બાળકોને થતો હોય છે ડાયાબિટીસ વાંચો તેના લક્ષણો, થોડી તકેદારી આમાંથી રાહત અપાવી શકે છે…

ડાયાબિટીસ મેલિટસ બહુ ગંભીર મેટાબોલિક વિકાર છે, જેનાથી શરીરમાં સુગર એટલે કે કાર્બોહાઈડ્રેટનું સ્વરૂપ સામાન્ય નથી રહેતું. આની ખરાબ અસર આપણા દિલ, લોહીને વહેતું રાખવાવાળી નળીઓ, કિડની અને ન્યુરોલોજીકલ સીસ્ટમ પર પડે છે. ઘણા વર્ષો સુધીની બીમારી પછી વ્યક્તિની જોવાની શક્તિ પણ નબળી પડી જાય છે. નોઇડાની એક પ્રખ્યાત હોસ્પિટલના એક નામી ડોક્ટરનું કહેવું છે કે ડાયાબિટીસ એ બે પ્રકારના હોય છે એક ટાઈપ – ૧ અને ટાઈપ – ૨. બંને ડાયાબિટીસ એ કોઈપણ ઉમરના વ્યક્તિને થઇ શકે છે. પણ બાળકોમાં ટાઈપ-૧ નો ડાયાબિટીસ થવાની સંભાવના વધારે રહે છે.

ડોક્ટર મલ્હોત્રા જણાવે છે કે “ બાળકોમાં સામાન્ય રીતે વધારે પડતો થાક લાગવો, માથામાં સતત દુખાવો રહેવો, વધારે તરસ લાગવી, ભૂખ વધારે લાગવી, તેમના સ્વભાવમાં થોડા બદલાવ થવા, પેટમાં દુખાવો રહેવો, કોઈપણ કારણ વગર બાળકના વજનમાં ઘટાડો થવો, રાત્રે વારંવાર પેશાબ લાગવો, યૌન અંગની પાસે ખંજવાળ આવવી. જયારે આવા લક્ષણ બાળકોમાં દેખાય ત્યારે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા હોઈ શકે છે. બાળકોમાં ટાઈપ-૧ ડાયાબીટીસના લક્ષણ એ અમુક જ અઠવાડિયામાં વધી જાય છે. ટાઈપ-૨ ડાયાબિટીસના તેના લક્ષણો એ ધીરે ધીરે વધતા હોત છે અને અમુક વ્યકિતમાં મહિનાઓ કે વર્ષો સુધી આનું નિદાન થઇ શકતું નથી.

ડોકટરના કહેવા પ્રમાણે “ ડાયાબિટીસથી પીડાઈ રહેલ બાળકોને ઈન્સ્યુલીન થેરાપી આપવામાં આવે છે. સામાન્ય રીતે નિદાનના પહેલા વર્ષમાં બાળકને ઈન્સ્યુલીનનું પ્રમાણ બહુ ઓછું આપવામાં આવે છે. આ પ્રક્રિયાને “હનીમુન પીરીયડ” કહેવામાં આવે છે. સામાન્ય રીતે બહુ જ નાના બાળકોને રાત્રે ઈન્જેકશન નથી આપવામાં આવતા પણ ઉમર વધવાની સાથે રાત્રે પણ ઈન્સ્યુલીન આપવામાં આવે છે.

તેમણે જણાવ્યું છે કે જાડા બાળકોમાં ટાઈપ-૨ ડાયાબિટીસ થવાની સંભાવના વધારે હોય છે. ગતિહીન જીવનશૈલીને કારણે શરીર ઈન્સ્યુલીન અને રક્તચાપ પર નિયંત્રણ નથી રાખી શકતા. ખાંડથી બનેલ વસ્તુઓ અને જેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય એવા પીણા પીવાના બંધ કરી દેવા જોઈએ. વધારા ખાંડ વાળા ખોરાક ખાવાથી વજન વધવાની સંભાવના રહે છે, જે શરીરમાં ઈન્સ્યુલીનના પ્રમાણ માટે ખતરનાક છે. વિટામીન અને ફાયબરયુક્ત સંતુલિત, પોષક આહારનું સેવન એ ટાઈપ-૨ ડાયાબીટીસની સંભાવના ઘટાડી દે છે.