વાંસની બૉટલમાં પાણી પીવાથી હ્રદય રહેશે તંદુરસ્ત – જાણો એક્સપર્ટ શું કહે છે.

બામ્બુ બોટલ્સ: વાંસની બોટલમાં પાણી પીવાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે અને મળે છે બીજા પણ ફાયદાઓ… જાણો નિષ્ણાતનો અભિપ્રાય.

હાલના સમયમાં સૌ કોઈ ગ્લોબલ વોર્મિંગની બદલાતી પરિસ્થિતિથી ચિંતાતૂર છે ત્યારે વિશ્વવ્યાપી આબોહવા પરિવર્તન અંગે વધતી જાગૃતિને કારણે, મહિલાઓ હવે પ્લાસ્ટિકની વસ્તો વાપરવાને કારણે થતી મુશ્કેલીઓ તેમજ પ્લાસ્ટીકના માલના ઉપયોગના દુષ્પ્રભાવો વિશે પહેલા કરતા વધુ જાગૃત બની છે. તેથી, પ્લાસ્ટિકને બદલે, એવા અન્ય વૈકલ્પિક વસ્તુઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડશે નહીં અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

image source

આપને જાણીને નવાઈ લાગશે કે હાલના સમયમાં પર્યાવરણના પ્રદુષણને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની બોટલને બદલે વાંસની બોટલના ઉપયોગનો વ્યાપ વધી રહ્યો છે. વાંસની બોટલ્સ અને અન્ય પ્રકારના વસણોનો ઉપયોગ કરવો એક નવીનીકરણીય વિચાર છે, આ એવું સાધન છે જે પ્રાકૃતિક પણ છે અને શરીર માટે સ્વાસ્થ્યને માટે પણ ખૂબ જ સારું છે. વળી, તે એવો પદાર્થ છે જે નિયમિત રૂપે ઉત્પન્ન થઈ શકે છે.

બામ્બુ બોટલ્સ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને પ્લાસ્ટિકની તુલનામાં તે બાયોડિગ્રેડેબલ છે. પ્લાસ્ટિકની વસ્તુઓ જમીનમાં ઓગળી જતી નથી તેને ડિસ્ટ્રોય થતાં ૧૦૦ થી વધુ વર્ષોનો સમય લાગે છે, જ્યારે વાંસ એક સંપૂર્ણપણે કુદરતી તત્વ છે. તે જમીનમાં ઉગે છે અને જમીનમાં દટાઈ પણ જઈ શકે છે. આજના સમયમાં, વાંસની યોગ્ય ઉપયોગીતાઓને ધ્યાનમાં રાખીને, તેને ‘ગ્રીન ગોલ્ડ’ કહેવામાં આવ્યું છે.

નિષ્ણાત શું કહે છે

image source

જાણીતા અને અનુભવી ડાયેટિશિયન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ઘણા અભ્યાસોમાંથી એવું જાણવા મળ્યું છે કે વાંસ શરીર માટે ઉપયોગી પદાર્થ તરીકે તેનું અનેક સંદર્ભોમાં વર્ણવવામાં આવ્યા છે. ખાસ કરીને વાંસ હૃદયને સ્વસ્થ રાખવા, શ્વસન રોગોથી બચાવવા અને પેટની અસ્વસ્થતા દૂર કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. તે કબજિયાતથી રાહત આપે છે અને પેટના અલ્સરમાં પણ ખૂબ ઉપયોગી છે. તેનું એક મુખ્ય કારણ એજ છે કે તે એવી વનસ્પતિ છે જેમાં પુષ્કળ પ્રમાણમાં રેસાઓ પ્રાપ્ત થઈ શકે છે.

આ કારણોસર વાંસ એ હાલના સમયમાં સ્વાસ્થ્યવર્ધક શ્રેષ્ઠ વિકલ્પ છે…

image source

વાંસમાંથી બનતી દરેક વસ્તુઓ સંપૂર્ણરીતે કુદરતી ઉત્પાદન હોય છે. તે એક પ્રકારની વનસ્પતિ છે જેથી તેનો ઉપયોગ ખોરાક પીરસવામાં કે પાણી પીવા માટે કરીએ તો પણ તે નુક્સાનકર્તા નથી. વળી, વાંસને ખાતર વગર ઉગાડવામાં આવે છે. તેને પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ કહી શકાય. વાંસ કુદરતી રીતે મળી આવતું એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ એજન્ટ હોય છે. જેથી તેને લાંબો સમય સુધી સાચવી શકાય છે.

વાંસના છો ૩થી ૫ વર્ષમાં લણણી માટે તૈયાર છે. વાંસ ખૂબ જ મજબૂત હોય છે. વાંસમાંથી બનાવેલ દરેક વસ્તુઓ પણ મજબૂત, ટકાઉ અને હાઈજિનિક બને છે. તેમાંથી બનતી પાણીની બોટલ પોષક તત્ત્વોથી ભરેલી છે કારણ કે આ પ્રકારની બોટલ્સમાં જે પાણી ભરવામાં આવે છે તેમાં વાંસમાંથી મળતા ગુણકારી તત્વો પોતાની મેળે ભળી જાય છે જે આપણાં શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.

image source

વાંસની બોટલમાં પાણી પીવાથી શરીરમાં વિટામિન બી ૬ (પાયરિડોક્સિન), પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, જસત, વિટામિન બી ૨ (રાયબોફ્લેવિન), ટ્રિપ્ટોફન, પ્રોટીન, આઇસોલીસીન અને આયર્ન જેવા પોષક તત્વો મળે છે. વાંસને સદીઓથી શુદ્ધતા સાથે સંકળાયેલ વનસ્પતિ માનવામાં આવે છે. વાંસની બોટલમાં પાણી પીવાથી કોઈ ચેપ લાગવાની સંભાવના નથી રહેતી.

લાંબા સમય સુધી યુવાની જળવાઈ રહેશે…

image source

આપ આ વાત જાણીને એકદમ ખુશ થઈ જાશો કે વાંસની બોટલમાં પાણી ભરીને પીવાથી, મહિલાઓ લાંબા સમય સુધી યુવાન દેખાશે. આની પાછળનું કારણ એ છે કે વાંસમાં પુષ્કળ એન્ટી ઓકિસડન્ટ તત્વો મળી આવે છે. આ તત્વો આપણી ત્વચાને યુવા દેખાવવામાં મદદરૂપ થાય છે. આપણે જેટલું શુદ્ધ પાણી પીશું એટલું જ આપણું શરીર સ્વસ્થ રહેશે અને ત્વચાની ચમક પણ જળવાઈ રહેશે.

image source

શુદ્ધ પાણી પીવાથી આપણાં શરીરના કોષો અને કોશિકાઓના વિનાશની પ્રક્રિયાને ધીમી થશે, એટલે કે ડેડ સ્કીન અને ડ્રાય સ્કીન થવાની શક્યતાઓ પણ ઘટે છે. પરિણામે ચહેરો કરચલી વિનાનો અને યુવાન દેખાય છે. જો વાંસની બોટલમાં રાખેલા પાણીનો ઉપયોગ ચહેરો ધોવા માટે કરવામાં આવે તો તે ચહેરો સુંદર બનાવે છે.

તેનામાં રહેલ કોલેજન તત્વથી શરીર સ્વસ્થ રહે છે…

image source

વાંસની બોટલોમાં સંગ્રહિત પાણીના ઉપયોગથી શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધે છે. જે અપણી ત્વચા અને વાળના સ્વાસ્થ્યને જાળવવા માટેના મહત્વપૂર્ણ તત્વ પૈકી એક છે, તેથી તેનો ઉપયોગ વધારવો ખૂબ જરૂરી છે. ખરેખર તેઓ તેમાં સિલિકાનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે અને તે કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. બામ્બુ બોટલ્સનો ઉપયોગ પાણી માટે વધી રહ્યો છે, તેનું એક ખાસ કારણ આ પણ છે.

મહિલાઓના હાડકા મજબૂત રહેશે

image source

નબળા હાડકાંને લીધે સ્ત્રીઓ ઘણીવાર વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઓસ્ટીયોપોરોસિસ, ઘૂંટણની પીડા, કરોડરજ્જુમાં દુખાવો જેવી સમસ્યાઓ એમાં સામાન્ય છે, પરંતુ જો બામ્બુ બોટલમાં પાણી પીવામાં આવે છે તો તેને કારણે શરીરના હાડકાં મજબૂત થઈ શકે છે. વાંસમાં હાજર સિલિકા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.

કોલેસ્ટરોલ નિયંત્રણમાં રહેશે

image source

જે સ્ત્રીઓમાં કોલેસ્ટ્રોલ વધઘટ થાય છે અથવા જેમના કોલેસ્ટરોલનું પ્રમાણ ખૂબ વધારે છે, તેમને માટે બામ્બુની બોટલમાં પાણી ભરી રાખીને પીવું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ શરીરને હાર્ટ એટેક અને અન્ય ઘણા રક્તવાહિનીને લગતા રોગોથી બચાવી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

image source

મોટે ભાગે, સ્ત્રીઓને હવામાનમાં ફેરફારને કારણે વિવિધ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. બામ્બુની બોટલમાં રાખેલ પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર મજબૂત થાય છે. તેમાં લેક્ટોન્સ, પોલિફેનોલ્સ, ગ્લાયકોસાઇટ્સ જેવા ફલેવોનોઈડ્સ છે, જે શરીરને શરદી અને કફ જેવી બીમારીઓ સામે લડવાના રક્ષણાત્મક તત્વોથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે.

image source

આ દરેક મહત્વપૂર્ણ ઉપયોગીતાઓ જાણ્યા બાદ અને તે કેટલી સુવિધાજનક છે તે જાણ્યા પછી, તમારે વાંસની બોટલ ઓછામાં ઓછી એક વાર તો તેનો ઉપયોગ કરવાનું અજમાવવું જ જોઈએ, એવું જરૂર વિચારવા લાગ્યા હશો. જો તમારા રોજિંદા જીવનમાં સ્વસ્થ તમને સ્વસ્થ રાખે તેવા પોષક તત્વો પાણી દ્વારા શરીરમાં જાય તેવું ઇચ્છો તો આ પ્રયોગ અચૂક કરજો. હાલના સમયમાં બામ્બુ બોટ્લ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે.

image source

જેને તમે સરળતાથી અને પોષાઈ શકે તેવા ભાવે ખરીદી શકો છો. તમે તેને તમારી સાથે ઓફિસ બેગ, સ્કુલ બેગ કે પ્રવાસના સમયે પણ સાથે રાખી શકો છો. આ બોટ્લ્સ જેટલી જ સ્વાસ્થ્યને માટે સારી છે, તેટલી જ તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર અને વાપરવી ફાવે તેમજ સાથે રાખવી પણ પસંદ પડે તેવી હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ