક્યારેય કેળામાંથી મીઠાઈ બનાવી????
સામગ્રી:
1 વાટકી સમારેલા પાકા કેળા,
3/4 વાટકી ફૂલ ફેટ દૂધ,
1 વાટકી જાડું એલચી સૂકા નાળિયેરનું છીણ,
ખાંડ સ્વાદ પ્રમાણે (1/4 વાટકી),
બદામના ટુકડા,
એલચી પાઉડર,
ઘી,
રીત:
– સૌ પ્રથમ એક કડાઈમાં કેળા લઇ તેમાં દૂધ અને ખાંડ ઉમેરી હલાવ્યા કરવું, ધ્યાન રહે કે તળિયે ચોંટે નહીં.
– કેળા સહેજ કુક થાય એટલે તવેથાથી દાબીને મેસ કરતું રહેવું.
– સહેજ ઘટ્ટ થાય એટલે નાળિયેરનું છીણ અને બદામના ટુકડા ઉમેરી હલાવવું.
નાળિયેરનું છીણ સૂકી નાળિયેરની કાચલી બજારમાં મળે છે તેમાંથી ઘરે છીણીને કર્યું છે,..
– પ્લેટમાં પાથરી ને પીસ થાય તેવું ઘટ્ટ થાય ત્યારે ગેસ બન્ધ કરી એલચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
– અડધા મિક્ષણને ઘી વાળી ગ્રીસ કરેલ પ્લેટમાં પાથરી થોડીવાર પછી પીસ કરી લેવા.તમે તેના બોલ પણ વાળી શકો છો…
– બદામના ટુકડાથી ગાર્નિશ કરવું.
– તો તૈયાર છે બનાના બરફી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી